gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash 1 Year: દરરોજની જેમ એ દિવસે પણ બપોરે આકાશ તેની માતા માટે ટિફિન લઈને ઘરથી થોડેક દૂર બી. જે. મેડિકલની મેસની બહાર રોડ પર આવેલી ચાની કીટલીએ આવ્યો હતો. માતાએ જમી લીધું’તું અને પછી આકાશ સામેની સાઈડ ઝાડના છાંયામાં સૂઈ ગયો હતો. જોતજોતામાં આભમાંથી અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થઈને ધડાકાભેર મેસની બિલ્ડિંગ પર પડ્યું અને આગ લાગી ગઈ. એટલું જ નહીં પ્લેનનું પાંખિયું રોડની સામેની સાઈડ સૂતેલા આકાશ પર પડ્યું અને…, અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું, ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે તેમના ઘરની મુલાકાત લીધી હતી. માસૂમ મૃતક આકાશના માતા સીતા બહેન સાથે વાતચીત કરી હતી. ત્યારે તેઓ ચોધાર આંસૂએ દીકરાને યાદ કરી રહ્યા હતા અને કહેતાં હતા કે, ‘મારો દીકરો કહેતો કે, મમ્મી, હું ભણી-ગણીને આગળ નીકળીશ અને તમને બેઠા બેઠા ખવડાવીશ.’ 

વિમાનનું પાંખિયું સીધું દીકરા પર પડ્યું

પ્લેન ક્રેશમાં ભોગ બનનાર નિર્દોષ માસૂમ આકાશ પટણીના માતા સીતા બહેને તે વખતની આખી ઘટના વિશે રડતાં-રડતાં જણાવ્યું કે, ‘એ દિવસે બપોરના સમયે હું ચાની કીટલી પર બેઠી હતી અને મારો દીકરો મારા માટે ટિફિન લઈને આવ્યો હતો. એ સામેની બાજુ ઊંઘ્યો હતો ત્યારે અચાનક વિમાન ક્રેશ થવાનો મોટો અવાજ આવ્યો અને જોતજોતામાં ચારે બાજુ આગ ફેલાઈ ગઈ. મેં મારા દીકરાને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ વચ્ચે ગાડી આવી ગઈ એટલે હું એની પાસે જઈ શકી નહીં. મને મનમાં એમ હતું કે મારો દીકરો કદાચ દોડીને બચી ગયો હશે, પણ એને ભાગવાનો કોઈ મોકો જ ના મળ્યો કારણ કે વિમાનનું પાંખિયું સીધું એના ઉપર જ પડી ગયું અને એ ઊઠી જ ના શક્યો. હું સતત બૂમો પાડતી રહી કે કોઈ મારા છોકરાને બચાવો, મારો દીકરો ત્યાં ઊંઘ્યો છે, પણ મારું કોઈ સાંભળી શક્યું નહીં.’ 

કાગળિયાંની પ્રક્રિયામાં સારવાર અટકી

આ અંગે વધુમાં વાત કરતા સીતાબેનએ વધુમાં જણાવ્યું કે, ‘હું ખૂબ જ દાઝી ગઈ હતી અને મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં મને 21 દિવસ સુધી રાખી હતી. હોસ્પિટલમાં જ્યારે મારા ઘા પર ડ્રેસિંગ કરતા ત્યારે મને એટલી પીડા થતી કે હું રાડો પાડવા માંડતી હતી. મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા માટે ઘણી બૂમાબૂમ કરી પણ ફાઇલ અને કાગળિયાંની પ્રક્રિયા બગડશે એમ કહીને મને ત્યાં જ રાખી. હું એટલી બધી દાઝેલી હતી, છતાં મારા મનમાં એક જ પ્રાર્થના ચાલતી હતી કે ભલે હું દાઝી ગઈ, પણ મારો છોકરો સાજો-નરવો રહેવો જોઈએ. પણ ભગવાને અમને એવું દુઃખ આપ્યું કે મારા દીકરાએ તો આ દુનિયામાં હજુ કશું જોયું જ નહોતું, એનું બધું જ ખાવા-પીવાનું અને આખી જિંદગી જીવવાની બાકી હતી.’ 

આ પણ વાંચો: ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર

કાળજું ચીરી નાખતી માતાની વેદના

મારો દીકરો તો હીરા જેવો હતો, ભણવામાં પણ એનું મગજ બહુ તેજ ચાલતું. એ મને વારંવાર કહેતો કે, ‘મમ્મી, હું ભણી-ગણીને બહુ આગળ વધીશ અને તમને બેઠા બેઠા ખવડાવીશ.’ એને ખાવાનો બહુ શોખ હતો; ખાસ કરીને સવારે ચા-ની કીટલી પર દૂધ ગરમ કરાવીને ખારીનો નાસ્તો એ બહુ હોંશે હોંશે કરતો.

આજે જ્યારે એ બધી વાતો યાદ આવે છે ને, ત્યારે મારું કાળજું ચિરાઈ જાય છે! મનમાં એક જ વસવસો થાય છે કે મારો લાડકો ખાવાવાળો દીકરો જ ચાલ્યો ગયો, હવે હું કોને ખવડાવું? એ ઘરમાં મારો એકનો એક જ દીકરો હતો. ભગવાને એની જગ્યાએ મને લઈ લીધી હોત તો સારું હતું! આજે અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે બધા એની યાદમાં ગાંડા જેવા થઈ ગયા છીએ, ઘરમાં કોઈને એકબીજા સાથે વાત કરવાનું પણ સૂઝતું નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil...

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીસીએની ચૂંટણીતા.૧૫ ફેબ્રુઆરીએ યોજાશે, બેઠકમાં સર્વાનુમતે સંમતિ થતા પ્રમુખની જાહેરાત | BCA elections…

બીસીએની ચૂંટણીતા.૧૫ ફેબ્રુઆરીએ યોજાશે, બેઠકમાં સર્વાનુમતે સંમતિ થતા પ્રમુખની જાહેરાત | BCA elections…

7 months ago
અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

7 months ago
વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

1 year ago
જયરાજ સિંહ જાડેજા સાથે ગંભીર આરોપો મૂકતાં ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ ધર્યું | Gondal VHP Chief R…

જયરાજ સિંહ જાડેજા સાથે ગંભીર આરોપો મૂકતાં ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ ધર્યું | Gondal VHP Chief R…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News