![]()
વડોદરા,સયાજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી એક્સ રે ની ફિલ્મનો સ્ટોક ખાલી થઇ જતા દર્દીઓને તકલીફ પડી રહી છે. આજે રાત્રે સ્ટોક આવી જશે,તેવું સૂત્રોએ જણાવ્યું છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પૈકી રોજના ૧ હજારથી વધુ દર્દીઓના એક્સ – રે પાડવામાં આવે છે. એક્સ રે ની ફિલ્મનો સ્ટોક સરકાર તરફથી સપ્લાય થતો નથી, આ સ્ટોક માર્કેટમાથી જ ખરીદવામાં આવે છે. દર અઠવાડિયે પાંચ હજાર ફિલ્મ ખરીદવામાં આવતી હોય છે. છેલ્લાબે દિવસથી એક્સ રે ફિલ્મનો જથ્થો પૂરો થઇ ગયો છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જે દર્દીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન હોય તેઓને મોબાઇલ પર ફોટો મોકલી અપાય છે. જેના આધારે ડોક્ટર દ્વારા સારવાર થતી હોય છે. પરંતુ, જે દર્દીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ ના હોય તેઓેને હાલાકી ભોગવવી પડે છે.









