gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન | R…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન | R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Revenge from Pakistan or trade with America? ભારત- પાકિસ્તાન વધતા તણાવ અને સીઝફાયર દરમિયાન વિશ્વમાં અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ટ ટ્રમ્પની સૌથી વધારે  ચર્ચા થઈ રહી છે. તેનું કારણ સ્પષ્ટ છે, ભારત – પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને ઓછો કરાવવા અને સીઝફાયરનો શ્રેય તેમણે પોતાને આપ્યો છે. બન્ને દેશો વચ્ચે સીઝફાયર કરાવવા માટે તેમણે વધારે મહેનત પણ નથી કરવી પડી, તેમનું માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘યુદ્ધ રોકો’ નહીં તો અમેરિકા ‘ટ્રેડ રોકી’ દેશે આટલું કહેવાથી કામ થઈ ગયું. ત્યારે સામાન્ય લોકોએ એ જાણવું જરુરી છે કે, આખરે ભારત માટે અમેરિકા સાથે વ્યાપાર કરવો વધારે જરુરી છે કે પાકિસ્તાન સાથે બદલો લેવો? 

આ પણ વાંચો: પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાયો નથી’

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર

ભારત માટે અમેરિકા સાથે વ્યાપાર કરવો કેટલો જરુરી છે.? બંન્ને દેશોનો વ્યાપારીક સંબંધો કેવા છે? જો આ વાત સમજવી હોય તો તે પહેલા આપણે કેટલા આંકડા પર નજર કરવી જોઈએ. ભારતના કુલ વિદેશી વ્યાપારમાં અમેરિકા તેનું સૌથી મોટો ભાગીદાર છે. ત્યાર બાદ ચીનનો નંબર આવે છે. 2024માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ 129.2 અરબ ડોલરનો વેપાર થયો હતો. જ્યારે ચીન સાથે આ આંકડો લગભગ 118 અરબ ડોલરનો છે. 

ભારત અમેરિકાને વધુ નિકાસ કરે છે

આ સમગ્ર વેપારમાં એક મોટી સમસ્યા એ છે કે ભારત અમેરિકાને વધુ નિકાસ કરે છે, જ્યારે અમેરિકાથી ઈમ્પોર્ટ ઓછુ કરે છે. 2024ના ડેટા જોઈએ તો ભારતે અમેરિકામાં 87.4 અરબ ડોલરનો સામાન મોકલ્યો છે. જ્યારે ત્યાથી માત્ર 41.8 અરબ ડોલરનો સામાન આયાત કર્યો છે. આ  રીતે, અમેરિકા સાથે વેપાર કરવામાં ભારતનો હાથ ઉપર છે અને તે તેનાથી નફો પણ થઈ રહ્યો છે. એટલા માટે ભારત માટે અમેરિકા સાથે વેપાર મહત્ત્વપૂર્ણ છે.

ભારત સાથેના વેપાર અંગે અમેરિકાનો અભિગમ પણ અલગ હોઈ શકે છે. કારણે કે, અમેરિકાનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર મેક્સિકો છે. એ પછી કેનડા અને ચીનનો નંબર છે. આ લિસ્ટમાં ભારતનો 10 મો નંબર આવે છે. આમ છતાં, અમેરિકા ભારત સાથેના વેપારમાં દર વર્ષે લગભગ $45.7 બિલિયનનું નુકસાન કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સાથે વેપાર બંધ કરવાની ધમકી પાછળ આ દુખ પણ હોઈ શકે છે.

કઈ કઈ વસ્તુઓનો થાય છે વેપાર

હવે એક નજર ભારત અને અમેરિકા વચ્ચેના માલ અને સેવાઓના વેપાર પર કરીએ તો, India Brand Equity Foundation પ્રમાણે  ભારત દર વર્ષે અમેરિકામાં કુલ 7,346 પ્રકારના માલ એક્સપોર્ટ કરે છે. જ્યારે ભારત ત્યાંથી માત્ર 5,749 ચીજવસ્તુઓની આયાત કરે છે.

હવે જો એ જોઈએ કે, અમેરિકા ભારતમાંથી સૌથી વધુ કઈ કઈ ચીજવસ્તુઓ મંગાવે છે. તો United Nations Comtradeના આંકડા પ્રમાણે અમેરિકા માત્ર મોતી, રત્નો અને ઝવેરાતની આયાત પર 12.36 અબજ ડોલર ખર્ચ કરે છે. તેમજ 12. 08  અબજ ડોલરના મૂલ્યના ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય માલસામાન અને 10.97 અબજ ડોલરના મૂલ્યના ફાર્માસ્યુટિકલ્સની ઈન્મપોર્ટ કરે છે.

ભારત અમેરિકામાંથી સૌથી વધુ ખનિજ તેલની આયાત કરે  છે

તો ભારત અમેરિકામાંથી સૌથી વધુ ખનિજ તેલની આયાત કરે છે. આ લગભગ 12.96 અબજ ડોલરનું ઈમ્પોર્ટ કરે છે. તે જ સમયે, કાચા મોતી, લેબ્રાડોર હીરા વગેરેની આયાત $5.16 બિલિયન હતી. આ સિવાય ભારતની આયાત બાસ્કેટમાં પરમાણુ રિએક્ટર, ઇલેક્ટ્રિકલ મશીનરી, લેન્સ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

વ્યાપારમાં ‘અવરોધ’ કરવાનું નુકસાન 

અહીં ઉપરના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકા સાથેના વેપારમાં ભારતને ફાયદો વધુ છે અને નુકસાન  ઓછુ છે. પરંતુ જો આ વેપારમાં કોઈ અવરોધ આવે તો તેની અમેરિકાના આરોગ્ય પર વધારે ફરક નહી પડે. પરંતુ ભારતનો વિદેશ વેપાર ચોપટ થઈ જશે. ત્યારે આ સ્થિતિમાં ભારત માટે અમેરિકા સાથે રહેવું વધારે મહત્ત્વનું છે. તો, ભારત અમેરિકાથી ખનિજ તેલની આયાત કરે છે, જે દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે

ક્રૂડ ઓઇલની અછત ભારતના આર્થિક વિકાસને મોટું નુકસાન

એટલે જો આ વેપારમાં કોઈ અવરોધ આવે છે, તો સૌથી પહેલા ભારતને અમેરિકા પાસેથી મળતું ક્રૂડ તેલમાં ઘટાડો આવે. તો અમેરિકા અન્ય દેશોને પણ આના માટે દબાણ કરી શકે છે. અને સ્વાભાવિક છે કે, હાલમાં ક્રૂડ ઓઇલની અછત ભારતના આર્થિક વિકાસને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

ભારત માટે પાકિસ્તાન ‘આતંકવાદનું પોષક’ મુખ્ય મુદ્દો

ભારત-પાકિસ્તાન તણાવ માટે પાકિસ્તાન તરફથી આપવામાં આવેલું કારણ ‘કાશ્મીર મુદ્દો’ છે, જ્યારે ભારત માટે પાકિસ્તાન ‘આતંકવાદનું પોષક’ છે. સરહદ પર હાલના તણાવનું કારણ 22 એપ્રિલે પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો પણ છે. અને તેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. 

બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 10 અબજ ડોલર

હવે આ પરિસ્થિતિમાં જો ભારત પાકિસ્તાન સામે બદલાની કાર્યવાહી ચાલુ રાખે છે, તો સૌથી મોટી વાત એ છે કે બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 10 અબજ ડોલરનો છે, જ્યારે બીજી તરફ અમેરિકા સાથેનો આ વેપાર લગભગ 100 અબજ ડોલરનો છે. એટલે આ 10 ગણો તફાવત જોવા મળે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
Next Post
ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેન…

ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેન...

શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag…

શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag...

ટેરિફ મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે સહમતિ સધાતા ભારત માટે તક છીનવાઈ જશે | A deal between the US and China…

ટેરિફ મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે સહમતિ સધાતા ભારત માટે તક છીનવાઈ જશે | A deal between the US and China...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

6 months ago
ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…

ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…

3 months ago
વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે | /billionaire …

વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે | /billionaire …

5 months ago
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no…

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News