gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in INDIA
0 0
0
ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

5 Big Benefits To India From US Iran Peace Deal : વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રના મોરચેથી ભારત માટે અત્યાર સુધીના સૌથી રાહતજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો યુદ્ધનો તણાવ હવે સત્તાવાર રીતે અટકી ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું એલાન કરીને બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતી થઈ હોવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે લાંબા સમયથી બંધ પડેલા હોર્મુઝ સ્ટ્રેટ પરથી અમેરિકાની નાકાબંધી હટાવવા અને તેને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. મિડલ ઈસ્ટમાં સ્થપાયેલી આ શાંતિ ભારતીય અર્થતંત્ર અને સામાન્ય નાગરિકો માટે અનેક રીતે મોટી આશા લઈને આવી છે.

હોર્મુઝની ખાડીનો રસ્તો બંધ થઈ જતાં અનેક દેશોના અર્થતંત્ર પર પડી અસર 

આ વૈશ્વિક વિવાદની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ થઈ હતી, જ્યારે પહેલીવાર અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈરાનના પલટવારથી સમગ્ર મિડલ ઈસ્ટ સળગી ઉઠ્યું હતું અને જે બાદ દુનિયાના કેટલાય દેશો યુદ્ધની ઝપેટમાં આવ્યા હતા. જંગના કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધો હતો, જે સમગ્ર વિશ્વની કુલ તેલની જરૂરિયાતના આશરે 20% હિસ્સો પૂરો કરવા માટે સૌથી મહત્ત્વનો સમુદ્રી માર્ગ છે.

આ તણાવની સીધી અસર કાચા તેલની કિંમતો પર પડી હતી, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ખુદ અમેરિકામાં પણ મોંઘવારી દર આકાશને આંબી ગયો હતો. આ સિવાય પાકિસ્તાન, બ્રિટન, બાંગ્લાદેશ અને ભારત સુધી તેલ-ગેસનું ભારે સંકટ જોવા મળ્યું હતું. ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘો થયો હતો. આવી સ્થિતિમાં, ટ્રમ્પની જાહેરાત મુજબ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાથી અને તેલ-ગેસનો સપ્લાય સુચારૂ થવાથી ભારતને પાંચ મોટા આર્થિક અને વ્યૂહાત્મક લાભ થવા જઈ રહ્યા છે.

તેલ અને ગેસનું સંકટ દૂર થશે

અમેરિકા-ઈરાન પીસ ડીલની અસર આંતરરાષ્ટ્રીય બજાર પર સોમવારથી જ દેખાવા લાગી છે અને કાચા તેલના ભાવમાં અચાનક મોટી ગિરાવટ નોંધાઈ છે. ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે તેલ સપ્લાયનું સૌથી મોટું કેન્દ્ર છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85% તેલ વિદેશથી આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં કિંમતો ઘટવી એ દેશના એનર્જી સેક્ટર માટે સંજીવની સમાન છે.

Brent Crude: 5%નો ઘટાડો

WTI Crude: 5.50%નો ઘટાડો

Murban Crude: 7%નો ઘટાડો

પેટ્રોલ-ડીઝલ અને LPG સસ્તા થઈ શકે છે

હોર્મુઝ સ્ટ્રેટ ઓપન થવાથી અને તેલ-ગેસની સપ્લાય ચેઈનમાં સુધારો થવાથી દેશમાં પેટ્રોલિયમ પેદાશોની આયાત વધશે અને અછત સંપૂર્ણપણે સમાપ્ત થશે. કાચું તેલ સસ્તું થવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે પેટ્રોલ અને ડીઝલની પડતર કિંમત ઓછી થશે, જેથી આગામી દિવસોમાં દેશમાં ઇંધણના ભાવ ઘટી શકે છે. ગેસ સપ્લાયમાં નડતા અવરોધો દૂર થતાં ‘એલપીજી ક્રાઇસિસ’ ઓછો થશે અને ડોમેસ્ટિક તેમજ કોમર્શિયલ સિલિન્ડરના દામ ઘટી શકે છે. આનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટશે, જેના લીધે ખાવા-પીવાની ચીજો સહિત તમામ જરૂરી સામાન સસ્તો થશે અને દેશમાં મોંઘવારી નિયંત્રણમાં આવશે.

શેરબજારના સેન્ટિમેન્ટમાં મોટો સુધારો

વૈશ્વિક તણાવ, યુદ્ધ અને જીઓ-પોલિટિકલ કટોકટી એવી બાબતો છે જે સીધી શેરબજાર પર નકારાત્મક અસર કરે છે. ભારતીય શેરબજાર લાંબા સમયથી ઈઝરાયલ-પેલેસ્ટાઈન, રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન સંઘર્ષના કારણે દબાણ હેઠળ હતું. પરંતુ ટ્રમ્પની શાંતિ સમજૂતીની જાહેરાત બાદ, સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી રોકેટની ઝડપે ભાગવા લાગ્યા હતા. 

ભારતીય રૂપિયાને મળશે પ્રચંડ મજબૂતી

વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકી ડૉલર સામે ભારતીય કરન્સી રૂપિયો સતત નબળો પડી રહ્યો હતો અને તે 95ના ઐતિહાસિક આંકડાને પણ પાર કરી ગયો હતો. આ નબળાઈ પાછળ મોંઘું ક્રૂડ ઓઇલ મુખ્ય કારણ હતું. હવે કાચા તેલના ભાવ ઘટવાથી ભારતનું ઓઇલ ઇમ્પોર્ટ બિલ નોંધપાત્ર રીતે ઘટી જશે. આનાથી દેશની વ્યાપાર ખાધ ઓછી થશે, રૂપિયા પરથી દબાણ હટશે અને ભારતીય કરન્સી ડૉલર સામે ફરી મજબૂત સ્થિતિમાં આવી શકશે.

ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીય પ્રવાસીઓને મોટી રાહત

મિડલ ઈસ્ટના આ યુદ્ધે માત્ર આયાત-નિકાસને જ નુકસાન નહોતું પહોંચાડ્યું, પરંતુ ખાડી દેશો માં રહીને રોજગાર મેળવતા લાખો ભારતીયોના જીવન અને નોકરીઓ પર પણ મોટો ખતરો ઊભો કર્યો હતો. વિવિધ અહેવાલો અનુસાર, હાલમાં આશરે 90 લાખ ભારતીયો ખાડી દેશોમાં કામ કરે છે. આ શાંતિ સમજૂતીથી ત્યાં રહેતા પ્રવાસી ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને તેમના રોજગાર પર મંડરાઈ રહેલું જોખમ સંપૂર્ણપણે ટળી જશે, જે તેમના ભારતમાં રહેતા પરિવારો માટે પણ બહુ મોટી રાહત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…
INDIA

મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…

June 15, 2026
હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…
INDIA

હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા…, અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું મોટું નિવેદન | pm narendra modi…

June 15, 2026
મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…
INDIA

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

June 15, 2026
Next Post
સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ…

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ...

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po...

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

3 months ago
‘રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di…

‘રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન | kuber di…

11 months ago
ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

4 months ago
મમતા – મોદી : બંગાળમાં જબરજસ્ત રસાકસી | Mamata Modi: Huge rivalry in Bengal

મમતા – મોદી : બંગાળમાં જબરજસ્ત રસાકસી | Mamata Modi: Huge rivalry in Bengal

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News