Chhattisgarh Sukma Encounter : છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન CRPF અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સામે સામે થયેલા ગોળીબાર દરમિયાન સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે અને બે જવાનો ઘાયલ થયા છે. આ દરમિયાન એક નક્સલીને પણ ઠાર કરવામાં આવ્યો છે.
સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર
બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા બાદ સીઆરપીએફની ટીમ સ્થળ પર પહોંચી હતી.