gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2025
in INDIA
0 0
0
નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar CM Nitish Kumar: બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. જેની તાડામાર તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારને લઘુમતી સમુદાય તરફથી મોટો ઝટકો મળ્યો છે. જેડીયુને વક્ફ સુધારા બિલનું સમર્થન કરવાનું ભારે પડ્યું હોવાના સંકેતો મળ્યા છે. મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે JDUના વક્ફ સુધારા બિલને સમર્થનના કારણે મુસ્લિમ સંગઠનો તેનાથી નારાજ છે અને પહેલીવાર નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. આ ઈફ્તાર પાર્ટી રવિવારે પટનામાં યોજાવા જઈ રહી છે.

એનડીએ સરકાર લાવી રહી છે વક્ફ (સુધારા) બિલ, 2024

બિહારમાં જેડીયુના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. BJP, LJP (R) અને હિન્દુસ્તાન આવામ મોરચા પણ આ સરકારનો હિસ્સો છે. કેન્દ્રની મોદી સરકાર વક્ફ (સુધારા) બિલ, 2024 લાવવાની તૈયારી કરી રહી છે. ફેબ્રુઆરી 2025માં મોદી કેબિનેટે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા પ્રસ્તાવિત 14 સુધારાઓને મંજૂરી આપી દીધી છે. આ સુધારાઓ વક્ફ મિલકતોની નોંધણી, વિવાદ પતાવટની પ્રક્રિયાઓ અને વક્ફ બોર્ડની રચના સાથે સંબંધિત છે. વિરોધ પક્ષોએ બિલની કેટલીક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે.

મુસ્લિમ સંગઠનોએ શું નિર્ણય લીધો?

મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ અને ઈમારત-એ-શરિયાએ વક્ફ (સુધારા) બિલ પર એનડીએના સહયોગી નીતિશ કુમાર, એન ચંદ્રબાબુ નાયડુ અને ચિરાગ પાસવાનના વલણને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. તેમણે ઇફ્તાર, ઇદ મિલન અને અન્ય કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર કરનાર સંગઠનોમાં ઇમારત-એ-શરિયા, જમાત ઇસ્લામી, જમાત એહલે હદીસ, ખાનકાહ-એ- મોજબિયા, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમિયત ઉલેમા-એ-હિંદ અને ખાનકાહ-એ-રહેમાની છે. અન્ય મુસ્લિમ સંગઠનોથી અંતર જાળવવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ‘લોકો નહીં પણ નેતાઓ જાતિવાદી હોય છે…’ નીતિન ગડકરીના નિવેદનથી રાજકારણમાં હડકંપ

બહિષ્કારનો નિર્ણય કેમ લેવાયો?

ઈમારત-એ-શરિયાના જનરલ સેક્રેટરી મુફ્તી સૈદુર રહેમાને મીડિયાને જણાવ્યું હતું કે, અમારી ધાર્મિક સંસ્થાઓ નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીમાં ભાગ લેશે નહીં. જેડીયુએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વક્ફ સુધારા બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, તે દૃષ્ટિકોણથી અમે મુખ્યમંત્રીની ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. જમિયતના વડા મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં આરોપ મૂક્યો હતો કે, આ નેતાઓ સરકારના ‘બંધારણ વિરોધી પગલાં’નું સમર્થન કરી રહ્યા છે.

આરજેડીએ શું કહ્યું?

આરજેડીએ નીતિશ કુમારની ઈફ્તાર પાર્ટીના બહિષ્કારનો નિર્ણય સ્વીકાર્યો છે. આરજેડીના પ્રવક્તા એઝાઝ અહેમદે કહ્યું કે મુસ્લિમ સંગઠનોનો નિર્ણય યોગ્ય છે. જેડીયુ મુસ્લિમો સાથે બેવડું વલણ અપનાવી રહી છે. એક તરફ વક્ફ બિલ માટે સમર્થન અને બીજી તરફ ઈફ્તારની મહેફિલ… બંને કામ નહીં કરે. જેડીયુ, ટીડીપી અને એલજેપી (આર) તમામ ભાજપના એજન્ડા સાથે છે.

ભાજપ પર નિશાન સાધ્યું

આરજેડીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું- અમે ઈફ્તારનું આયોજન કરીએ છીએ તો તેઓ અમને નિશાન બનાવે છે. જો નીતિશ કુમાર દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવે તો અમે મૌન રહીએ છીએ. અમે તિલક પણ કરીએ છીએ અને ટોપી પણ પહેરીએ છીએ. અમારા નેતા તેજસ્વી યાદવ મંદિરે જાય છે અને ઇફ્તારમાં પણ હાજરી આપે છે.

JDUએ શું આપ્યો જવાબ?

જેડીયુના પ્રવક્તા નવલ શર્માએ કહ્યું કે, ધર્મનિરપેક્ષતાના રક્ષણ માટે નીતિશ કુમારની પ્રતિબદ્ધતા જાણીતી છે. છેલ્લાં 20 વર્ષમાં બિહારમાં લઘુમતીઓના સન્માન અને આજીવિકા માટે નીતિશ કુમારે ગંભીર ચિંતા દર્શાવી છે. નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી ઈફ્તાર પાર્ટીઓ આપી રહ્યા છે. આ કોઈ નવી વાત નથી. પરંતુ પોતાના સમયમાં બિહારમાં કબ્રસ્તાનની જમીનો કબજે કરનાર, મદરેસા શિક્ષકોને ભૂખ્યા રાખનારા અને ભાગલપુર રમખાણોના આરોપીઓને બચાવનારી આરજેડી કયા મોઢેથી બોલે છે?

ભાજપે આરજેડીને ઘેરી

ભાજપના પ્રવક્તા પ્રભાકર મિશ્રાએ કહ્યું કે, બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વક્ફ સુધારા બિલને સમર્થન આપવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરજેડી દ્વારા આનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, સુધારો બિલ વક્ફ બોર્ડની કરોડોની સંપત્તિ બચાવવા માટે અમલી બનાવવામાં આવી રહ્યો છે. આ મિલકતનો ગેરકાયદેસર કબજો અને દુરુપયોગની ફરિયાદો લાંબા સમયથી આવી રહી હતી. આ બિલ તેને બચાવવા માટે છે. તેથી મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી. મુસ્લિમ સંગઠનોના લોકોને અપીલ છે કે તેઓ આરજેડીના ખોટા પ્રચાર અને લોકોને ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહે. તેમને માત્ર પોતાના વોટ બેન્કની જ ચિંતા છે. જ્યારે સીએમ નીતિશ કુમાર એનડીએના સબકા સાથ, સબકા વિકાસ અને પરસ્પર સંવાદિતા સાથે આગળ વધી રહ્યા છે.

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
જામનગર નજીક હાપા જવાહર નગરમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થીનીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત | Su…

જામનગર નજીક હાપા જવાહર નગરમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થીનીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત | Su...

છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસ વધીને બમણી રહી | Tobacco exports from India have doubl…

છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસ વધીને બમણી રહી | Tobacco exports from India have doubl...

VIDEO : ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો | On camera: Pu…

VIDEO : ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો | On camera: Pu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

4 months ago
પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

9 months ago
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

5 months ago
વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી, 2 યુવકના કમકમાટીભર્યા મોત | viramgam hig…

વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી, 2 યુવકના કમકમાટીભર્યા મોત | viramgam hig…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News