gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ બાદ લોન ડિફોલ્ટર પર નહીં ચાલે ગુનાઈત કેસ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supre…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ બાદ લોન ડિફોલ્ટર પર નહીં ચાલે ગુનાઈત કેસ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Big Relief for Loan Defaulters : દેશના વ્યાપારી સંગઠનો અને ઉદ્યોગસાહસિકો માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક બહુ જ મોટો અને રાહત આપતો ચુકાદો સામે આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો બેંક અને લોન લેનાર દેવાદાર (કર્જદાર) વચ્ચે ખાતાના સેટલમેન્ટ માટે પરસ્પર સમજૂતી કે કરાર થઈ ચૂક્યા હોય, તો ત્યારબાદ લોન ડિફોલ્ટર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગુનાઈત (ક્રિમિનલ) કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં. અદાલતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સેટલમેન્ટ પછી પણ આવી કાયદાકીય કાર્યવાહીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવી એ માત્ર હેરાનગતિ જ નથી, પરંતુ તેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું?

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક ઉદ્યોગપતિની અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને તેમની સામે ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસોને ફગાવી દીધા છે. કોર્ટે જણાવ્યું હતું કે બેંકિંગ સાથે જોડાયેલા તમામ વ્યવહારો મૂળભૂત રીતે વ્યાપારી અને નાણાકીય પ્રકૃતિના હોય છે. જ્યારે બે પક્ષો આપસી સહમતિથી વિવાદનો અંત લાવી ચૂક્યા હોય, ત્યારે ત્યારબાદ પણ ગુનાહિત કેસ ચલાવવો એ ન્યાયિક પ્રક્રિયાનો સરેઆમ દુરુપયોગ છે. આવા કિસ્સાઓમાં આરોપીને દોષિત ઠેરવવાની કોઈ શક્યતા રહેતી નથી અને કેસ ખેંચવો એ અન્યાય સમાન છે.

શું હતો સમગ્ર વિવાદ? 

આ મામલાની વિગતો એવી છે કે એક બિઝનેસમેને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) ની સમક્ષ બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કર્યું હતું. આ કરાર અંતર્ગત તેમણે કુલ 6.49 કરોડ રૂપિયાના બાકી લેણાંની સામે 4.25 કરોડ રૂપિયાની ચુકવણી બેંકને કરી દીધી હતી, જેમાં 3.09 કરોડ રૂપિયા વ્યાજની રકમનો પણ સમાવેશ થતો હતો. આ સેટલમેન્ટના બે વર્ષ પૂરા થયા બાદ, બેંકે આરોપ લગાવ્યો કે આ બિઝનેસમેને ઓડિટ રિપોર્ટની નકલી નકલો રજૂ કરીને પોતાની કેશ ક્રેડિટ લિમિટ વધારવા માટે છેતરપિંડી અને જાળસાજી કરી હતી, જેના આધારે સીબીઆઈ (CBI) એ તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હવે આ ચાર્જશીટ રદ કરી દીધી છે.

દેશના અર્થતંત્ર પર શું અસર થશે?

સુપ્રીમ કોર્ટની બેંચે દેશના વ્યાપારી માહોલને બચાવવા માટે આ ચુકાદામાં એક ખૂબ જ મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો ટ્રિબ્યુનલ (DRT) સમક્ષ સત્તાવાર સેટલમેન્ટ થઈ ગયા પછી પણ ઉદ્યોગપતિઓ પર કાયદાનો કોરડો વીંઝવામાં આવશે, તો વ્યાપારી સંસ્થાઓ બેંકિંગ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ લાવતા અચકાશે. જો દેશના ઉદ્યોગ સાહસિકોમાં આવો ડર રહેશે તો તેઓ સેટલમેન્ટ માટે આગળ નહીં આવે, જેનાથી છેવટે બેંકોના નાણાં પણ ફસાશે અને દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…
INDIA

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

June 24, 2026
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…
INDIA

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

June 24, 2026
ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…
INDIA

ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…

June 24, 2026
Next Post
શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો | IT Stocks C…

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો | IT Stocks C...

ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ | Global Energy Cr…

ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ | Global Energy Cr...

2000 કરોડના ‘કૌભાંડ’ બાદ જાણીતી બેન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી | new crisis on…

2000 કરોડના 'કૌભાંડ' બાદ જાણીતી બેન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી | new crisis on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ | W…

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ | W…

10 months ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર | seventh day school …

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર | seventh day school …

10 months ago
વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

1 month ago
બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News