gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monsoon 2025:  હવામાન વિભાગના અહેવાલ અનુસાર કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે. આ સાથે 16  વર્ષમાં પહેલીવાર કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની હતી. ઓછા દબાણવાળા વિસ્તાર અને આગળ વધતા ચોમાસાની સિસ્ટમના કારણે ગત બે દિવસમાં કેરળના અનેક ભાગમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો. આ પહેલાં 2009 અને 2001માં આટલું વહેલા ચોમાસું આવ્યું હતું, જ્યારે તે 23 મેના દિવસે રાજ્યમાં પહોંચ્યું હતું. 

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત 2 - image

હવામાન વિભાગના જણાવ્યાનુસાર કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, આઠ દિવસ પહેલાં જ ચોમાસાનું આગમન  થઈ ગયું છે. આ સાથે તે 16 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 1918માં રાજ્યમાં 11 મેના દિવસે જ ચોમાસાની શરૂઆત થઈ હતી. બીજી બાજું, સૌથી મોડા ચોમાસાનું આગમન 1972માં નોંધાયેલું છે, જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ 18 જૂનથી શરૂ થયો હતો. છેલ્લાં 25 વર્ષમાં સૌથી વધારે મોડું ચોમાસાનું આગમન 2016માં થયું હતું.  

આ પણ વાંચોઃ કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો

આવનારા 24 કલાકમાં કેરળમાં દસ્તક આપી શકે છે ચોમાસું

IMDની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસું આવવાની સંભાવના 27 મેની ડેડલાઇનની અંદર હતી, જેમાં ચાર દિવસનું મૉડલ એરર માર્જિન ચાલતું હતું. ગત વર્ષે ચોમાસાએ કેરળમાં 30 મેના દિવસે આગમન કર્યું હતું. ચોમાસાનું સમયસર આગમન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે, જ્યાં વાર્ષિક વરસાદનો લગભગ 70% જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન થાય છે. 

સિંચાઈ, ભૂગર્ભજળ અને જળાશયોને ફરીથી ભરવા માટે ચોમાસાનો વરસાદ મહત્ત્વપૂર્ણ છે અને તેની સીધી અસર દેશના કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર પર પડે છે. IMDએ 2025 માટે સરેરાશ કરતાં વધુ ચોમાસાના વરસાદની આગાહી કરી છે, જેનાથી ખરીફ સિઝનના પાકમાં રેકોર્ડ ઉત્પાદનની અપેક્ષા છે. ઉત્પાદન વધવાથી ગ્રામીણ આવક વધશે, ખાદ્ય સુરક્ષા વધશે અને દેશના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધશે. વહેલા વરસાદથી ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાંના વાવેતરને વેગ મળવાની અને રવિ સિઝન પહેલા જળાશયોના પાણીના સ્તરમાં વધારો થવાની આશા છે.

આ પણ વાંચોઃ ’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ

પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણની સિસ્ટમ રચાઈ

IMDએ આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, લક્ષદ્વીપના કેટલાક ભાગો, કર્ણાટક, તમિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આ જ સમયગાળા દરમિયાન આગળ વધશે. જેની સમાંતર, દક્ષિણ કોંકણ-ગોવા કિનારાથી દૂર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીની જાણ કરવામાં આવી છે. આ લૉ પ્રેશર સર્જાતા આગામી 36 કલાકમાં ઉત્તર તરફ આગળ વધતાં વધુ મજબૂત બની શકે છે અને સ્થાનિક હવામાન પેટર્નને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ અને પવનમાં ફેરફાર થઈ શકે છે.

દેશના કેટલાક ભાગોમાં ચાલી રહેલી ગરમીની સ્થિતિમાં રાહત મળવાની આશા વચ્ચે ચોમાસાની પ્રગતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી, ચોમાસાના માર્ગમાં કોઈ મોટો વિલંબ કે વિચલન જોવા નથી મળ્યું. આ સમગ્ર ભારતમાં વરસાદ આધારિત કૃષિ વિસ્તારો માટે સકારાત્મક સમાચાર છે. ઉત્તર ભારતીય રાજ્યોની વાત કરીએ તો, IMDએ 25 થી 30 જૂનની વચ્ચે આ પ્રદેશમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. આ પ્રદેશ દેશના દક્ષિણ અને મધ્ય ભાગો કરતાં થોડો મોડો મોસમી ફેરફારો દર્શાવે છે. પશ્ચિમ ભારતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો | bengalu…

કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો | bengalu...

’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

'40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં...' UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000...

ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand …

ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાર્ક કરેલા ટ્રક પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો, 3 ના મોત | Accident occurred when bus crashed into …

પાર્ક કરેલા ટ્રક પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો, 3 ના મોત | Accident occurred when bus crashed into …

6 months ago
તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી | Supreme Co…

તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી | Supreme Co…

5 months ago
લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ | Small jewelers facing liquidity crunch

લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ | Small jewelers facing liquidity crunch

2 months ago
વઢવાણના બાકરથળીમાં પીકઅપની ટક્કરે બાઈક સવાર પુત્રનું મોત | Son riding bike dies after being hit by p…

વઢવાણના બાકરથળીમાં પીકઅપની ટક્કરે બાઈક સવાર પુત્રનું મોત | Son riding bike dies after being hit by p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News