gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરના પરિવારની લાચારી: અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા એટલે યુવતીનો મૃતદેહ સિવિલમાં તરછોડ્યો | A…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરના પરિવારની લાચારી: અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા એટલે યુવતીનો મૃતદેહ સિવિલમાં તરછોડ્યો | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ankleshwar News: આદિવાસી સમાજના વિકાસની મોટી મોટી વાતો વચ્ચે એક લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરૂણ પરિસ્થિતિ સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરની એક 22 વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ, પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં જ તરછોડીને જતા રહ્યા હતા. જોકે, આ સમયે સિવિલ પોલીસ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વિકાસની વાતો વચ્ચે અંકલેશ્વરના પરિવારની લાચારી

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા એક મહિના પહેલાં અકસ્માતનો ભોગ બની હતી અને વધુ સારવાર માટે 18મી નવેમ્બરે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 26મી નવેમ્બરે કાજલનું અવસાન થયું.  મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં જ તરછોડીને જતા રહેતા હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ ચોકીના પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓએ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ આવવા માટે ભાડું પણ આપ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો

પોલીસે એકઠા કર્યા 35 હજાર રૂપિયા

જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા, ત્યારે પોલીસે તેમને મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું. ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી કે, ‘અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી.’ સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષમણ વસાવા આ સાંભળીને ગદગદીત થઈ ગયા. તેમણે આ શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વૉટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો.

મેસેજ વાંચીને પોલીસ જવાનોનું હૃદય પીગળી ગયું અને તેઓએ તુરંત ફાળો એકઠો કર્યો. કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે 35,000 રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડદારા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો. એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો.

પોલીસની આ સેવા જોઈને યુવતીના પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે ગદગદિત થઈને કહ્યું, ‘મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…
GUJARAT

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

March 27, 2026
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
Next Post
અમરેલીના લાપાળીયા નજીક કન્ટેનર પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ | traffi…

અમરેલીના લાપાળીયા નજીક કન્ટેનર પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ | traffi...

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T...

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First …

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

4 months ago
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ…

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ…

7 months ago
સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૩૬ કરોડ પડાવનાર ગેંગ ઝડપાઇ | Ahmedabad cyber crime nabbed three …

સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૩૬ કરોડ પડાવનાર ગેંગ ઝડપાઇ | Ahmedabad cyber crime nabbed three …

8 months ago
અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News