gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ ‘બોલ માડી અંબે…’ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા | Ambaji Bhadarv…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ ‘બોલ માડી અંબે…’ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા | Ambaji Bhadarv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Bhadarvi Poonam Mela: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર (પહેલી સપ્ટેમ્બર)થી સાત દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે. કલેક્ટર તેમજ આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન દ્વારા માતાજીના રથની શાસ્ત્રોક રીતે પૂજા-અર્ચના કરીને હજારો માઇભક્તોની હાજરીમાં રથ ખેંચીને મહામેળાની શરૂઆત કરાઈ હતી. શક્તિપીઠ અંબાજીમાં મંગળવાર (2 સપ્ટેમ્બર)થી શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસાગર જોવા મળશે. પહેલા દિવસે જ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી તરફના માર્ગો પર પગપાળા સંઘ અને પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આખુંય અંબાજી બોલ માડી અંબે… જય-જય અંબે…ના નાદથી ગુંજી ઉઠ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના રસ્તાઓ પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પો લગાવી પગપાળા સંઘ અને યાત્રીકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 2 - image 

 બોલ મારી અંબે… જય જય અંબે…ના નાદથી ગૂંજી ગિરિમાળા

અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક રીતે અને ભક્તિ ભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાના પ્રથમ દિવસથી જ બોલ મારી અંબે… જય જય અંબે…ના નાદ સાથે ગિરિમાળાઓ ગૂંજી ઉઠી હતી. કલેક્ટરે લાખો માઇભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઇભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 3 - image

આ પણ વાંચોઃ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાને મળી રાહત, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા જામીન

મેળામાં વિવિધ સુવિધાઓ

મેળાના પહેલા દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠયા છે. બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મેળાના પ્રારંભે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ,   જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલા વિવિધ સમિતિઓના સુપરવાઇઝર અને મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના રસ્તાઓ બોલ માડી અંબે… જય જય અંબે…ના નાદથી ગૂંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવાયા છે. માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર-દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માતા અંબાના ધામ પહોંચશે, ત્યારે ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 4 - image

બાળસહાયતા કેન્દ્ર ભૂલા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવશે

મેળા દરમિયાન કામાક્ષી મંદિર સામે હડાદ રોડ, રાવણ ટેકરી દાતા અને મુખ્ય કંટ્રોલ પોઇન્ટ અંબાજી ખાતેથી બાળકોના ગળામાં એક આઇકાર્ડ પહેરાવવામાં આવે છે, જેની અંદર બાળકોનું નામ, સરનામું, વાલીનું નામ, મોબાઈલ નંબર વગેરે વિગતો લખવામાં આવે છે. બાળક ક્યાંય પણ ખોવાય તો તેના કાર્ડના આધારે એ બાળકના પરિવાર સુધી પહોંચવામાં મદદ મળી રહે છે. જ્યાં સુધી બાળકના વાલી કે વારસો મળી ન આવે ત્યાં સુધી તેને બાળ સહાયતા કેન્દ્ર પર સુરક્ષિત રીતે સાચવીને તેઓના સબંધીઓ સાથે મિલન કરાવવાની કામગીરી કરાય છે. 

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 5 - image

આ પણ વાંચોઃ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં સાઢુભાઈની હત્યા નિપજાવનાર પિતા-પુત્ર ઝડપાયા : અન્ય એક સગીરની અટકાયત કરવા કાર્યવાહી

બાળકો માટે ફીડિંગ રૂમ અને રમકડા ઘરની વ્યવસ્થા

મેળામાં એક ફીડિંગ રૂમ/ ઘોડિયા ઘર, રમકડા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માતાઓ તેમના બાળકોને ફીડિંગ કરાવી શકે છે. આ સિવાય બાળકો માટે પારણા, રમકડા અને સૂકા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ કેન્દ્ર ખાતે આંગણવાડીની બહેનો અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા બાળકોને કાળજી અને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 6 - image

મેળામાં માઇભક્તો માટે વિવિધ સુવિધાઓ ઊભી

અંબાજીમાં સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે… જય જય અંબે…ના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરાયા છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 7 - image

માઇભકતો માતાજીના નોરતાનું નિમંત્રણ પાઠવવા ઉમટશે

અંબાજીમાં 7મી સપ્ટેમ્બર સુધી ચાલનાર ભાદરવી પૂનમના સાત દિવસીય મહા મેળામાં દૂર દૂરથી માઇભક્તો આકરી પદયાત્રા કરીને માં અંબાને નવલા નોરતામાં પધારવાનું નિમંત્રણ પાઠવવા માટે લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. જેથી અંબાજીમાં શકિતની ભક્તિનો અનેરો સંગમ સર્જાશે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…
GUJARAT

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

February 13, 2026
અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di…
GUJARAT

અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di…

February 13, 2026
વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ | three incidents of …
GUJARAT

વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ | three incidents of …

February 13, 2026
Next Post
વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit…

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit...

જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી શાખાની ટુકડીએ ઝડપી લીધો | …

જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી શાખાની ટુકડીએ ઝડપી લીધો | ...

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા મનસુખ સાગઠિયાના જામીન | Rajkot TRP Game …

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા મનસુખ સાગઠિયાના જામીન | Rajkot TRP Game ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

6 months ago
પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા : ચાંપાનેર રોડ, ખરશાલિયા અને બાજવા સ્ટેશનો …

પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા : ચાંપાનેર રોડ, ખરશાલિયા અને બાજવા સ્ટેશનો …

3 months ago
રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

5 months ago
અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News