– આ વખતે સાનુકુળ કુદરતી પરિબળોના કારણે નૈઋત્યનું ચોમાસુ પાંચ દિવસ વહેલું બેઠું
– પશ્ચિમના પવનો, સતત ત્રણ દિવસ વરસાદ, વાતાવરણમાં ભજનું વધુ પ્રમાણ, સમુદ્રની સપાટીનું તાપમાન ઘટયું
નવી દિલ્હી/મુંબઇ : હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આજે ૨૦૨૫ની ૧૩,મે એ નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન –નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. સામાન્ય રીતે કુદરતી ચક્ર મુજબ નૈઋત્યનું ચોમાસુ દર વર્ષે ૧૮ –૨૨ -મે દરમિયાન આંદામાન – નિકોબારમાં પ્રવેશ કરે છે. જોકે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ૨૦૨૫નું નૈઋત્યનું ચોમાસુ તેની કુદરતી પરંપરા કરતાં પાંચેક દિવસ વહેલાં આંદામાન –નિકોબારમાં આવી પહોંચ્યું છે.