gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનોખી આસ્થા: સુરતના આ મંદિરમાં મહાદેવને ચઢાવવામાં આવે છે જીવતા કરચલા, જાણો શું છે પૌરાણિક કથા | Sura…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
અનોખી આસ્થા: સુરતના આ મંદિરમાં મહાદેવને ચઢાવવામાં આવે છે જીવતા કરચલા, જાણો શું છે પૌરાણિક કથા | Sura…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ramnath Ghela Temple In Surat: ભગવાન શિવને દૂધ, જળાભિષેક અને બિલીપત્ર ચઢાવવાની પરંપરા તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ સુરતમાં એક એવું અનોખું શિવધામ આવેલું છે, જ્યાં ભક્તો ભગવાનને ‘જીવતા કરચલા’ અર્પણ કરે છે. સુરતના ઉમરા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં વર્ષમાં એકવાર આ અદભૂત નજારો જોવા મળે છે.

કાનના રોગ મટાડતી અનોખી માનતા

લોકવાયકા મુજબ, જે શ્રદ્ધાળુઓને શારીરિક તકલીફ હોય, ખાસ કરીને કાનને લગતી બીમારીઓ હોય, તેઓ અહીં બાધા રાખે છે. ભક્તોનું માનવું છે કે અહીં શ્રદ્ધાપૂર્વક બાધા રાખવાથી કાનના રોગ દૂર થાય છે. આ બીમારી દૂર થયા પછી, દર વર્ષે પોષ વદ એકાદશીના દિવસેએ ભક્તો મંદિરે આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવી પોતાની માનતા પૂરી કરે છે.

આ પણ વાંચો: ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી!

કરચલા ચઢાવવાની પરંપરા પાછળનું વિજ્ઞાન અને આસ્થા

જો કે આ એક શ્રદ્ધાનો વિષય છે, પણ લોકો માને છે કે કરચલાના અંગોની રચના અને કાનની આંતરિક રચનામાં ક્યાંક સામ્યતા છે (જેમ કે કરચલાને સાંભળવા માટેના અંગો તેના પગ પાસે હોય છે). આથી, કાનની બીમારી દૂર થાય ત્યારે પ્રતીક રૂપે કરચલા ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.

શા માટે આ મંદિરનું નામ ‘રામનાથ ઘેલા’ પડ્યું?

લોકવાયકા મુજબ, આ મંદિર સાથે ભગવાન શ્રી રામની એક અલૌકિક કથા જોડાયેલી છે. જ્યારે ભગવાન રામ વનવાસ દરમિયાન દક્ષિણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ સ્થળે રોકાઈને પોતાના પિતૃઓના મોક્ષાર્થે માટે પૂજા અને તર્પણ વિધિ કરી હતી. આજે પણ હજારો લોકો અહીં પોતાના પિતૃઓના મોક્ષ માટે ‘નારાયણ બલિ’ અને અન્ય વિધિઓ કરાવવા આવે છે.

વિધિ માટે બ્રાહ્મણ ન હોવાથી રામજીએ સમુદ્ર દેવને પ્રાર્થના કરી હતી, જેના ફળસ્વરૂપ સમુદ્ર દેવ બ્રાહ્મણ સ્વરૂપે પ્રગટ થયા હતા. પૂજા દરમિયાન સમુદ્રના મોજાં સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી ગયા હતા. સમુદ્ર દેવે ભગવાન રામને આ જીવોના ઉદ્ધાર માટે વિનંતી કરી. આ દ્રશ્ય જોઈ ભગવાન રામ ભક્તિમાં લીન એટલે કે ‘ઘેલા’ બન્યા હતા, જેના કારણે આ મંદિરનું નામ ‘રામનાથ ઘેલા’ પડ્યું હોવાનું મનાય છે.

વર્ષમાં માત્ર એક જ દિવસ ઊમટે છે માનવ મહેરામણ

કરચલા ચઢાવવાની આ પરંપરા વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે પોષ વદ એકાદશીના દિવસે જ હોય છે. આ દિવસે માત્ર સુરત જ નહીં, પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાંથી પણ હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. ઉત્તરાયણના (14મી જાન્યુઆરી) આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં લોકોએ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી પિતૃઓના મોક્ષાર્થે વિધિ પણ કરી હતી.

ભૌગોલિક સ્થાન અને મહત્ત્વ

આ મંદિર સુરતના ઉમરા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલું છે. તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે, તેથી નદી કિનારે આવેલા આ શિવાલયનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. પિતૃ તર્પણ અને મોક્ષાર્થે થતી વિધિઓ માટે આ સ્થળ કાશી જેવું જ પવિત્ર માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
વડોદરા: ગેડા સર્કલ નજીક જાહેરમાં મારામારી કરનાર કારચાલકને સામે કાર્યવાહી, કાન પકડીને માફી માંગી | Va…

વડોદરા: ગેડા સર્કલ નજીક જાહેરમાં મારામારી કરનાર કારચાલકને સામે કાર્યવાહી, કાન પકડીને માફી માંગી | Va...

આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરાયું | Girish Bhiman…

આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરાયું | Girish Bhiman...

સુરતમાં ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ધાબા પરથી પટકાતા કિશોરીનું અને ગળામાં દોરી આવતા યુવકનું ક…

સુરતમાં ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ધાબા પરથી પટકાતા કિશોરીનું અને ગળામાં દોરી આવતા યુવકનું ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

8 months ago
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

1 year ago
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

2 weeks ago
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી, સરકારને નોટિસ | delh…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News