![]()
અમદાવાદ : ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર એટલે કે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય શેરબજારોમાં સંગીન સુધારો નોંધાયો હોવા છતાં પણ અગાઉના ત્રણ નાણાં વર્ષની તુલનાએ સૌથી ખરાબ દેખાવ કર્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સેન્સેક્સમાં ૩.૬૮ ટકા અને નિફ્ટીમાં ૪.૬૪ ટકાનો સુધારો નોંધાયો હતો. આ સમય દરમિયાન બીએસઇ મિડકેપમાં ૮.૧૫ ટકાનો અને બીએસઇ સ્મોલ કેપમાં ૧૧.૯૨ ટકાનો વધારો નોંધાયો હતો.
આમ, બજારમાં વધારો નોંધાયો હોવા છતાં અગાઉના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક દેખાવની તુલનાએ સૌથી ખરાબ દેખાવ નોંધાયો છે. છેલ્લા ત્રણ નાણાં વર્ષમાં આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ડબલ ડીજીટમાં વધારો નોંધાયો હતો.સૂચિત સમયગાળા દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂા. ૩૭૯૪૫ કરોડના શેરોની વેચવાલી હાથ ધરી હતી.
આ સમય દરમ્યાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂા. ૩.૮૪ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.નવા નાણાં વર્ષના પ્રારંભે તા. ૧ એપ્રિલે સેન્સેક્સ ૭૬૦૨૪ની સપાટીએ હતો. તે ૩૦ સપ્ટેમ્બરે વધીને ૮૦,૨૬૭ બંધ રહ્યો હતો.
નાણાંકીય વર્ષના H 1માં બજારનો દેખાવ
|
નાણાંકીય વર્ષ |
સેન્સેક્સ |
BSE મિડકેપ |
BSE મિડકેપ |
|
H1 |
વળતર |
વળતર |
વળતર |
|
૨૦૨૨ |
૧૯.૪૩ |
૨૫.૧૩ |
૩૫.૯૯ |
|
૨૦૨૩ |
-૧.૯૫ |
૩.૦૯ |
૦.૮૪ |
|
૨૦૨૪ |
૧૧.૫૯ |
૩૪.૩૯ |
૩૯.૩૪ |
|
૨૦૨૫ |
૧૪.૪૬ |
૨૫.૫૧ |
૩૩.૩૫ |
|
૨૦૨૬ |
૩.૬૮ |
૮.૧૫ |
૧૧.૯૨ |
(* વળતરના આંકડા)










