gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Nasirnagar Demolition: ગુજરાતમાં ભાજપના રાજમાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તંત્રની જુગલબંધીએ સરકારની પ્રતિષ્ઠાનો ગ્રાફ એકદમ નીચે ઉતારી દીધો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં કાયદેસરની નોટિસ વિના, ખાખી વદીના પ્રોટેક્શન હેઠળ 100થી વધુ ગરીબોના આશિયાના જમીનદોસ્ત કરી દેવાયા છે. ત્યારે સુરતના નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં વિવાદ શમવાના બદલે દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. હવે શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાએ સુરત મહાનગરપાલિકા દ્વારા રચાયેલી તપાસ સમિતિની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમનું માનવું છે કે, જે તંત્રના અધિકારીઓ પર આક્ષેપો થઈ રહ્યા છે, તે જ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવે તો સત્ય બહાર આવવાની શક્યતા નહિવત છે. તેથી સમગ્ર મામલાની તપાસ રાજ્ય સરકારના સચિવ કક્ષાના સ્વતંત્ર અધિકારીને સોંપવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે.

છ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી

વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં 29  મેના રોજ થયેલા ડિમોલિશન બાદ પાલિકા અને પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ડિમોલિશન દરમિયાન નિયમોનું પાલન થયું હતું કે નહીં, ખાનગી મિલકતોને ગેરકાયદે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું કે નહીં અને તંત્રે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો કે કેમ, તેવા મુદ્દાઓને લઈને ભારે વિરોધ નોંધાયો હતો. વધતા જનઆક્રોશ વચ્ચે પાલિકાએ છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી, પરંતુ આ સમિતિની વિશ્વસનીયતા અંગે હવે ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્યએ જ શંકા વ્યક્ત કરી છે.

‘ફરિયાદ નોંધીને ફોજદારી કાર્યવાહી પણ થવી જોઈએ’

વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, આ તપાસ માત્ર એક ઔપચારિકતા બનીને ન રહી જવી જોઈએ. સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ થાય તે અત્યંત જરૂરી છે. જો તપાસ દરમિયાન કોઈ પણ અધિકારી, કર્મચારી અથવા અન્ય જવાબદાર વ્યક્તિની સંડોવણી સામે આવે, તો માત્ર વિભાગીય પગલાં પૂરતા નથી, પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધીને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવી જોઈએ. જાહેર જનતાનો તંત્ર પરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે દોષિતોને કાયદા મુજબ કડક સજા મળવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ભાજપના ધારાસભ્યએ સુરત મનપા સામે ઉઠાવ્યા સવાલ

હવે ભાજપના જ ધારાસભ્ય દ્વારા મનપાની તપાસ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવતા સમગ્ર પ્રકરણ વધુ રાજકીય રંગ પકડી રહ્યું છે. એક તરફ પાલિકાની તપાસ સમિતિની કામગીરી પર સૌની નજર મંડાયેલી છે, તો બીજી તરફ સચિવ કક્ષાની સ્વતંત્ર તપાસની માંગ ઉઠતા આગામી દિવસોમાં આ વિવાદ વધુ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો: CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ

કોંગ્રેસનું અલ્ટિમેટમ: ગરીબોને વૈકલ્પિક આવાસ આપો, જવાબદાર અધિકારીને તાકીદે સસ્પેન્ડ કરો

આશ્ચર્યની પરાકાષ્ઠા તો એ છે કે, આટલું મોટું ‘ભૂતિયું ડિમોલિશન’ થઈ ગયું છતાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ તંત્ર એવું નાટક કરી રહ્યા છે જાણે તેઓ સદંતર અજાણ હોય! ખરેખર તો મ્યુનિ.કોર્પોરેશન અને ખાખી બિલ્ડરો માટે જ કામ કરી રહ્યા છે તે સુરત શહેરમાં જગજાહેર છે. વગદારો અને મોટા મગરમચ્છોના દબાણો સામે ઘૂંટણ ટેકી દેતી ભાજપ સરકાર માત્ર ગરીબો પર જ બુલડોઝર ચલાવી જાણે મરદાઈ દેખાડી રહી છે તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, બિલ્ડરોને લાખો કરોડો રૂપિયાની જમીન ધરી દેવા માટે પોલીસ, કમિશનર, વહીવટી તંત્ર સહિતના મોટા માથાઓની સીધી સંડોવણી હોઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…
GUJARAT

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

June 10, 2026
અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …
GUJARAT

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

June 10, 2026
Next Post
CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ ...

ભારતમાં ‘સૌથી વધુ પગાર વધારો’ કરતા શહેરોની યાદી જાહેર, જાણો અમદાવાદ કયા નંબરે | FY 2027 Salary Hike:…

ભારતમાં ‘સૌથી વધુ પગાર વધારો’ કરતા શહેરોની યાદી જાહેર, જાણો અમદાવાદ કયા નંબરે | FY 2027 Salary Hike:...

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર | Maharasht…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : 50 લોકોને લઈ જતી હોડી પલટી, 2 મહિલાના મોત, 1 ગંભીર | Maharasht...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

3 weeks ago
રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed …

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed …

1 month ago
સુરતીઓના ફેવરીટ ઉત્તરાયણની રજામાં સરથાણા નેચર પાર્કમાં રેકર્ડ બ્રેક ભીડ | Record breaking crowd at S…

સુરતીઓના ફેવરીટ ઉત્તરાયણની રજામાં સરથાણા નેચર પાર્કમાં રેકર્ડ બ્રેક ભીડ | Record breaking crowd at S…

5 months ago
CA ફાઈનલનું પરિણામ જાહેર: અમદાવાદના હર્ષ સોનારાએ દેશમાં મેળવ્યો 9મો ક્રમ, શહેરનું પરિણામ 13.86% | IC…

CA ફાઈનલનું પરિણામ જાહેર: અમદાવાદના હર્ષ સોનારાએ દેશમાં મેળવ્યો 9મો ક્રમ, શહેરનું પરિણામ 13.86% | IC…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News