gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ROPA એરિયર શું છે જેની જાહેરાત થતાં જ સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યાં | what is ropa arrears wes…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in INDIA
0 0
0
ROPA એરિયર શું છે જેની જાહેરાત થતાં જ સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યાં | what is ropa arrears wes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

What Is Ropa Arrears: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાનના ઠીક પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક એવો દાવ ખેલ્યો છે, જેને રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. દાયકાઓથી ચાલી રહેલો ‘ROPA એરિયર’ વિવાદ હવે ઉકેલાતો દેખાઈ રહ્યો છે. આ મામલો માત્ર પૈસાનો જ નથી, પરંતુ કર્મચારીઓના અધિકાર અને સન્માનની લડાઈનો છે. આખરે ROPA એરિયર શું છે અને બીજા રાજ્યોથી તે અલગ કેવી રીતે છે?

ROPA એરિયર શું છે?

ROPAનો અર્થ થાય છે રીવીઝન ઓફ પે એન્ડ એલાઉન્સ એટલે કે પગાર અને ભથ્થાંમાં સુધારો. સરકાર દર થોડા વર્ષે ફુગાવા અને બદલાતા સમયને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર અને ભથ્થાં માટેના નિયમોમાં ફેરફાર કરે છે. બંગાળમાં 2009ના નિયમો હેઠળ કર્મચારીઓના કેટલાક ભૂતકાળના બાકી લેણાં જેમ કે મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવામાં નહોતા આવ્યા. આ બાકી નીકળતી રકમને ROPA એરિયર કહેવામાં આવે છે.

કર્મચારીઓ અચાનક કેમ ખુશીથી ઝૂમી ઊઠ્યાં?

ખુશીનું કારણ એ છે કે, આ પૈસા વર્ષોથી અટકેલા હતા. સરકાર અને કર્મચારીઓ વચ્ચે આ અંગે લાંબી કાનૂની લડાઈ ચાલી. હવે જ્યારે મુખ્યમંત્રીએ આ પૈસા આપવાની સત્તાવાર જાહેરાત કરી છે, ત્યારે કર્મચારીઓને લાગે છે કે તેમની વર્ષોની તપસ્યા સફળ થઈ ગઈ છે, અને હવે તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા થશે.

શું તે બીજા રાજ્યોના કર્મચારીઓના એરિયરથી અલગ છે?

હા, તે ખૂબ અલગ છે.  મોટાભાગના રાજ્યોમાં કેન્દ્ર સરકારની સાથે-સાથે જ DAમાં વધારો કરી દેવામાં આવે છે, જેનાથી ત્યાંથી મોટું એરિયર જમા નથી થતું. પરંતુ બંગાળમાં વર્ષોથી કેન્દ્ર અને રાજ્યના DA વચ્ચે મોટો ગેપ રહ્યો છે. પરિણામે અહીંનું એરિયર બીજા રાજ્યો કરતા ઘણુ વધી ગયું છે, જેને ચૂકવવું સરકાર માટે મોટો પડકાર હતો.

આ નિર્ણયથી કેટલા લોકોના ખિસ્સામાં પૈસા આવશે?

આ નિર્ણયના ફાયદા નોંધપાત્ર છે. રાજ્ય સરકારમાં કામ કરતા લગભગ 12 લાખ લોકો તેનાથી સીધા જોડાશે. આમાં માત્ર ઓફિસોમાં કામ કરતા બાબુ જ નહીં, પરંતુ સરકારી શાળાના શિક્ષકો, કોલેજના પ્રોફેસરો, પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો અને પંચાયતો તથા નગરપાલિકાઓમાં કામ કરતા નાના કર્મચારીઓ પણ સામેલ છે. 

સેલેરી પર આની કેટલી મોટી અસર પડશે?

સેલેરી પર આની મોટી અસર પડશે. કારણ કે આ બાકીના પૈસા 2008-2009ના સમયથી જોડાયેલા હોવાથી, ઘણા કર્મચારીઓને નોંધપાત્ર રકમ મળશે. કેટલાક માટે, આ રકમ લાખોમાં હોઈ શકે છે, તો કેટલાક માટે હજારોમાં. આનાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેઓ પોતાના બાકી રહેલા પારિવારિક કામ પૂરા કરશે. 

શું મમતા સરકારે આ નિર્ણય પોતાની મરજીથી લીધો છે?

મરજીની સાથે-સાથે આમાં કાયદાનો પણ મોટો હાથ છે. ફેબ્રુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે એક કડક ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે DA એ કર્મચારીઓનો અધિકાર છે, આ કોઈ ભીખ નથી. સરકાર ભંડોળના અભાવના બહાના હેઠળ તેને રોકી ન શકે. કોર્ટના આ જ દબાણના કારણે સરકારે આ પગલું ભર્યું છે.

વિપક્ષ તેને ચૂંટણીલક્ષી લોલીપોપ કેમ કહી રહ્યું છે?

વિપક્ષનો તર્ક છે કે જો સરકારે પૈસા આપવા જ હતા તો વર્ષો સુધી કોર્ટમાં લડાઈ કેમ લડી? ચૂંટણીની તારીખોના એલાનની માત્ર પાંચ મિનિટ પહેલાં આ જાહેરાત કરવી એ સવાલ ઊભો કરે છે. વિપક્ષનું કહેવું છે કે સરકાર પાસે ફંડ નથી અને તે ફક્ત મત મેળવવા માટે કાગળ પર વચનો આપી રહી છે.

શું સરકાર પાસે એટલા પૈસા છે કે, તે તમામના બાકી પૈસા ચૂકવી શકે?

આ જ સૌથી મોટો સવાલ છે. બંગાળની આર્થિક સ્થિતિ પહેલાથી જ દેવાના બોજ હેઠળ દબાયેલી છે. લાખો કર્મચારીઓનો વર્ષોના બાકી પૈસા ચૂકવવા માટે હજારો કરોડ રૂપિયાની જરૂર પડશે. સરકારનું કહેવું છે કે તે બજેટમાં આની વ્યવસ્થા કરી લેશે, પરંતુ નિષ્ણાતો આને આર્થિક મોરચે એક મોટો પડકાર માની રહ્યા છે. 

પૈસા એક સાથે મળી જશે કે પછી હપ્તે-હપ્તે મળશે?

સરકારની યોજના આ પૈસાને હપ્તામાં આપવાની છે. એક સાથે બધા પૈસા આપવા એ સરકારી તિજોરી માટે લગભગ અશક્ય છે. નાણા વિભાગના એક સૂચના પ્રમાણે માર્ચ 2026થી તેની શરૂઆત થશે અને શક્ય છે કે, આગામી 2-3 વર્ષોમાં તબક્કાવાર કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે.

શું આ નિર્ણયની અસર બંગાળ ચૂંટણી પર પડશે?

આ નિર્ણયની અસર બંગાળ ચૂંટણી પર ચોક્કસપણે પડશે. સરકારી કર્મચારીઓ કોઈપણ ચૂંટણીમાં એક મોટી અને પ્રભાવશાળી વોટબેંક હોય છે. તેમના પરિવારો અને તેમની સાથે જોડાયેલા લોકોની સંખ્યા લાખોમાં છે. જો તેમને વિશ્વાસ થઈ ગયો કે, પૈસા ખરેખર મળવાના છે, તો તે મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી માટે ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થઈ શકે છે.

પેન્શનરોને આનાથી શું મળશે?

વૃદ્ધ પેન્શનરો માટે આ કોઈ વરદાનથી ઓછું નથી. તેમનું પેન્શન પણ આ જ  ROPA 2009 ના નિયમો સાથે જોડાયેલું છે. એરિયર મળવાનો અર્થ એ છે કે તેમને તેમના અગાઉ રોકેલા પેન્શનનો હિસ્સો મળશે. આ ઉંમરે જ્યારે દવાઓ અને દેખરેખનો ખર્ચ વધી જાય છે, ત્યારે આ પૈસા તેમના માટે મોટો સહારો બનશે. 

શિક્ષકોને આમાં કેમ સામેલ કરવામાં આવ્યા છે?

પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની સંખ્યા ઘણી મોટી છે. તેઓ પણ રાજ્ય સરકારના નિયમો હેઠળ જ પગાર મેળવે છે. શિક્ષકોનો DA વિવાદ ઘણો જૂનો છે, અને તેઓ ઘણીવાર રસ્તા પર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. તેમને સામેલ કરવા એ સરકારી મજબૂરી પણ હતી અને ચૂંટણીલક્ષી જરૂરિયાત પણ.

શું પંચાયત અને નગરપાલિકાના કર્મચારીઓને પણ ફાયદો થશે?

હા, મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે પંચાયતો અને મ્યુનિસિપલ સંસ્થાઓ જેવી ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓના કર્મચારીઓને પણ આનો લાભ મળશે. ઘણીવાર, આ નાની સંસ્થાઓના કર્મચારીઓને મોટા વિભાગો કરતા મોડા લાભ મળે છે, પરંતુ આ વખતે તેમને પણ મુખ્ય ધારા સાથે રાખવામાં આવ્યા છે. 

શું કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ આવું એરિયર મળે છે?

ના, કેન્દ્ર સરકાર સામાન્ય રીતે 6 મહિનામાં મોંઘવારીના હિસાબે DA વધારી દે છે, તેથી ત્યાં વર્ષોની બાકી રકમ જમા નથી થતી. જો ક્યારેક વિલંબ થાય તો પણ, તે સામાન્ય રીતે થોડા મહિના માટે હોય છે, અને ચુકવણી તરત જ કરી દેવામાં આવે છે. બંગાળ જેવી પરિસ્થિતિ કેન્દ્ર સરકારમાં ક્યારેય ઊભી નથી થઈ. 

શું આ નિર્ણયથી રાજ્યમાં મોંઘવારી વધી શકે છે?

જ્યારે બજારમાં એક જ સમયે મોટી રકમ આવે છે, ત્યારે માલની માગ વધી જાય છે અને તેનાથી મોંઘવારી પર અસર પડે છે. જ્યારે 12 લાખ લોકો પર એરિયરના પૈસા પહોંચશે, ત્યારે તેઓ ખરીદી કરશે. આનાથી રાજ્યની અર્થવ્યવસ્થામાં તેજી તો આવશે, પરંતુ સ્થાનિક સ્તર પર વસ્તુઓના ભાવ થોડા વધી શકે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે

જો સરકાર બદલાઈ ગઈ તો આ એરિયર મળશે?

સરકારી નોટિફિકેશન એક સત્તાવાર દસ્તાવેજ હોય છે. જો ભવિષ્યમાં સરકાર બદલાય તો પણ, આવનારી સરકાર માટે આ આદેશને ઉલટાવવો સરળ નહીં રહેશે, ખાસ કરીને ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ પાછળ હોય. કર્મચારીઓ માટે આ એક સુરક્ષા કવચની જેમ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…
INDIA

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

March 16, 2026
ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…
INDIA

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

March 16, 2026
ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …
INDIA

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

March 16, 2026
Next Post
ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય …

ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય ...

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2…

ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ | india 2...

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

7 months ago
અકોટા ગામ નજીક ડમ્પર ચાલકે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી: પોલીસ વાનના કાચનો ભૂકો થયો | Dumper driver…

અકોટા ગામ નજીક ડમ્પર ચાલકે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી: પોલીસ વાનના કાચનો ભૂકો થયો | Dumper driver…

8 months ago
VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ…

VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ…

10 months ago
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News