gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra politics : મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષમાં ફૂટ પડવી હવે નિશ્ચિત થઈ ગઈ છે. બળવાખોર સાંસદો સામે એક્શન લેવા માટે બુધવારે ત્રણ લાઇનનો વ્હીપ જારી કરીને ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદીય દળની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ વ્હીપને ઘોળીને પી જતાં પક્ષના 9 માંથી 6 સાંસદો આ બેઠકમાંથી ગાયબ રહ્યા હતા અને માત્ર 3 જ સાંસદો હાજર રહ્યા હતા. આ કથિત ‘ઓપરેશન ટાઈગર’ વચ્ચે હવે એનસીપી પ્રમુખ શરદ પવારની પણ એન્ટ્રી થઈ છે. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શરદ પવારે તેમને ફોન કરીને બળવાખોરોને બરાબરનો પાઠ ભણાવવા માટે કહ્યું છે.

શરદ પવાર સાથે શું વાત થઈ? સંજય રાઉતનો મોટો દાવો

પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે દાવો કર્યો હતો કે વિપક્ષના વરિષ્ઠ નેતા શરદ પવારનો તેમની પર ફોન આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ છે કે આ ‘ગદ્દારો’ ને કોઈ પણ કાળે છોડવાના નથી અને જે સાંસદ પક્ષ છોડીને જાય તેના વિસ્તારમાં જઈને ‘રાડો’ (હંગામો/વિરોધ) કરો. રાઉતે વધુમાં કહ્યું કે, પવારે તેમને ખાતરી આપી છે કે તેઓ પોતે ઉદ્ધવ જૂથના નેતાઓ સાથે પક્ષપલટો કરનારા સાંસદોના મતવિસ્તારમાં જશે અને ત્યાં જાહેરસભાઓ (રેલીઓ) કરીને જનતાની વચ્ચે તેમને ખુલ્લા પાડશે. આ નેતાઓને સબક શીખવવો હવે અનિવાર્ય બની ગયો છે. જોકે, શરદ પવારની પાર્ટી તરફથી આ ફોન કોલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

ગેરહાજર રહેલા 6 સાંસદોને મોકલાશે નોટિસ

ગુરુવારે યોજાયેલી આ મહત્વની બેઠકમાં માત્ર અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે જ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ અનિલ દેસાઈએ સ્પષ્ટ કર્યું કે જે સાંસદો ગેરહાજર રહ્યા છે તેમને પક્ષ તરફથી કારણદર્શક નોટિસ મોકલવામાં આવશે. આ અગાઉ અરવિંદ સાવંતે પણ આકરા તેવર બતાવતા કહ્યું હતું કે વ્હીપ તમામ સાંસદોને ઘરના સરનામે, ઈમેલ અને વોટ્સએપ દ્વારા મોકલાયો હતો. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરાશે. તેમણે દિવંગત બાળાસાહેબ ઠાકરેના જૂના નિવેદનને યાદ કરતા એમ પણ કહ્યું કે, પક્ષ બદલનારાઓને બરાબરના ફટકારવા જોઈએ.

સ્પીકર ઓમ બિરલાને સોંપ્યો પત્ર, શિંદે જૂથમાં જોડાવાની તૈયારી

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બેઠકમાં ગેરહાજર રહેલા તમામ ૬ સાંસદો- નાગેશ આષ્ટીકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દીના પાટીલ, ઓમપ્રકાશ રાજેનિમ્બાળકર અને ભાઉસાહેબ વાકચૌરે એક થઈ ગયા છે. દલ-બદલ વિરોધી કાયદા (એન્ટી ડિફેક્શન લો) હેઠળ પોતાની સદસ્યતા બચાવવા માટે કુલ 9 માંથી ઓછામાં ઓછા 6 (બે તૃતીયાંશ) સાંસદોનું એકસાથે હોવું જરૂરી છે. આ તમામ 6 બળવાખોર સાંસદોએ સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં પક્ષના વિલયની માંગ કરતો એક પત્ર તૈયાર કરીને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપી દીધો છે. સ્પીકર ઓફિસ દ્વારા હવે આગામી દિવસોમાં આ સાંસદોને રૂબરૂ બોલાવીને વેરિફિકેશન (ચકાસણી) કર્યા બાદ આગળની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ...

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv...

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત | Fatal Road Acciden…

ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત | Fatal Road Acciden…

6 months ago
રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…

રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…

8 months ago
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સાંકડી વધઘટે સોનાચાંદીમાં પ્રવર્તતી સ્થિરતા | Stability prevailing in gold a…

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સાંકડી વધઘટે સોનાચાંદીમાં પ્રવર્તતી સ્થિરતા | Stability prevailing in gold a…

1 year ago
માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News