gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ | Finland Defend…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in INDIA
0 0
0
રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ | Finland Defend…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Finland Supports India : ફિનલેન્ડના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના સમકક્ષ એલિના વાલ્ટોને રશિયા પાસેથી તેલ ખરીદી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોને ભારતનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારતે પશ્ચિમ દેશો દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ મર્યાદા હેઠળ જ તેલની ખરીદી કરી છે. બીજીતરફ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ઊર્જા સુરક્ષા અને પશ્ચિમ દેશોના બેવડા વલણનો જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતે નિયમો મુજબ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી : ફિનલેન્ડના વિદેશ મંત્રી

ફિનલેન્ડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફિનલેન્ડના વિદેશ મંત્રી (Finland Foreign Minister Elina Valtonen)એ સ્પષ્ટ કહ્યું કે, ‘પશ્ચિમ દેશો દ્વારા નક્કી કરાયેલી ભાવ મર્યાદાનો અર્થ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની સંપૂર્ણ ખરીદી બંધ કરવાનો નથી. હું ભારતના સમર્થનમાં એ કહેવા માંગું છું કે, ભારતે ભાવ મર્યાદા હેઠળ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે અને અમારો ઈરાદો પણ આવો જ હતો.’

અમે કોઈપણ દેશને રશિયા પાસેથી તેલ ખરીદતા અટકાવ્યા નથી : એલિના વાલ્ટોન

તેમણે એમ પણ કહ્યું કે, ‘જ્યારે અમે ક્રૂડ ઓઈલની કિંમતો પર ભાવ મર્યાદા લાગુ કરી હતી, ત્યારે અમે કોઈપણ દેશને રશિયા પાસેથી તેલ ખરીદતા અટકાવ્યા નથી. અમારી ભાવ મર્યાદાનો હેતુ ક્રૂડ ઓઈલના માર્કેટમાં અડચણો ઊભી કરવાનો નથી, પરંતુ અમારે એ સુનિશ્ચિત કરવું જરૂરી હતું કે, તેલનો સપ્લાય ચાલુ રહે અને રશિયા તેનાથી મોટી કમાણી ન કરે.

જયશંકરે ભારતની ટીકા કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ

કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે (Foreign Minister S.Jaishankar) ભારતની ઊર્જા પોલિસીનો મજબૂત બચાવ કર્યો છે. તેમણે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે થઈ રહેલી ટીકાને સંપૂર્ણ રદીયો આપી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘વ્યવહારિક કારણોને ધ્યાને રાખીને ઊર્જાની ખરીદી કરવામાં આવે છે, કોઈ રાજકીય દબાણ દ્વારા નહીં. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે ખર્ચ અને ઉપલબ્ધિના આધારે ક્રૂડ ઓઈલની ખરીદી કરીએ છીએ.’

આ પણ વાંચો : ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા PM મોદી, G7 સમિટમાં સતત 8મી વખત ભારતની રહેશે હાજરી

તે વખતે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતું : જયશંકર

તેમણે એ યાદ અપાવ્યું કે, વર્ષ 2022માં રશિયા પર પ્રતિબંધ લાગ્યા બાદ વૈશ્વિક ઊર્જામાં મોટો ફેરફાર થયો હતો. યૂરોપીય દેશોએ મધ્ય-પૂર્વમાંથી (ભારતનું પારંપરિક સપ્લાયર) ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ કરી દીધી હતી. આવી સ્થિતિમાં માર્કેટમાં જે ક્રૂડ ઓઈલ હતું, તે મોટાભાગનું રશિયાનું હતું, તેથી તે પરિસ્થિતિ અમને એક નિશ્ચિત દિશામાં લઈ ગયું હતું. તે વખતે અમેરિકાએ ક્રૂડ ઓઈલ માર્કેટ સ્થિર કરવા માટે ખાસ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતું, તેથી આપણે એવો દેખાડો ન કરવો જોઈએ કે, આમાં કોઈ મોટો સિદ્ધાંત સામેલ છે.’

યૂરોપે કરેલી ટીકા પર જયશંકરે આપ્યો જવાબ

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતના વલણ પર યૂરોપીયન ટીકાકારોને જયશંકરે જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘યુરોપિયન દેશો એવા હથિયારો વેચે છે, જેનો ઉપયોગ ભારત પર અનેક વર્ષો સુધી હુમલા માટે કરવામાં આવ્યો છે. અમે ભારતીયોએ ક્યારેય એવું કામ કર્યું નથી, જેનાથી યુરોપ ખતરામાં પડે, તેથી આવી વાતોને હંમેશા ધ્યાને રાખવી જોઈએ.’

ભારતના ખાડી દેશો સાથે સંબંધો માત્ર ક્રૂડ ઓઈલ સુધી સિમિત નથી : જયશંકર

વિશ્વ ખાડી દેશોથી દૂર ધકેલાઈ રહી છે, તેવી વાતને જયશંકરે રદીયો આપ્યો છે. ભારતના ઊર્જા સ્રોતોના વિકલ્પોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર અને અમેરિકા સૌથી મોટો ગેસ સપ્લાયર છે. (28 ફેબ્રુઆરી-2026 સુધી કતાર મોટો ગેસ સપ્લાય હતો) જયશંકરે એ વાત પર મહત્ત્વ આપ્યું છે કે, ભારતના ખાડી દેશો સાથે સંબંધો માત્ર ક્રૂડ ઓઈલ સુધી સિમિત નથી.

આ પણ વાંચો : ફાઈનલ ડીલ મામલે અબ્બાસ અરાઘચીની પોસ્ટને ટ્રમ્પે કરી રીપોસ્ટ, પાકિસ્તાની PM પણ કૂદ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…
INDIA

શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…

June 13, 2026
રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ : આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ. 10 લાખ રો…
INDIA

રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ : આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ. 10 લાખ રો…

June 13, 2026
15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ, જાણો પવિત્ર સ્નાન-દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત | Somvati Amav…
INDIA

15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ, જાણો પવિત્ર સ્નાન-દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત | Somvati Amav…

June 13, 2026
Next Post
I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap...

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay...

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત | One sided victory of President Vice Presi…

ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત | One sided victory of President Vice Presi…

6 months ago
જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

1 year ago
ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો

ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો

9 months ago
અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad…

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News