gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

G METRO NEWS by G METRO NEWS
August 23, 2026
in GUJARAT
0 0
0
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
3
VIEWS
Share on FacebookShare on Twitter

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા હેતુથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગર તથા સર તખતસિંહજી સર્ટી હોસ્પિટલ બ્લડ બેન્ક, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વલ્લભીપુર ખાતે બ્રહ્માકુમારી સેન્ટર, પ્લોટ નં. ૨, શ્રી વીલા સોસાયટી, પાંજરાપોળની સામે, હાઈવે રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય અને અમૂલ્ય જિંદગીઓ બચાવી શકાય તેવા હેતુથી સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓમાં સેવાભાવ અને માનવતાની ભાવના જોવા મળી હતી.

આ ઉપરાંત, નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગરની સૂચના તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, ભાવનગરના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથી દવાખાનું, આણંદપર દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને હોમિયોપેથી સારવારનો લાભ લીધો હતો. તેમજ આરોગ્યલક્ષી આઈ.સી. પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પ દરમિયાન સરકારી હોમિયોપેથી દવાખાના, આણંદપરના મેડિકલ ઓફિસર ડો. લાલજીભાઈ એસ. ગોહિલે પોતાની ફરજ બજાવી હતી.

કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા જનરલ ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ, હાર્ટ ચેકઅપ, શ્વાસરોગ નિદાન, હાડકાં-સાંધાની તપાસ, પેટ તથા પાચનતંત્રની તપાસ અને આંખોની તપાસ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લોકોને આપવામાં આવ્યો હતો. જરૂરિયાત મુજબ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેન દેવિકાબેન તથા આયોજકોએ જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે.” સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે. રક્તદાન સાથે નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ કરાવીને આ સમગ્ર કાર્યક્રમ દ્વારા જનસેવા તથા માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

આ સેવાકીય કાર્યક્રમમાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી, વલ્લભીપુર શહેરના પ્રમુખશ્રી નામદેવસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટી વલ્લભીપુર શહેરના પ્રભારીશ્રી શિલ્પાબેન ડાભી, માજી પ્રમુખશ્રી વશરામભાઈ આહિર, વલ્લભીપુરના એડવોકેટ સોહમભાઈ ત્રિવેદી, વલ્લભીપુરના અગ્રણી શ્રી કિશોરસિંહ ઘેલડા, શ્રી વીલા સોસાયટીના પ્રમુખશ્રી રામભાઈ આહિર, શ્રી કિશોરસિંહ ગોહિલ તેમજ વલ્લભીપુર શહેરના તમામ પદાધિકારીઓ અને સેવાભાવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિથી સમગ્ર સેવાકીય કાર્યક્રમને પ્રોત્સાહન મળ્યું હતું તથા સમાજમાં જનસેવા અને માનવતાના કાર્યને વધુ વેગ મળ્યો હતો.

કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ તેમને પ્રસાદી અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝના કાર્યકરો, તબીબો, આરોગ્ય વિભાગની ટીમ, બ્લડ બેન્કની ટીમ તથા સેવાભાવી કાર્યકરોએ નોંધપાત્ર સેવા આપી હતી.

આ સમગ્ર સેવાકીય આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝ બી.કે. દેવિકાબેન તથા બી.કે. પ્રાપ્તિબેનના માર્ગદર્શન સાથે સેવાધારી વિરેન્દ્રસિંહ ચૌહાણ, વિપુલસિંહ સોલંકી, કરશનભાઈ મકવાણા, વનરાજસિંહ સોલંકી અને નિકુંજભાઈ લંગાળીયાએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. તમામ સેવાધારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ અર્પણ કરી કેમ્પને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the...

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : બિહારમાં આકાશી વીજળીનો ‘કહેર’, મંદિરના શિખરમાં તિરાડ, વૃક્ષ સળગ્યું, મૃતકાંક 22 થયો | /light…

VIDEO : બિહારમાં આકાશી વીજળીનો ‘કહેર’, મંદિરના શિખરમાં તિરાડ, વૃક્ષ સળગ્યું, મૃતકાંક 22 થયો | /light…

2 years ago
યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

4 months ago
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man caught with 48 strands of banned Chinese ro…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man caught with 48 strands of banned Chinese ro…

9 months ago
VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News