gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ સુખરૂપ સંપન્ન

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ સુખરૂપ સંપન્ન
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો

સેવા ભાવના એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ

પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ

અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૫ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે વરસાદી માહોલ વચ્ચે પણ માઇભક્તો માઁ અંબાના દર્શનાર્થે ઉમટ્યા હતા. માઁ અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુરની ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ ,આરોગ્ય, સુરક્ષા ,અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટી તંત્ર અને સેવા કૅમ્પોના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી.

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે સેવા કેમ્પોની સેવાઓને બિરદાવી જણાવ્યું હતું કે, સેવા કેમ્પના આયોજકો સાથે સતત મીટીંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તથા સારી કામગીરી થઈ શકી છે. મેળાની વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું. દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વોટર પ્રૂફ ડોમ સહિત ભવ્ય સેવા કેમ્પ લાખો માઈભક્તોની સેવામાં અવિરત સેવા બદલ કલેકટરશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે. પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવી હૃદય પૂર્વક આભાર માનું છું.

આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરઝા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુમ્બે, અંબાજી મંદિર ટ્રસ્ટ વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી, દાંતા પ્રાંત અધિકારીશ્રી હરિની કે, નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, સેવા કેમ્પોના આયોજકશ્રીઓ, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/ પ્રિન્ટ તથા સોશિયલ મીડિયાના તંત્રીશ્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…
GUJARAT

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

March 23, 2026
અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
Next Post
ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj...

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the ...

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

3 months ago
સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

1 month ago
નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high …

નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high …

2 months ago
જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News