gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Red Tape Fined 8000 Rupees For Charging 10 Rupees Carry Bag: હરિયાણાના રોહતકમાં એક ગ્રાહક પાસેથી જૂતાંની સાથે 10 રૂપિયાની કેરી બેગ માટે પૈસા ઉઘરાવવા પ્રખ્યાત ફૂટવેર બ્રાન્ડ ‘રેડ ટેપ'(Red Tape)ને ભારે પડી ગયા છે. ત્રણ વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ હરિયાણા ગ્રાહક આયોગે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આયોગે આ વધારાના ચાર્જને ગેરવાજબી ઠેરવીને રેડ ટેપને બેગના 10 રૂપિયા પરત કરવાની સાથે ગ્રાહકને 8000 રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

એક અહેવાલ પ્રમાણે 1 એપ્રિલ 2023ના રોજ રોહતકના એક 27 વર્ષીય યુવકે રેડ ટેપ લિમિટેડના આઉટલેટમાંથી 2,069.70 રૂપિયાના બ્લેક કલરના જૂતાં ખરીદ્યા હતા. બિલિંગ કરતી વખતે આઉટલેટે કેરી બેગ માટે અલગથી 10 રૂપિયા વસૂલ્યા હતા. ગ્રાહકે જ્યારે મફતમાં બેગ આપવાની માગ કરી, ત્યારે કર્મચારીઓએ કંપનીની પોલિસીનો હવાલો આપીને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

આ બાબતથી નારાજ થઈને ગ્રાહકે ગ્રાહક ફોરમ(કન્ઝ્યુમર ફોરમ)નો દરવાજો ખખડાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે બેગ માટે પૈસા વસૂલવા એ ગેરકાનૂની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ગ્રાહકે ફોરમ સમક્ષ વિનંતી કરી હતી કે તેમને માનસિક ત્રાસ બદલ 50,000 રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ પેટે 22,000 રૂપિયા અપાવવામાં આવે.

કંપનીએ ‘પર્યાવરણ બચાવો’ની દલીલ આપી

આ મામલે રેડ ટેપનો પક્ષ રજૂ કરી રહેલા વકીલ મુકેશ સિંહે ફરિયાદ ફગાવી દેવાની અપીલ કરી હતી. કંપનીની દલીલ હતી કે, કેરી બેગનો ચાર્જ લેવાનો હેતુ ગ્રાહકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો, વૃક્ષો બચાવવાનો અને કેરી બેગના વપરાશને ઓછો કરવાનો હતો. કંપનીએ કહ્યું કે, ‘જ્યારે બેગ મફતમાં આપવામાં આવે છે ત્યારે ગ્રાહકો તેનો દુરુપયોગ કરે છે. શોરૂમની બહાર આ અંગેની સૂચના પહેલેથી જ આપવામાં આવી હતી કે ગ્રાહકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પોતાની બેગ જાતે લાવી શકે છે.’

કંપનીની દલીલ હતી કે, ‘બેગ ખરીદવી એ કોઈ પણ ગ્રાહક માટે ફરજિયાત નહોતું, પરંતુ તે સંપૂર્ણપણે ગ્રાહકોની સહમતિ પર નિર્ભર હતું. આ ઉપરાંત બેગ પર કોઈ બ્રાન્ડિંગ નહોતું, જેનાથી કંપનીની જાહેરાત કે પ્રચાર થઈ રહ્યો હોય.’

સામાન આપવો કંપનીની જવાબદારી: ગ્રાહકના વકીલની દલીલ

બીજી તરફ ગ્રાહક વતી હાજર રહેલા વકીલ સંદીપ કુમારે પોતાની જોરદાર દલીલમાં કહ્યું હતું કે કોઈ પણ કંપની બેગની કિંમત નહીં વસૂલી શકે. તેમણે કહ્યું કે ગ્રાહકોને ‘ડિલિવરી યોગ્ય સ્થિતિમાં’ સામાન સોંપવો એ દુકાનદારો અને કંપનીઓની મૂળભૂત ફરજ છે. વેપારના સંચાલન હેઠળ દુકાનદારોએ આવી બેગનો ખર્ચ જાતે જ ઉઠાવવો જોઈએ, કારણ કે આ એક બેઝિક કસ્ટમર સર્વિસનો ભાગ છે.

ગ્રાહક આયોગે શું ચુકાદો આપ્યો?

હરિયાણા ગ્રાહક આયોગના પ્રમુખ નાગેન્દ્ર સિંહ કાદિયાન અને સભ્ય તૃપ્તિ પન્નુ તથા ડૉ. વિજેન્દ્ર સિંહની બેન્ચે 12 જૂનના રોજ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આયોગે નોંધ્યું કે રેડ ટેપના પોતાના સોગંદનામામાં (એફિડેવિટમાં) જ એવી બાબતો સામેલ હતી, જે એ વાતનો સ્વીકાર કરે છે કે કેરી બેગ માટે કારણ વગર પૈસા વસૂલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા

અદાલતે તેને સેવામાં ખામી અને ગેરવાજબી વેપાર વ્યવહાર ગણાવ્યો હતો. આયોગે રેડ ટેપને આદેશ આપ્યો છે કે તે કેરી બેગના 10 રૂપિયા રિફંડ કરો. આ ઉપરાંત 30 દિવસની અંદર સેવામાં ખામીના વળતર પેટે 4,000 રૂપિયા અને કાનૂની ખર્ચના 4,000 રૂપિયા (કુલ 8,000 રૂપિયા) ગ્રાહકને ચૂકવવામાં આવે.

આ નિર્ણય મહત્ત્વપૂર્ણ કેમ છે?

આ ચુકાદો ગ્રાહકોની જાગૃતિ અને તેમના અધિકારોની તાકાત દર્શાવે છે. 10 રૂપિયાની એક સામાન્ય કેરી બેગથી શરૂ થયેલો આ વિવાદ ગેરવાજબી વેપાર પ્રથા સામે એક મોટી મિસાલ બની ગયો છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે ગ્રાહક સુરક્ષા અને તેમના અધિકારોની લડાઈમાં વિવાદિત રકમ કેટલી નાની છે તે મહત્ત્વનું નથી, પરંતુ આ મામલા સાથે જોડાયેલા સિદ્ધાંતો વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…
INDIA

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

June 18, 2026
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…
INDIA

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

June 18, 2026
પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

June 18, 2026
Next Post
21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C...

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ…

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફ...

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

2 months ago
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

3 months ago
સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

2 months ago
ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News