gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cockroach Janta Party Protest : દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનને ઘણા વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, રોહિત પવાર અને મહુઆ મોઇત્રાએ યુવાઓની માંગણીઓનું સમર્થન કરીને કેન્દ્ર સરકારને તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવાની અપીલ કરી છે. નેતાઓએ NEET સહિત વિવિધ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ પર ચિંતા વ્યક્ત કરી છે, અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. બીજી તરફ, કોંગ્રેસની અંદર આ આંદોલનને લઈને અલગ-અલગ અભિપ્રાયો સામે આવ્યા છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં ચર્ચામાં આવેલા ‘કોકરોચ આંદોલન’ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ આંદોલન દેશના યુવાઓના મનમાં રહેલા ઊંડા ગુસ્સા અને નિરાશાની અભિવ્યક્તિ છે.’

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘કોકરોચ આંદોલનને રાષ્ટ્રવિરોધી ગણાવવાને બદલે કેન્દ્ર સરકારે યુવાઓની સમસ્યાઓ અને માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. આમ આદમી પાર્ટી યુવાઓની માંગોનું સમર્થન કરે છે, અને તેમની સાથે મજબૂત રીતે ઊભી છે.’ કેજરીવાલે વડાપ્રધાન પાસે શિક્ષણ મંત્રીને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ પણ કરી હતી.

CJPના પ્રદર્શનને વિપક્ષનું મળ્યું સમર્થન

શનિવારે જંતર-મંતર પર આયોજિત કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને ઘણા વિપક્ષી પક્ષોનો સાથ મળ્યો હતો. પરીક્ષા સંબંધી કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયાઓમાં ગડબડી વિરુદ્ધ આયોજિત આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો અને તેમના વાલીઓ સામેલ થયા હતા.

અખિલેશ યાદવનું સમર્થન

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘યુવાઓનો આ અવાજ ‘અહંકારી શાસકો’ સુધી પહોંચવો જોઈએ. પરિવર્તન દરવાજા પર દસ્તક દઈ રહ્યું છે, અને હવે નવયુવાનોએ પણ ક્રાંતિનું રણશિંગું ફૂંકી દીધું છે. સમસ્યાઓના મૂળ સુધી પહોંચીને તેનો ઉકેલ લાવવો પડશે.’

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સાથ

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકારે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા યુવાઓની વાત સાંભળવી જોઈએ, અને તેમને નબળા ન ગણવા જોઈએ. યુવા દેશનું ભવિષ્ય છે ,અને તે આકરી ગરમીમાં પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહ્યા છે. NEET પેપર લીક જેવી ઘટનાઓએ લાખો યુવાઓના ભવિષ્યને પ્રભાવિત કર્યું છે.’

રોહિત પવારે શું કહ્યું?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા રોહિત પવારે પણ આંદોલનને સમર્થન આપતા કહ્યું કે, ‘પ્રદર્શનમાં યુવાઓની ભારે ભાગીદારી કેન્દ્ર સરકારની નીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાપનને લઈને વધતા અસંતોષને દર્શાવે છે.’ તેમણે NEET અને અન્ય પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

મહુઆ મોઇત્રાએ આપ્યું સમર્થન

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ પ્રદર્શનનું સમર્થન કર્યું હતું અને આંદોલનને આગળ ધપાવવા હાકલ કરી હતી. જો કે, કોંગ્રેસની અંદર આ આંદોલનને લઈને મતભેદો પણ સામે આવ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓએ તેને દેખાડાનું આંદોલન ગણાવ્યું હતું, જ્યારે કોંગ્રેસનું સત્તાવાર વલણ વિદ્યાર્થીઓના હિતો અને પેપર લીકના મુદ્દા પર પોતાના સંઘર્ષને રેખાંકિત કરવા પર કેન્દ્રિત રહ્યું હતું.

જંતર-મંતર પર થયેલા આ પ્રદર્શને ફરી એકવાર વિપક્ષી એકતા અને તેની અંદર રહેલા મતભેદોને ઉજાગર કર્યા છે. આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT) અને ડાબેરી પક્ષો સહિતના વિપક્ષોએ આંદોલનને ટેકો આપ્યો છે.

જણાવી દઈએ કે, કોકરોચ જનતા પાર્ટી તાજેતરના વર્ષોમાં NEET, CUET, CBSE અને વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત ગડબડીઓ વિરુદ્ધ ઉભરી આવેલા એક યુવા-નેતૃત્વવાળા ઓનલાઈન અભિયાન તરીકે સામે આવી છે, જે હવે રસ્તા પર ઉતરીને યુવાઓના મુદ્દાઓને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re...

મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of i…

મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of i...

૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે | If it doesn’t rain by June 15 the situation will wor…

૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે | If it doesn't rain by June 15 the situation will wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…

બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…

1 month ago
રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને ‘મહાભારત’ | Rajkot Politics Heat Up…

રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને ‘મહાભારત’ | Rajkot Politics Heat Up…

9 months ago
દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull…

દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull…

7 months ago
અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ…

અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News