gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન વિરુદ્ધની લડતમાં મુસ્લિમ દેશનું ભારતને સમર્થન, જયશંકરે ફોન કરી આભાર માન્યો | Muslim countr…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન વિરુદ્ધની લડતમાં મુસ્લિમ દેશનું ભારતને સમર્થન, જયશંકરે ફોન કરી આભાર માન્યો | Muslim countr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

S. Jaishankar: આતંકવાદ સામે લડાઈમાં ભારતને મુસ્લિમ દેશ અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનનું પણ સમર્થન મળ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકી સાથે પહેલીવાર વાતચીત કરી છે. તાલિબાનને ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે આ પહેલી ઉચ્ચ સ્તરીય વાતચીત છે. 

અફઘાન સરકારે પહલગામ હુમલાની કરી ટીકા

આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી જવાબી કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો છે. અફઘાન સરકારે આ હુમલાની આકરી ટીકા કરી હતી, જેના જયશંકરે વખાણ કર્યા હતા. 

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

એસ જયશંકરે પોસ્ટ કરી આપી જાણકારી

એસ. જયશંકરે વાતચીત બાદ એક્સ પર લખ્યું, ‘અફઘાનના કાર્યકારી વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાતચીત થઈ. પહલગામ હુમલાની તેમની સ્પષ્ટ નિંદા માટે આભાર. અફઘાન અને ભારતની જનતાના પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો અને તેમની વિકાસ જરૂરિયાતો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી.’

ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર થઈ વાતચીત

તાલિબાનના વિદેશ મંત્રાલય અનુસાર, આ વાતચીતમાં મુત્તાકીએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને સશક્ત કરવા, વ્યાપાર વધારવા અને રાજકીય સંબંધોને મજબૂતી આપવા પર ભાર મૂક્યો. તેમણે ભારતને મહત્ત્વપૂર્ણ દેશ જણાવ્યો અને અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધોનો ઉલેલખ કરતાં તેને મજબૂત કરવાની આશા વ્યક્ત કરી. મુત્તાકીએ ખાસ કરીને અફઘાન વ્યાપારી અને દર્દીઓ માટે ભારતના વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવાની અપીલ કરી. આ સાથે જ ભારતમાં બંધ અફઘાન કેદીઓની મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી. 

જયશંકરે તમામ મુદ્દા પર ભારત તરફથી સકારાત્મક સહયોગનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે, ભારત રાજકીય અને આર્થિક ક્ષેત્રે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

આ પણ વાંચોઃ ‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ

આ વાતચીતમાં ઈરાન સ્થિત ચાબહાર બંદરને લઈને પણ ચર્ચા થઈ હતી, જે ભારત માટે અફઘાનિસ્તાન સુધી પહોંચવાનો વ્યુનૈતિક માર્ગ છે. આ પાકિસ્તાનને બાયપાસ કરે છે. આ સિવાય ક્ષેત્રીય સુરક્ષા, સ્થિરતા અને બંને દેશો વચ્ચે આર્થિક અને માનવીય સહયોગને વધારવા માટે સંમતિ વ્યક્ત કરી. 

પહેલી ઉચ્ચ સ્તરીય વાતચીત

નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ દુબઈમાં મુત્તાકી સાથે મુલાકાત કરી હતી, જે તાલિબાન શાસક સાથે ભારતનો પહેલો ઉચ્ચ સ્તરીય સંપર્ક હતો. 

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું કે, પાકિસ્તાન સાથે ભારતના સંબંધ અને વ્યવહાર સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય રહેશે. આ સંબંધમાં અનેક વર્ષોથી રાષ્ટ્રીય સંમતિ બની છે અને તેમાં કોઈ બદલાવ નહીં થાય. જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહલગામ હુમલાના ગુનેગારોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને 7 મેની સવારે, અમે ઓપરેશન સિંદૂર દ્વારા તેમને જવાબદાર ઠેરવ્યા. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતે લક્ષ્ય હાંસલ કર્યું અને એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ગોળીબાર રોકવા માટે કોણ તૈયાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his ...

કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઇકોર્ટે ફરી લ…

કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે: કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઇકોર્ટે ફરી લ...

વિવિધ દેશોમાં સાંસદોનું પ્રતિનિધિ મંડળ મોકલવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, દુનિયાને બતાવશે પાકિસ્તાનનો…

વિવિધ દેશોમાં સાંસદોનું પ્રતિનિધિ મંડળ મોકલવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, દુનિયાને બતાવશે પાકિસ્તાનનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

5 months ago
પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

8 months ago
LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

9 months ago
રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c…

રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News