gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi accuses PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભના ભવ્ય આયોજન મુદ્દે આજે સંસદમાં ભાષણ આપ્યું હતું. તેમણે મહાકુંભની સફળતા પર ખુશી વ્યક્ત કરી કહ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે, ગંગાને ધરતી પર લાવવા માટે એક ભગીરથ પ્રયાસ થયો હતો, તેવું જ મહાકુંભના મહાપ્રયાસમાં પણ જોવા મળ્યું.’ બીજીતરફ વડાપ્રધાનનું ભાષણ સમાપ્ત થતાં જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ‘વડાપ્રધાન સંસદમાં ભાષણ આપવાના હતા, તેની અમને સમયસર માહિતી અપાઈ નથી.’

વડાપ્રધાન કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે કંઈપણ ન બોલ્યા : રાહુલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં આક્ષેપ કર્યો કે, ‘સમગ્ર મુદ્દે વિપક્ષને બોલવા દેવાયા નથી. વડાપ્રધાને બેરોજગારી મુદ્દે બોલવું જોઈતું હતું, પરંતુ તેઓ કંઈપણ ન બોલ્યા. વડાપ્રધાન મોદીએ કુંભમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પવી જોઈતી હતી, પરંતુ તેમણે આવું ન કર્યું. કુંભ આપણી પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, જોકે અમારી ફરિયાદ છે કે, વડાપ્રધાન કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે કંઈપણ ન બોલ્યા. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ ન અર્પી. કુંભમાં જનારા યુવાઓને વડાપ્રધાન પાસેથી રોજગારી જોઈએ. વડાપ્રધાને રોજગાર વિશે બોલવું જોઈતું હતું.’

કુંભ દેશની સામૂહિક ચેતનાનું પ્રતિક : મોદી

વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતા તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હોવાનો દાવો પણ પીએમ મોદીએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘સમગ્ર વિશ્વએ મહાકુંભમાં ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં. આ પ્રજા, અને પ્રજાના સંકલ્પો તથા પ્રજાની શ્રદ્ધાથી પ્રેરિત મહાકુંભ હતો. જેમાં આપણી રાષ્ટ્રીય ચેતનાના વિરાટ દર્શન થયા છે. જે નવા સંકલ્પોની સિદ્ધિ માટે પ્રેરિત હતી. પ્રયાગરાજ મહાકુંભમાં લગભગ દોઢ મહિના સુધી અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઉમંગનો અનુભવ થયો. કરોડો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવથી જોડાયા હતા. જે અમારી સૌથી મોટી તાકાત છે.’

આ પણ વાંચો : મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી

PMના સંબોધન બાદ લોકસભામાં હોબાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્ય બાદ લોકસભામાં વિપક્ષે હોબાળો શરુ કર્યો હતો. જો કે, આ હોબાળા વચ્ચે પણ સદનની કાર્યવાહી ચાલુ રહી હતી. PM મોદીના સંબોધન પહેલાં રાજ્યસભામાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગાનો મુદ્દો ઉઠાવતા લઘુતમ વેતન વધારવાની માગ કરી હતી. 

આ પણ વાંચો : PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદનો સંસદમાં બફાટ, વિપક્ષ ભડક્યું

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

February 14, 2026
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

Next Post
બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડ…

5 months ago
‘અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ’, વડાપ્રધાન મોદીના CM સ્ટાલિન પર પ્રહાર | …

10 months ago
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા | Biker dies one seriously injured in collisi…

1 month ago
સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News