PM Modi to Address Nation : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધનું અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિશ્વભરને સંદેશો આપવાની સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી આપી છે. પીએમ મોદીએ સંબોધન દરમિયાન પાકિસ્તાન અને આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે ભારતીય જવાનોનું મનોબળ પણ વધાર્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર અંગે બોલતા કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ન્યાયનો અખંડ સંકલ્પ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે.