gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર | amb…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર | amb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Temple Master Plan: ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. 

ટૂંક સમયમાં શરૂ પ્રથમ તબક્કાનું કામ

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે કે જેના હેઠળ આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે. 

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર 2 - image

માસ્ટર પ્લાન હેઠળ ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસરનો વિકાસ કરાશે

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર પરિસર માટે એક કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે કે જે પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને 50 વર્ષીય વિઝન સાથે તૈયાર કરાયો છે. આ માસ્ટર પ્લાન હાલની સુવિધાઓને રિડેવલપ તથા યાત્રાળુના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્ત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.

શક્તિ કૉરિડોર સહિત અનેક નવી સુવિધાઓ ઉમેરાશે

અંબાજી નગરની આધ્યાત્મિક મહત્તા અને સુંદરતાને વધુ ઊંચાઈ આપનાર અને વૈશ્વિક ધોરણના આધ્યાત્મિક વિકાસ માટે નવો માળખાકીય માપદંડ સ્થાપિત કરનાર આ માસ્ટર પ્લાન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1632 કરોડ છે કે જે બે તબક્કાઓમાં અમલમાં મૂકાશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે કે જેના હેઠળ મુખ્ય આકર્ષણ છે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે.

આ ઉપરાંત તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.

ચાચર ચોકનું વિસ્તરણ, ગેલેરી જેવા આકર્ષણો

માસ્ટર પ્લાન હેઠળ યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓ વધારવામાં આવશે. ચાચર ચોકનું વિકાસ ત્રણ ગણુ વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો | Car driver’s men …

વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો | Car driver's men ...

બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ | Bike rickshaws and cars are fine now even a 40…

બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ | Bike rickshaws and cars are fine now even a 40...

રાત્રી બજાર અને છાણીમાં ફુડ શોપ જાહેર હરાજીથી ભાડે આપવાની વડોદરા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી | VMC t…

રાત્રી બજાર અને છાણીમાં ફુડ શોપ જાહેર હરાજીથી ભાડે આપવાની વડોદરા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી | VMC t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe…

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ | gujarat monsoon 55 pe…

8 months ago
રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ, સાત લોકો હતા સવાર | Air ambulance going from Ranchi to…

રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ, સાત લોકો હતા સવાર | Air ambulance going from Ranchi to…

1 month ago
VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

VIDEO: ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ | Hu…

8 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘા…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘા…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News