India Pakistan ceasefire : સંસદના એનેક્સી ભવનમાં આજે વિદેશ મામલાની સ્થાઈ સંસદીય સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિના સાંસદોએ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામ તથા ટ્રમ્પની મધ્યસ્થીના દાવા અંગે સવાલ ઉઠાવ્યા. સૂત્રો અનુસાર જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે સંઘર્ષ વિરામમાં ત્રીજા કોઈની મધ્યસ્થી નથી. આ નિર્ણય દ્વિપક્ષીય સ્તર પર લેવાયો હતો.
ભારત અને પાકિસ્તાનમાં સંઘર્ષ વિરામમાં કોઈ મધ્યસ્થી નહીં