gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: Gandhinagar News : ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ને વૈશ્વિક કક્ષાનું બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બે અલગ-અલગ જાહેરનામા બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ને 65% થી ઘટાડીને સીધો 25% કરી દીધો છે. આ સાથે જ, અત્યાર સુધી 30 મિલી આલ્કોહોલના સર્વિંગ પર વસૂલાતી આશરે 240 રૂપિયાની સ્પેશિયલ ફી ને પણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂની કિંમતોમાં મોટો ઘટાડો થશે.

કિંમતોની વિસંગતતા દૂર કરવાનો પ્રયાસ

વહીવટી તંત્રના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ફી નાબૂદ કરીને અને વેટમાં ભારે ઘટાડો કરીને રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં અન્ય મોટા મેટ્રો શહેરો જેવી જ કિંમતો લાવવા માંગે છે. આ સુધારા પાછળનો હેતુ અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને આકર્ષવાનો છે. વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે અગાઉની કર વ્યવસ્થાને કારણે ફિનટેક હબમાં ડ્રિંક્સ અન્ય ભારતીય મેટ્રો શહેરો કરતાં ઘણા વધારે મોંઘા પડતા હતા. જે એક મોટી વિસંગતતા હતી.

ગ્રાહકોના ખિસ્સા પર કેવી અસર પડશે? 

આ ટેક્સ ઘટાડાની વાસ્તવિક અસર સમજવા માટેની ગણતરી ખૂબ જ ચોંકાવનારી છે. અગાઉ ગિફ્ટ સિટીની વાઇન-એન્ડ-ડાઇન ફેસિલિટીમાં જે વિદેશી દારૂના ડ્રિંકની મેનૂ પ્રાઇઝ 100 રૂપિયા હતી, તેના પર 240 રૂપિયા સ્પેશિયલ ફી અને 65% વેટ લેખેના 221 રૂપિયા ઉમેરાતા ગ્રાહકને તે ડ્રિંક 561 રૂપિયામાં પડતું હતું. સરકારના નવા સુધારા બાદ હવે આ 100 રૂપિયાનું ડ્રિંક માત્ર 125 રૂપિયામાં મળશે. એ જ રીતે, જે પ્રીમિયમ ડ્રિંકની મેનૂ પ્રાઇઝ 1000 રૂપિયા હતી, તે અગાઉ 240 રૂપિયાની ફી અને ચક્રવૃદ્ધિ વેટના કારણે 2046 રૂપિયામાં પડતી હતી, જે હવે ઘટીને માત્ર 1250 રૂપિયા થઈ જશે.

અન્ય મેટ્રો સિટીની તુલનાએ કિંમતમાં ભારે અસમાનતા હતી

અત્યાર સુધી પ્રતિ બલ્ક લીટર 8,000 રૂપિયા લેખે (જે 30 મિલી દીઠ 240 રૂપિયા થતી હતી) તમામ કેટેગરી પર સમાન રીતે સ્પેશિયલ ફી લેવાતી હતી. જે મુંબઈ કે દિલ્હી જેવા બજારોમાં અસ્તિત્વ ધરાવતી નથી. વધુમાં, અન્ય રાજ્યો માત્ર મેનૂ પ્રાઇઝ પર વેટ લે છે, જ્યારે ગિફ્ટ સિટીમાં મેનૂ પ્રાઇઝ વત્તા સ્પેશિયલ ફીના કુલ સરવાળા પર 65% વેટ ગણાતો હતો, જેના કારણે કિંમતો આસમાને પહોંચી જતી હતી. આ અસંગત ભાવોને લીધે હોસ્પિટાલિટી ઓપરેટર્સના માર્જિન ઘટતા હતા.

2030 ની કોમનવેલ્થ ગેમ્સ પર સરકારની નજર

આ આંતરિક કાયદાકીય સુધારા પાછળ રાજ્ય સરકાર દ્વારા હોસ્ટ થનારી 2030 ની કોમનવેલ્થ ગેમ્સ પણ એક મોટું કારણ છે. આ પ્રસ્તાવિત ગેમ્સના કેટલાક વેન્યુ ગિફ્ટ સિટીની નજીક હોવાથી અને વિદેશી મહેમાનો-ખેલાડીઓ જ્યાં રોકાવાના છે તે ઝોનમાં પણ ભવિષ્યમાં આવી જ લિબરલ લિકર પોલિસી લાગુ કરવાની ગણતરી હોવાથી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે અગાઉ ડિસેમ્બર 2023 માં ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં પ્રથમ વખત ઢીલ આપી હતી અને ત્યારબાદ ડિસેમ્બર 2025 માં પણ અન્ય નિયમો વધુ સરળ કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

4 months ago
દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…

5 months ago
ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

8 months ago
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News