નિર્માણ કાર્યોની પ્રગતિ, રેલવે સંરક્ષા અને મુસાફર સુવિધાઓની વ્યવસ્થાઓની સમીક્ષા કરી
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ 23 ઑક્ટોબર, 2026ના રોજ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ (BG) નિર્માણ કાર્યોનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો હેતુ નિર્માણ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવાની સાથે રેલવે સંરક્ષા, નિર્માણની ગુણવત્તા અને મુસાફર સુવિધાઓ સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરવાનો હતો.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન ડિવિજનલ રેલવે મેનેજરે રેલવે સેક્શનમાં ચાલી રહેલાં વિવિધ નિર્માણ કાર્યોની પ્રગતિનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે રેલવે અંડર બ્રિજ (RUB), પુલો, સમપાર ફાટકો (લેવલ ક્રોસિંગ ગેટ્સ), વળાંકો (કર્વ), ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને પૉઇન્ટ્સનું નિરીક્ષણ કરીને સંબંધિત કાર્યોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
નિરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષા સાથે સંકળાયેલા વિવિધ તકનીકી પાસાઓ તેમજ નિર્માણ કાર્યોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબંધિત અધિકારીઓ પાસેથી નિર્માણ કાર્યોની પ્રગતિ અને તકનીકી વ્યવસ્થાઓ અંગેની માહિતી પણ મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત, ડિવિજનલ રેલવે મેનેજરે અમરેલી રેલવે સ્ટેશન પર મુસાફરોને પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ અને સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરીને મુસાફર સુવિધાઓની યોગ્ય જાળવણી અને વધુ સારી વ્યવસ્થાપન વ્યવસ્થાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ રેલવે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માળખાકીય સુવિધાઓના વિકાસ, નિર્માણ કાર્યોની ગુણવત્તા અને મુસાફર સુવિધાઓના સતત વિકાસ તથા ઉન્નતીકરણ માટે પ્રતિબદ્ધ છે. આ સંરક્ષા નિરીક્ષણ દરમિયાન મંડળના વરિષ્ઠ શાખા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







