gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2026માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે. 

ગેમિંગ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે

બજેટમાં ગેમિંગ ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આ ક્ષેત્ર માટે 10 લાખથી વધુ પ્રોફેશનલને હાયર કરાશે. એક નવી કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટ અપ કરાશે અને તેના થકી લોકોને કન્ટેન્ટ ક્રિએશન શીખવવામાં આવશે. 

દેશભરની સ્કૂલો અને કોલેજોને જ બનાવાશે કન્ટેન્ટ હબ 

બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની 15,000 ઉચ્ચતર માધ્યમિક અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી’ (IICT)ના સહયોગથી શરૂ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.

વર્ષ 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ્સની જરૂરિયાત એનિમેશન અને ગેમિંગ ઉદ્યોગના મહત્ત્વ પર ભાર મૂકતા સીતારમણે જણાવ્યું કે, “ભારતનું AVGC સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 20 લાખ કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે શાળાઓ અને કોલેજોમાં આ પ્રકારની લેબ્સ તૈયાર કરવી અનિવાર્ય છે.’

ડિઝાઈનરોની અછત પૂરી કરવા નવી સંસ્થા સ્થપાશે 

ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ભારતે હરણફાળ ભરી છે, પરંતુ હજુ પણ દેશમાં કુશળ ભારતીય ડિઝાઇનરોની અછત વર્તાઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે નાણા મંત્રીએ દેશમાં વધુ એક નવી ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન’ (NID) સ્થાપવાની દરખાસ્ત મૂકી છે. જેનાથી ડિઝાઇન એજ્યુકેશન અને ડેવલપમેન્ટને વેગ મળશે.

AI અને ટેકનોલોજી પર પણ ભાર 

આ બજેટમાં માત્ર કન્ટેન્ટ જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગેમિંગ અને ટેલિકોમ સેક્ટરમાં નવા સંશોધનો માટે સરકાર ઈકોસિસ્ટમ તૈયાર કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, પહેલીવાર બજેટમાં ‘કન્ટેન્ટ ક્રિએટર્સ’ અને ‘કોમિક બુક્સ’ જેવા વિષયોનો અર્થતંત્રના મુખ્ય ભાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકાર હવે ડિજિટલ અર્થતંત્ર અને ક્રિએટિવ ઇકોનોમીને નવી ઓળખ આપી રહી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા જણાવ્યું કે, દેશને સોશિયલ મીડિયા પ્રોફેશનલ્સની જરૂર છે. આ એક ઝડપથી વિકસતો ઉદ્યોગ છે અને 2030 સુધીમાં દેશને આવા 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ 15,000 માધ્યમિક શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરવા માટે લેબ્સ બનાવવામાં આવશે.

IICT ની દેખરેખમાં પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે, જેને સરકાર સીધો ટેકો આપશે. IICT જ આ શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તૈયાર કરશે. શાળાઓ ઉપરાંત 500 કોલેજોમાં પણ આવી લેબ્સ બનાવવામાં આવશે.

રોજગાર અને વૈશ્વિક ઓળખ

આ પગલું માત્ર યુવાનોને રોજગારીની નવી તકો જ નહીં આપે, પરંતુ ભારતને વૈશ્વિક સ્તરે ‘કન્ટેન્ટ હબ’ તરીકે પણ સ્થાપિત કરશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ એક ઉભરતો ઉદ્યોગ છે. જેમાં ડેટા એનાલિટિક્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક ક્ષેત્રો સામેલ છે.

ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ કૌશલ્ય

આ યોજનાનો વ્યાપ માત્ર શાળાઓ પૂરતો મર્યાદિત નથી. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા યુવાનોને વધુ તકનીકી રીતે સક્ષમ બનાવવા માટે દેશની 500 મુખ્ય કોલેજોમાં પણ આ લેબ્સનું નિર્માણ કરવામાં આવશે. આ લેબ્સમાં વિદ્યાર્થીઓને વીડિયો એડિટિંગ અને પોડકાસ્ટિંગ, સ્ક્રિપ્ટ રાઈટિંગ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, આધુનિક ઉપકરણો અને સોફ્ટવેર જેવી સુવિધાથી અવગત કરાવાશે. સરકારનો લક્ષ્ય એક એવું ઇકોસિસ્ટમ બનાવવાનો છે. જ્યાં વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીની સાથે સાથે ડિજિટલ દુનિયા માટે જરૂરી વ્યવહારુ કૌશલ્ય (Practical Skills) પણ હોય.

ક્રિએટર ઈકોનોમીમાં ભારતની નવી ઉડાન

ભારત હાલમાં વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા બજારોમાંનું એક છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને ડિજિટલ એડવર્ટાઇઝિંગની વધતી જતી માંગને જોતા સરકારનું આ રોકાણ દૂરોગામી માનવામાં આવે છે. IICT આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર કન્ટેન્ટ બનાવતા જ નહીં, પરંતુ તેમને ડિજિટલ એથિક્સ, કોપીરાઈટ કાયદા અને મોનેટાઈઝેશન (કમાણી) ની બારીકીઓ વિશે પણ માહિતગાર કરશે. આ પહેલથી આગામી વર્ષોમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના યુવાનો માટે ઘરે બેઠા આવક મેળવવા અને મોટી બ્રાન્ડ્સ સાથે જોડાવાના માર્ગો મોકળા થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…
INDIA

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

April 12, 2026
‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…
INDIA

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

April 12, 2026
દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…
INDIA

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

April 12, 2026
Next Post
Budget 2026: દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી ‘ગર્લ્સ હોસ્ટેલ’, શિક્ષણ ક્ષેત્રે 4 મહત્ત્વની જાહેરાત …

Budget 2026: દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી 'ગર્લ્સ હોસ્ટેલ', શિક્ષણ ક્ષેત્રે 4 મહત્ત્વની જાહેરાત ...

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં ‘રેર અર્થ’ અંગે મોટી જાહેરાત | nirmala sitharaman budget semico…

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં 'રેર અર્થ' અંગે મોટી જાહેરાત | nirmala sitharaman budget semico...

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ જાહેર | Kutch’s Chhari Dhandh Bird Sanctu…

કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ જાહેર | Kutch’s Chhari Dhandh Bird Sanctu…

2 months ago
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો | Killing of Hindus in Bangladesh: Fierce…

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો | Killing of Hindus in Bangladesh: Fierce…

4 months ago
મે માસમાં UPI વ્યવહારોનો નવો રેકોર્ડ, રૂ. 25.14 લાખ કરોડની ટોચે | UPI transactions hit a new record …

મે માસમાં UPI વ્યવહારોનો નવો રેકોર્ડ, રૂ. 25.14 લાખ કરોડની ટોચે | UPI transactions hit a new record …

10 months ago
રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News