સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત તા. 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સાંજે 7:00 કલાકે ઔદિચ્ય છાત્રાલય, સિહોર ખાતે જનરલ મીટીંગ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોરના તમામ સભ્યો સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટ્ય અને સેવાકીય અહેવાલ:
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રુપના સેક્રેટરી શ્રી નિશાંતભાઈ ગોરડીયા દ્વારા જાન્યુઆરી 2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા 37 જેટલા સેવાકીય પ્રોજેક્ટ્સનો વિસ્તૃત અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો આ સંસ્થા માં દાતાશ્રીઓ તેમજ આપણી જાયન્ટ્સ ગ્રુપ ના મેમ્બરસ દ્વારા દાતા તરીકે પણ સહકાર આપ્યો હતો .
આ કાર્યક્રમ માં મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ પ્રસંગે ડાયસ પર ગ્રુપના પ્રમુખ શ્રી સમીરભાઈ બેલીમ IPP શ્રી જયદત્તભાઈ જાની, સેક્રેટરી શ્રી નિશાંતભાઈ ગોરડીયા P.R.O. વરિષ્ઠ પત્રકાર શ્રી હરિશભાઈ પવાર તેમજ સિનિયર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખશ્રી સમીરભાઈ બેલીમ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.
સંગીત સંધ્યાએ રંગ જમાવ્યો:
કાર્યક્રમમાં જાયન્ટ્સ મેમ્બર શ્રી હિરેનભાઈ પંડ્યા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કૃપાબેન પંડ્યા દ્વારા સુમધુર સંગીત સંધ્યા રજૂ કરવામાં આવી હતી. તેમના મધુર સ્વરથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું.
માર્ગદર્શન અને આભારવિધિ:
સિનિયર મેમ્બર શ્રી મહેન્દ્રભાઈ મણિયાર અને શ્રી ભરતભાઈ ભટ્ટ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી સુનિલભાઈ ત્રિવેદી દ્વારા સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયાની શ્રેષ્ઠ કામગીરી અને રિપોર્ટિંગને બિરદાવવામાં આવી હતી. અંતમાં ગ્રુપની પ્રવૃત્તિઓનો વ્યાપ વધુ વિસ્તૃત કરવા આહવાન સાથે આભારવિધિ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે સર્વે સભ્યોએ સ્વરુચિ ભોજન સાથે સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉમંગ અને આનંદ સાથે અવિસ્મરણીય બની રહ્યો હતો.









