gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-Bangladesh Controversy On Sheikh Hasina : ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT ) દ્વારા બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ માટે દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા ફટાકારાઈ છે. ઓગસ્ટ 2024માં રાજીનામું આપ્યા બાદથી શેખ હસીના ભારતની રાજધાની દિલ્હીમાં સુરક્ષિત સ્થાને રહે છે. બાંગ્લાદેશ દ્વારા ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરાઈ છે. ત્યારે ચાલો જાણીએ ભારત આ મુદ્દે શું કરી શકે છે અને બાંગ્લાદેશની માંગને નકારવાના ભારત પાસે કયા કયા વિકલ્પો છે. 

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને ભારતમાં આશ્રય

ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલા બળવાના પરિણામસ્વરૂપે શેખ હસીનાને સત્તા છોડીને ભારતમાં રાજકીય આશ્રય લેવો પડ્યો હતો. ત્યારથી બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ તપાસ ચાલુ હતી. હવે ICT એ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાથી આખી દુનિયાનું ધ્યાન આ તરફ દોરાયું છે. શેખ હસીનાના મુદ્દાએ ભારત માટે સંવેદનશીલ રાજનૈતિક સમસ્યા ઊભી કરી છે કે, શું બાંગ્લાદેશના દબાણ હેઠળ હસીનાને પરત સોંપી દેવા, કે પછી અન્ય કોઈ માર્ગ અખત્યાર કરવો?

પ્રત્યાર્પણ માંગણીઓ સતત નિષ્ફળ રહી ચૂકી છે 

શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ તેમના રાજીનામા બાદથી જ શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સરકારે ભારતને એક રાજદ્વારી નોંધ મોકલીને હસીનાને કાનૂની કાર્યવાહી માટે હસ્તાંતરિત કરવાની માંગ કરી હતી. ત્યારે વચગાળાની સરકારે આરોપ મૂક્યો હતો કે શેખ હસીના સેંકડો યુવા વિદ્યાર્થીઓના જીવ લેનારી હિંસક ઘટના માટે જવાબદાર છે. આ માંગણીની ભારતે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નહોતી. આ ઉપરાંત હસીનાને શોધી કાઢવા અને પરત લાવવા માટે બાંગ્લાદેશે ઇન્ટરપોલની સેવા પણ લીધી હતી, પરંતુ એ પ્રયત્નો પણ સફળ થયા નહોતા.

આ પણ વાંચો : 1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા 

ભારત માટે પ્રત્યાર્પણ ન કરવાના સંભવિત કારણો કયા છે?

શેખ હસીનાને સજા થઈ છે, ત્યારે ભારત માટે તેમને બાંગ્લાદેશને સોંપવા કે નહીં એનો નિર્ણય લેવો  જટિલ બની ગયો છે. જો શેખ હસીનાનું પ્રત્યાર્પણ નકારવામાં તો એનો અર્થ એ થાય કે ભારત તેમના ગુનાનું સમર્થન આપે છે. જો કે, ભારત પાસે આ મુદ્દાને પડકારવાના પૂરતા કારણો છે ખરા. ખાસ કીરને બે કારણોસર ભારત પ્રત્યાર્પણની માંગણીને ઠુકરાવી શકે છે.

1. ICT પર ભૂતકાળમાં રાજકીય પૂર્વગ્રહથી ચુકાદા આપવાના આરોપો મુકાયા છે, તેથી ભારત હસીનાના મૃત્યુદંડની સજાનો વિરોધ કરી શકે છે. 

2. બાંગ્લાદેશમાં નવી સરકાર હોવાને કારણે ભારત એવો પ્રશ્ન ઉઠાવી શકે છે કે, શું હસીનાની સામેની કાર્યવાહી સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને ન્યાયી છે? 

પ્રત્યાર્પણ સંધિના નિયમોનો લાભ ભારત કઈ રીતે ઉઠાવી શકે? 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં શેખ હસીનાની સરકાર દ્વારા જ પ્રત્યાર્પણ સંધિ થઈ હતી. આ સંધિ ભારતને એવો અધિકાર આપે છે કે જો તેને લાગે કે પ્રત્યાર્પણની માંગણી પાછળ ગુપ્ત રાજકીય હેતુઓ છે, તો તે તેને નકારી શકે છે. આ સિવાય જો એવું લાગે કે આરોપીને તેમના દેશમાં પડકારજનક પરિસ્થિતિ અથવા અન્યાયી કાર્યવાહીનો સામનો કરવો પડશે, તો પણ પ્રત્યાર્પણ ન કરવાનો વિકલ્પ ખુલ્લો છે. જો કે, સંધિમાં એ મર્યાદા પણ છે કે ગંભીર ગુના (જેવા કે, નરસંહાર)ના આરોપીઓને સોંપવાનો ઇનકાર કરવો અઘરો છે. હસીના પર આવા જ ગંભીર આરોપો છે, જે ન્યાયાતંત્રમાં સાબિત થયા છે, તેથી આ મર્યાદા ભારત માટે એક અડચણ ઊભી કરે છે.

શેખ હસીના સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને આધારે નિર્ણય લેવાશે?  

શેખ હસીના લાંબા સમયથી ભારતના વિશ્વસનીય સાથી રહ્યાં છે. સરહદીય સુરક્ષા, આતંકવાદ નિવારણ અને દેશના ઉત્તર-પૂર્વી ભાગોમાં શાંતિ સ્થાપનામાં તેમના યોગદાનને નકારી શકાય નહીં. તેમની સાથે ભારતના સંબંધો હંમેશાં મૈત્રીપૂર્ણ રહ્યાં હોવાથી એમ માનવું તર્કસંગત છે કે, ભારત તરત તેમનું પ્રત્યાર્પણ સ્વીકારશે નહીં. આ મુદ્દે ભારતે બાંગ્લાદેશ સાથેના રાજનૈતિક સંબંધો અને માનવાધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવી બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણય એવો પડશે.

આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
ફેક આઈડીના ખડકલા સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા | fake raw offi…

ફેક આઈડીના ખડકલા સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા | fake raw offi...

1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા | Mumbai Cyber …

1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા | Mumbai Cyber ...

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો | Lawrence Bishnoi’s…

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો | Lawrence Bishnoi's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ | Fear of loss of goods due to lack …

નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ | Fear of loss of goods due to lack …

9 months ago
પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

2 weeks ago
‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

1 year ago
વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા મહિલાનું મોત | Woman dies after car and truck collide …

વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા મહિલાનું મોત | Woman dies after car and truck collide …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News