gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mundra Coast Cocaine Seizure : ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને મુંદ્રા કોસ્ટ નજીકથી ગત મહિને ઝડપાયેલા આશરે 119 કિલોગ્રામ (118.977 kg) કોકેઈનના હાઈ-પ્રોફાઈલ કેસની તપાસમાં મોટી સફળતા મળી છે. ઇન્વેસ્ટિગેટર્સને ડ્રગ્સના કન્સાઇનમેન્ટની અંદરથી અત્યંત આધુનિક ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઇસ મળી આવ્યા છે. આ પુરાવા દર્શાવે છે કે એક અત્યંત સંગઠિત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટ દ્વારા આ કરોડોના ડ્રગ્સના મુવમેન્ટ પર રિમોટલી નજર રાખવામાં આવી રહી હતી.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં સર્ચ દરમિયાન ખુલાસો

NDPS એક્ટ હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં જ્યારે ડ્રગ્સના સેમ્પલિંગ અને જપ્તીની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તપાસકર્તાઓને કોકેઈનની બ્રિક (ચોસલા) આકારના પેકેટોની અંદરથી 4 Apple AirTags અને 2 Garmin GPS ટ્રેકિંગ ડિવાઇસ મળી આવ્યા હતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ ટ્રેકિંગ ડિવાઇસ ડ્રગ્સ સપ્લાય કરનારા હેન્ડલર્સ દ્વારા વાપરવામાં આવતા હતા, જેથી ડ્રગ્સ ક્યા લોકેશન પરથી રવાના થયું અને ક્યા રૂટ દ્વારા ભારત સુધી પહોંચ્યું તેની ચોક્કસ ડિજિટલ માહિતી મળી શકે. આ ડિવાઇસ દ્વારા ડ્રગ નેટવર્કના સમગ્ર સપ્લાય ચેઈન અને તેમાં સામેલ લોકોના સગડ મેળવવામાં મોટી મદદ મળશે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ATS નું મેગા ઓપરેશન

આ સમગ્ર મામલો 26 મે ના રોજ સામે આવ્યો હતો, જ્યારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંદ્રા નજીક અરબી સમુદ્રમાં તરતી 5 બેગમાંથી 118.977 કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું હતું. ATS ને ગુપ્ત માહિતી મળી હતી કે ‘Europe’ નામના કાર્ગો જહાજ પર સવાર બે ક્રૂ મેમ્બર્સ આશરે 150 કિલોગ્રામ કોકેઈન છુપાવીને લાવ્યા છે, અને તેઓ ગુજરાતના દરિયા કિનારે એક લોકલ ફિશિંગ બોટ (માછીમારીની બોટ) માં આ જથ્થો ટ્રાન્સફર કરવાના હતા. આ ડ્રગ્સ અંતે દિલ્હી સ્થિત બે વિદેશી નાગરિકો સુધી પહોંચાડવાનું આયોજન હતું. સર્વેલન્સ દરમિયાન જ્યારે કોસ્ટ ગાર્ડના જવાનો જહાજ તરફ આગળ વધ્યા, ત્યારે પકડાઈ જવાના ડરે શંકાસ્પદોએ ડ્રગ્સ ભરેલી બેગ દરિયામાં ફેંકી દીધી હતી, જેને ટીમે સફળતાપૂર્વક રિકવર કરી લીધી હતી.

ટાન્ઝાનિયન ક્રૂ મેમ્બરે Brazilથી સ્મગલિંગ કર્યું હોવાની કબૂલાત

જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સની પૂછપરછ દરમિયાન, ટાન્ઝાનિયાના નાગરિક જુમા નાસિર ઓમારે (Juma Nasir Omar) કબૂલાત કરી હતી કે, તે નવેમ્બર 2025 માં અન્ય ક્રૂ મેમ્બર્સની જાણ બહાર આ કોકેઈન બ્રાઝિલ (Brazil)થી છુપાવીને લાવ્યો હતો, અને તેને શિપના મોટર રૂમમાં સંતાડ્યું હતું. તે આંતરરાષ્ટ્રીય હેન્ડલર્સના ઇશારે આ કામ કરી રહ્યો હતો.

ઓપરેશન દરમિયાન અન્ય એક ટાન્ઝાનિયન ક્રૂ મેમ્બર નિંગીતે નાસોરો જુમાને (Ngingite Nassoro Jumanne) દરિયામાં કૂદી ગયો હતો, અને તેની શોધખોળ હજી ચાલુ છે. આ ઉપરાંત જહાજના સ્ટીયરીંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાંથી 2 Garmin GPSMAP સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાઇસ પણ મળી આવ્યા છે.

દિલ્હીના દ્વારકાથી બે વિદેશી કિંગપીન ઝડપાયા

ગુજરાત ATS એ દિલ્હી પોલીસની મદદથી આ કન્સાઇનમેન્ટ મેળવનારા બે મુખ્ય આરોપીઓની દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓમાં નાઇજીરીયન નાગરિક કેલ્વિન ચુકવુમા (Kelvin Chukwuma) અને યુગાન્ડાના નાગરિક બ્યારુહંગા જેમ્સ (Byaruhanga James) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…
GUJARAT

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

June 2, 2026
પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…
GUJARAT

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

June 2, 2026
અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક | amc build…
GUJARAT

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક | amc build…

June 2, 2026
Next Post
પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab...

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli...

દેશમાં રહેવું હોય તો… મમતાના બાઉન્સર પર CM સુવેન્દુએ ફટકારી સિક્સ, કાલથી ‘ખેલા’ શરૂ | Bengal Polit…

દેશમાં રહેવું હોય તો... મમતાના બાઉન્સર પર CM સુવેન્દુએ ફટકારી સિક્સ, કાલથી ‘ખેલા’ શરૂ | Bengal Polit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …

શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …

1 year ago
વડોદરામાં એક જ દિવસમાં ચાર અકસ્માત : વરણામા ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકે જીવ ગુમાવ્યો | Four…

વડોદરામાં એક જ દિવસમાં ચાર અકસ્માત : વરણામા ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકે જીવ ગુમાવ્યો | Four…

8 months ago
કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત

કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત

10 months ago
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News