વલભીપુર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું પથુભાને ઝડપી ન્યાય આપવા માંગ કરી
વલભીપુર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું પથુભાને ઝડપી ન્યાય આપવા માંગ કરી ઉમરાળા તાલુકાના પીપરાળી ગામના પથુભા મેરુભા ગોહિલનું 25 નવેમ્બર, 2026ના રોજ ભાવનગર જિલ્લા જેલમાં મૃત્યુ થયું હતું.
આ મામલે પરિવાર અને ઉમરાળા તાલુકા રાજપૂત સમાજે ન્યાયની માંગ કરી છે. તેમણે જવાબદારો સામે ગુનો નોંધવા અને SIT તપાસ કરાવવાની માગ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે પથુભા ગોહિલને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા.
તેમની પાસેથી રૂ. 1.85 કરોડની ખંડણી માગવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ, તેમને સતત માનસિક ત્રાસ અને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. પરિવારની રજૂઆત મુજબ, વલ્લભભાઈ મેઘજીભાઈ વિરડીયા, વિશાલભાઈ ધામેલીયા (રાજગઢ) અને તેમના મળતીયાઓએ કાવતરું રચ્યું હતું
. વરતેજ અને ઘોઘા સહિતનાં પોલીસ સ્ટેશનોમાં વિલંબથી ફરિયાદો નોંધાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. મૂળ ફરિયાદો અને સાહેદોનાં નિવેદનોમાં પથુભાનું નામ ન હોવા છતાં પાછળથી નિવેદનો ઊભાં કરીને તેમને આરોપી બનાવાયા હોવાનો પણ પરિવારનો દાવો છે.
ગુજસીટોક (GUJCTOC) જેવી ગંભીર કલમો ખોટી રીતે ઉમેરાવાઈ હોવાની રજૂઆત પણ કરાઈ છે. પરિવારના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટમાં એવા ગુના અંગે ખોટું સોગંદનામું રજૂ કરાયું હતું, જેમાં પથુભાનું નામ કે ચાર્જશીટમાં ઉલ્લેખ નહોતો. આ રીતે તેમના જામીન અટકાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે.
પરિવારનો વધુમાં આક્ષેપ છે કે કોર્ટની મુદતો દરમિયાન, જેલવાસ વખતે અને 17/06/2026થી 25/06/2026 દરમિયાન મળેલી પેરોલ વખતે પથુભા તથા તેમના પરિવાર પાસેથી રૂ. 1,85,00,000ની ખંડણી માગવામાં આવતી હતી. પૈસા નહીં આપે તો પથુભાને જેલમાં મારી નાખવાની અને પરિવારજનોને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી અપાઈ હોવાનો દાવો છે. પરિવારના કહેવા મુજબ, સતત માનસિક ત્રાસ, દબાણ અને ચિંતાને કારણે પથુભા તણાવમાં રહેતા હતા.
તેમનું 25/11/2026ના રોજ ભાવનગર જિલ્લા જેલમાં મૃત્યુ થયું હતું. પરિવાર અને સમાજે પથુભાના મૃત્યુ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કરાયેલા વલ્લભભાઈ મેઘજીભાઈ વિરડીયા, વિશાલભાઈ ધામેલીયા (રાજગઢ) અને તપાસમાં સંડોવણી બહાર આવે તેવા અન્ય લોકો સામે ગુનો નોંધવાની માગ કરી છે.
તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવાની માગ કરી છે. પરિવારની ફરિયાદમાં બંને વ્યક્તિઓનાં નામ સામેલ કરીને કાયદેસરની તપાસ કરવાની પણ માંગ છે. સત્ય બહાર લાવવા કાયદાકીય પ્રક્રિયા અને યોગ્ય મંજૂરીને આધીન સંબંધિત લોકોની નાર્કો ટેસ્ટ સહિતની વૈજ્ઞાનિક તપાસ કરવાની માગ પણ રજૂઆતમાં કરાઈ છે.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા







