![]()
વડોદરા,અકોટા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ફસાયેલા માતા અને પુત્રને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર જઇ બચાવી લીધા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે ચાર વાગ્યે અકોટા ગાર્ડન નજીક રૃચિ એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયરબ્રિગેડના સલીમ શેખ તથા અન્ય સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગના કારણે ધુમાડો ફેલાઇ જતા માતા અને પુત્ર ફસાયા હતા. સ્ટાફે સૌ પ્રથમ તેઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આગમાં ઘરવખરી સામાન બળીને ખાખ થઇ ગયો હતો. પરંતુ, ઘરમાં બેસાડેલા ગણેશજીની મૂર્તિને કોઇ જ નુકસાન થયું નહતું. એક ડાઘો પણ પડયો નહતો.










