gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2026
in GUJARAT
0 0
0
દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યભરની સરકારી હોસ્પિટલો અને ૧૪૯૪ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં બર્ન કેસ માટે વિશેષ સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ

તહેવારોમાં નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા આરોગ્ય વિભાગ સજ્જ: મંત્રી પ્રફુલ પાનશેરીયા

દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોને પહોંચી વળવા ૧૦૮-EMS ટીમ સંપૂર્ણ સજ્જ: ઝીરો લીવ પોલિસી અને અદ્યતન ટેક્નોલોજીથી અવિરત સેવાઓ સુનિશ્ચિત

ઇમરજન્સીમાં તબીબી સેવા અને સમર્પણની ભાવનાથી પૂર્વરત રાખવા આરોગ્યમંત્રીશ્રીનો અનુરોધ

સુરત, રવિવાર

પ્રકાશના પર્વ દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણીના સુભગ અવસરે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ અવિરત અને સુદ્રઢ બની રહે તે હેતુથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સુરત ખાતેથી રાજ્યભરના આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગની ટીમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, તમામ સિવિલ હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ્સ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના વડાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ હતી.

મંત્રીશ્રીએ રાજ્યના તમામ આરોગ્યકર્મીઓ અને તબીબોને પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા આગોતરૂ અને સઘન આયોજન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું હતું કે, તબીબી વ્યવસાય એ માનવસેવાનો પરમ ધર્મ છે. દીપાવલીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ પણ સ્થળે આકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે અત્યંત જરૂરી છે. આથી, મંત્રીશ્રીએ તમામ તબીબો અને હેલ્થકેર સ્ટાફને વેકેશનના દિવસોમાં પણ સેવા અને સમર્પણની ભાવના સાથે તત્પર રહેવા અને પોતાની ફરજ પર હાજર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તહેવારો દરમિયાન ફટાકડાથી દાઝવા, અકસ્માત કે અન્ય આરોગ્ય વિષયક કટોકટીના કિસ્સાઓમાં સમયસર સારવાર મળી રહે તે માટે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા સેન્ટર, બ્લડ બેંક અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓને ૨૪x૭ કાર્યરત રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી. હોસ્પિટલોમાં તબીબી સ્ટાફ, દવાઓ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ઓઈન્ટમેન્ટ્સ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે,  રાજ્યભરમાં ૧૦૮ ઇમરજન્સીની ૧,૪૯૪ એમ્બ્યુલન્સ ગાડીઓ રાત્રિના સમયે સતત કાર્યરત રહેશે. ઇમરજન્સી કોલ્સની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ૧૦૮ ના કોલ સેન્ટર ખાતે વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત, આરોગ્ય વિભાગના સંકલનથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી પરિસ્થિતિ માટે સરકારી હોસ્પિટલોમાં જરૂરી તમામ દવાઓ અને મેડિકલ સ્ટાફની પૂરતી ઉપલબ્ધતા સાથે બર્ન્સ કેસમાં વિશેષ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

::EMS ૧૦૮ની ટેક્નોલોજી અને માળખાકીય સુવિધાઓના સતત આધુનિકીકરણથી વધુ સક્ષમ બનતી સેવાઓ::

 દરેક ઇમરજન્સી કોલ માટે સૌથી નજીકની અને યોગ્ય એમ્બ્યુલન્સની સ્વચાલિત ફાળવણી કરવામાં આવે છે. દરેક ઇમરજન્સી કેસનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી સમયસર પ્રતિસાદ અને અસરકારક તબીબી મદદ સુનિશ્ચિત થઈ શકે.

તહેવારના સમયગાળા દરમિયાન સંભવિત ઇમરજન્સી કેસોમાં થનારા વધારાને પહોંચી વળવા માટે ૧૦૮-EMSની ટીમ સંપૂર્ણ સજ્જ

 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) ખાતે ઝીરો લીવ અને સાપ્તાહિક રજાના નિયંત્રણ સાથે ડ્યૂટી રોસ્ટર અમલમાં મૂકવામાં આવ્યા છે.

વધુ સારા સંકલન અને એમ્બ્યુલન્સના ઝડપી ટર્નઅરાઉન્ડ માટે મુખ્ય હોસ્પિટલોમાં ફિલ્ડ સ્ટાફ અને સુપરવાઇઝરી સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે.

તમામ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય સપોર્ટ ટીમો ઉપલબ્ધ રાખવામાં આવી છે.

વાહનોમાં કોઈ ટેકનિકલ ખામી કે બ્રેકડાઉન ન સર્જાય તે માટે તમામ એમ્બ્યુલન્સનું અગાઉથી સર્વિસિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે.

તહેવારો દરમિયાન સતત અને અવિરત સેવા જળવાઈ રહે તે માટે દવાઓ અને મેડિકલ કન્ઝ્યુમેબલ્સનો પૂરતો તેમજ વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે

રિપોર્ટર પાયલ ગોરસિયા સુરત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે | schools warnts against …

ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે | schools warnts against …

7 months ago
ભાજપના મંત્રી ‘અપશબ્દો’ બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા, જાણો મામલો | sdm an…

ભાજપના મંત્રી ‘અપશબ્દો’ બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા, જાણો મામલો | sdm an…

10 months ago
પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

1 year ago
કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News