gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in INDIA
0 0
0
તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NDA Close to Majority in Rajya Sabha: તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે હવે સંસદના આંકડા બદલાવા જઈ રહ્યા છે. આના પર તાજેતરમાં જ 24 બેઠકો પર યોજાયેલી રાજ્યસભા ચૂંટણીની પણ અસર પડશે, જ્યાં સાંસદો બિનહરીફ ચૂંટાયા છે. એવા અહેવાલો છે કે રાજ્યસભા ચૂંટણીના વર્તમાન સમયમાં NDAને બે-તૃતીયાંશના જાદુઈ આંકડાની નજીક પહોંચવામાં મદદ મળશે. બીજી તરફ   TMCમાં બળવો હોવા છતાં લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી હજુ પણ ઘણી દૂર છે.

હાલમાં બેઠકોની સ્થિતિ શું છે

સૂત્રોનું કહેવું છે કે, 148 સાંસદોની વર્તમાન સંખ્યા સાથે NDA રાજ્યસભા ચૂંટણીના વર્તમાન તબક્કામાં ઝારખંડ અને મિઝોરમની અપક્ષ બેઠકો જીતી શકે છે. આ રાજ્યોની ત્રણ બેઠકો પર 18 જૂનના રોજ મતદાન થશે. આ સાથે જ TMCના ચાર રાજ્યસભા સાંસદોના રાજીનામા બાદ NDA પેટાચૂંટણી બાદ આ બેઠકો પણ જીતી શકે છે. જો આવું થશે તો ઉપલા ગૃહમાં NDAનું સંખ્યાબળ વધીને 154 થઈ જશે, જે બે-તૃતીયાંશ બહુમતીના જાદુઈ આંકડાથી 9 બેઠક દૂર છે.

કેટલી બેઠકો જોઈએ

ઉચ્ચ ગૃહમાં TMCના હજુ વધુ સાંસદો રાજીનામું આપે તેવી શક્યતા છે, તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે NDA 163નો આંકડો હાંસલ કરી શકે છે. તેનાથી તેને તમામ બંધારણીય સુધારા વિધેયકો (બિલ) પસાર કરવા માટે જરૂરી સંખ્યાબળ મળી જશે. બીજી તરફ વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન પાસે હાલ 64 સાંસદો છે. 8 સાંસદો ધરાવતી DMK અને ત્રણ સાંસદો ધરાવતી AAP આ જૂથમાંથી અલગ થઈ ગઈ છે.

જોકે, લોકસભામાં  NDAનું સંખ્યાબળ વધીને 313 સુધી વધી શકે છે, કારણ કે TMCના લગભગ 20 જેટલા વધુ સાંસદો એક અલગ જૂથ બનાવીને તેને સમર્થન આપી શકે છે. લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે 363 સાંસદોના સમર્થનની જરૂર હોય છે.

TMCના 20 સાંસદો થયા અલગ

મમતા બેનરજીના નેતૃત્વને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 20 લોકસભા સાંસદોએ રવિવારે ‘નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી’માં વિલય (મર્જર)ની જાહેરાત કરી છે. આ સાથે જ આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને ગૃહમાં અલગ સભ્ય તરીકે બેસવાની મંજૂરી આપતો પત્ર પણ સોંપ્યો છે. TMCના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા 20 સભ્યોએ આજે લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી અને ગૃહમાં અલગ બેઠક વ્યવસ્થા કરવા માટે વિનંતી પત્ર આપ્યો છે. સ્પીકરને મળેલા આ જૂથમાં 20 સાંસદો સામેલ છે, જે ગૃહમાં પાર્ટીના કુલ સાંસદોની સંખ્યાના બે-તૃતીયાંશ કરતાં વધુ છે.

અસલી TMC અદાલતમાં નક્કી થશે

આ જૂથમાં સામેલ સાંસદ સુદીપ બંધોપાધ્યાયે જણાવ્યું કે, બળવાખોર નેતાઓએ NCP સાથે વિલય કર્યો છે, જે એક રાજકીય પાર્ટી છે અને માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષ છે. અસલી TMC કોણ છે, તે હવે અદાલતમાં નક્કી થશે. 

તમને જણાવી દઈએે કે, આ પહેલા TMCના બળવાખોર નેતાઓ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. લોકસભામાં 28 સભ્યો સાથે TMC (99) અને સમાજવાદી પાર્ટી (37) પછી ત્રીજો સૌથી મોટો પક્ષ હતો.

બેઠકોનું ગણિત

નવેમ્બર સુધીમાં શાસક ગઠબંધન NDAનું સંખ્યાબળ ઘટી શકે છે, કારણ કે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના 10 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્ય વિધાનસભામાં પોતાના મજબૂત સંખ્યાબળના જોરે સમાજવાદી પાર્ટીને રાજ્યસભામાં કેટલીક બેઠકો મળી શકે છે.

આ પણ વાંચો: મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે?

વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન પાસે હાલ 64 સાંસદો છે. આ સ્થિતિ DMKના 8 સાંસદો અલગ થવા અને AAPના ત્રણ સાંસદોએ ગઠબંધનથી અંતર જાળવી લીધા બાદ સર્જાઈ છે. આ ઉપરાંત YSRCP પાસે 7 અને BJD પાસે 6 બેઠકો છે. આ બંને પક્ષો રાજ્યસભામાં ગમે તે તરફ જઈ શકે તેમ છે, કારણ કે તેઓ હાલ કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…
INDIA

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

June 15, 2026
મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…
INDIA

મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…

June 15, 2026
હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…
INDIA

હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

June 15, 2026
Next Post
રાજ્યની નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર, ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રો પર વિશેષ ભાર |…

રાજ્યની નવી 'ઔદ્યોગિક નીતિ-2026' જાહેર, ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રો પર વિશેષ ભાર |...

જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન…

જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન...

‘છોટીકાશી’માં પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિએ ભક્તિ ઉત્સવ | Devotional festival at the end of Purushott…

'છોટીકાશી'માં પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિએ ભક્તિ ઉત્સવ | Devotional festival at the end of Purushott...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …

સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …

1 year ago
ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

3 months ago
પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

6 months ago
જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News