gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લાના આવેલા અભેપુરા ગામમાં દેશી દારૂના દૂષણે માઝા મૂકી છે. ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ અને બુટલેગરોના ત્રાસથી કંટાળેલી મહિલાઓ આજે (પાંચમી જૂન) ન્યાયની માંગ સાથે થરાદ પોલીસ મથકે દોડી આવી હતી. મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગામલોકોએ પોલીસ અધિકારીઓ સામે હાથ જોડી અને પગે પડીને ગામમાંથી દારૂનું દૂષણ નાબૂદ કરવા ભાવુક અપીલ કરી હતી.

પોલીસ સામે મહિલાઓ ભાવુક થઈ

મળતી માહિતી અનુસાર, અભેપુરા ગામની મહિલાઓ અને સ્થાનિક રહીશો અગાઉ અનેક વખત રજૂઆતો કરીને થાક્યા બાદ આજે પોલીસ સ્ટેશને આવ્યા હતા. જ્યારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) લોકોની રજૂઆત સાંભળી રહ્યા હતા, ત્યારે ગામની મહિલાઓ ભાવુક થઈને પોલીસ ઇન્સ્પેક્ટર સામે બે હાથ જોડી અને પગે લાગીને વિનંતી કરી હતી કે, ‘સાહેબ, ગમે તેમ કરો પણ અમારા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો બંધ કરાવો, અમારા ઘર બરબાદ થઈ રહ્યા છે.’

રજૂઆત દરમિયાન ગામના એક યુવાન વિરચંદ ઠાકોરે પોલીસની કામગીરી અને બુટલેગરો સાથેની મિલીભગત પર ગંભીર આક્ષેપો કરતા સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો. યુવકે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, ‘મેં ગઈકાલે સાંજે જ પોલીસને ફોન કરીને બાતમી આપી હતી કે સાહેબ અમારા વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે મિનિટોમાં જ બુટલેગરનો મારા પર સામો ફોન આવી ગયો કે તું કેમ પોલીસમાં રજૂઆત કરે છે? અમારી આ ગુપ્ત વાત પોલીસ સ્ટેશનમાંથી લીક ક્યાંથી થઈ?’ બાતમીદારની વિગતો બુટલેગર સુધી પહોંચી જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: માણેકચોકના જ્વેલર્સમાં મેનેજરે જ કર્યો વિશ્વાસઘાત, થોડું-થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લીધું, પોલીસે કરી ધરપકડ

DYSPએ એક અઠવાડિયાની ખાતરી આપી મામલો શાંત પાડ્યો

મામલો વધુ વણસે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે તે પહેલાં જ થરાદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી (DYSP) એસ. એમ. વાળોતરિયા તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે અભેપુરા ગામના લોકો અને ખાસ કરીને મહિલાઓની તમામ ઉગ્ર રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.

ડીવાયએસપી વાળોતરિયાએ કડક કાર્યવાહીનો ભરોસો આપતા મહિલાઓને ખાતરી આપી છે કે, ‘એક અઠવાડિયાની અંદર અભેપુરા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર કડક કાયદાકીય એક્શન લેવામાં આવશે.’ ઉચ્ચ અધિકારીની આ ખાતરી અને આશ્વાસન બાદ આખરે મહિલાઓ શાંત થઈ હતી અને મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …
GUJARAT

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

June 5, 2026
विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित
GUJARAT

विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित

June 5, 2026
વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …

June 5, 2026
Next Post
જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for …

જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for ...

કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ | Fear spreads in Kishanwadi after father…

કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ | Fear spreads in Kishanwadi after father...

વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા | 86 people including …

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા | 86 people including …

10 months ago
અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

4 months ago
મુંબઈનો ‘કિંગ’ કોણ? BMC સહિત 29 મનપામાં મતદાન શરૂ, અક્ષય કુમારની લોકોને કડક અપીલ | Mahasangram in Ma…

મુંબઈનો ‘કિંગ’ કોણ? BMC સહિત 29 મનપામાં મતદાન શરૂ, અક્ષય કુમારની લોકોને કડક અપીલ | Mahasangram in Ma…

5 months ago
હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with foreign …

હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with foreign …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News