ndia
India-Pakistan Tention: ભારતીય સેનાના સફળ ‘ઓપરેશન સિંદૂર’ બાદથી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ છે. પાકિસ્તાને 8-9ની રાત્રે તૂર્કિયેના 300 થી 400 ડ્રોનની સાથે લેહથી સર ક્રીક સુધી 36 જગ્યાઓ પર ભારતની હવાઈ સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળ કરી દેવાયા. કેટલાક ડ્રોન તોડી પડાયા. ત્યારે સંભાવિત તૂર્કિયેના ડ્રોન હોય શકે છે તેવું વિદેશ મંત્રાલયનું અનુમાન છે.
શુક્રવાર સાંજે વિદેશ મંત્રાલય વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ પર્યાપ્ત પુરાવાની સાથે પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો.