gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં આગમન, PM મોદી સાથે એડવાન્સ ટેક પર કરી ચર્ચા | PM Modi and Abu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI Impact Summit 2026 : દિલ્હીમાં યોજાઈ રહેલા ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ-2026’ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ પણ સમિટની મુલાકાત લઈને અભિભૂત થઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ સમિટની મુલાકાત લીધી હતી, ત્યારે હવે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. તેમણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી છે, જેનાથી ભારત-યુએઈ વચ્ચે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થયો છે.

ભારત-યુએઈ એઆઈ ક્ષેત્રે ક્રાંતિ લાવશે

વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince Khaled bin Mohamed Al Nahyan) સાથે મુલાકાત અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘દિલ્હીમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ફળદાયી ચર્ચા થઈ. અમે એઆઈ, સુપર કોમ્પ્યુટર્સ, ભારતમાં ડેટા સેન્ટર્સમાં રોકાણ અને તેનાથી પણ આગળ વધીને ભવિષ્યના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વાતચીત કરી.’

Had a fruitful discussion with His Highness Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi on the sidelines of the AI Impact Summit in Delhi. We talked about boosting cooperation in futuristic sectors such as AI, supercomputers, investing in data centres… pic.twitter.com/bBQ2hGl0Jv

— Narendra Modi (@narendramodi) February 19, 2026

આ પણ વાંચો : હાઈકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, જાણો કારણ

PM મોદી-ક્રાઉન પ્રિન્સ વચ્ચે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વડાપ્રધાન મોદી અને યુએઈના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલી મુલાકાત અંગે માહિતી આપતા કહ્યું કે, બંને નેતાઓની બેઠકમાં ત્રણ મહત્ત્વની બાબતો અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. જયસ્વાલે કહ્યું કે, ‘ભારત-યુએઈ ગાઢ મિત્રો હોવાની સાથે વિશ્વાસપાત્ર ભાગીદાર પણ છે. બંને દેશો આ ત્રણ મહત્ત્વની બાબતો પર સાથે મળીને કામ કરી રહ્યા છે.’ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘ક્રાઉન પ્રિન્સનું એઆઈ ઈમ્પેક્ટમાં સ્વાગત છે. બંને દેશો સાથે મળીને એઆઈ ટેકનોલોજીને આગળ વધારી રહ્યા છે.’

વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું ભારતનું AI સમિટ

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’માં 20 ફેબ્રુઆરી સુધી ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ-2026’ યોજાઈ રહ્યો છે. વૈશ્વિક દક્ષિણમાં પ્રથમવાર આવું સંમેલન યોજાયું છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બદલાતી અને પ્રભાવશાળી ભૂમિકા પર ચર્ચા કરવાનો છે તેમજ એઆઈના વિકાસને માનવ હિત અને વૈશ્વિક સંતુલન સાથે આગળ વધારવાનો છે. હાલ વિશ્વભરમાં એઆઈનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતમાં એઆઈ વિષય પર યોજાઈ રહેલા આ સમિટે વિશ્વભરને આકર્ષિક કર્યું છે. 

સમિટમાં 110થી વધુ દેશો સામેલ

આ સમિટમાં 110થી વધુ દેશો, 30 આંતરરાષ્ટ્રીય સંગઠનો, 20 દેશોના મુખ્ય નેતાઓ અને લગભગ 45 મંત્રીઓએ ભાગ લીધો છે. આ સમિટ માત્ર ટેકનોલોજીના પ્રદર્શન માટે નથી, પરંતુ વિશ્વના તમામ દેશો સાથે મળીને એઆઈ માટે એવા નિયમો અને માળખું તૈયાર કરે જે લાંબા ગાળે સૌના હિતમાં હોય. ભારત અહીં એક સેતુ તરીકે કામ કરી રહ્યું છે જે પશ્ચિમી દેશો અને વિકાસશીલ દેશોને એઆઈના માધ્યમથી જોડે છે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…
INDIA

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…

May 22, 2026
બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…
INDIA

બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…

May 22, 2026
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …
INDIA

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

May 22, 2026
Next Post
ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR…

ગુજરાત-યુપી બાદ હવે સમગ્ર દેશમાં SIRની પ્રક્રિયા કરાશે, ચૂંટણી પંચે તૈયારી શરુ કરવા આપ્યા આદેશ | SIR...

અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું …

અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું ...

વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો | Two trucks of goods seized after removing…

વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો | Two trucks of goods seized after removing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand…

લખતર ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાવામાં આવ્યો | The charge of Lakhtar Gram Panchayat was hand…

9 months ago
શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ | ghela somnath fair…

શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ | ghela somnath fair…

10 months ago
બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી | The fortunes of the Bhavnagar police which w…

બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી | The fortunes of the Bhavnagar police which w…

4 months ago
નિફટી વોલેટીલિટીના અંતે 33પોઈન્ટ ઘટીને 25169 | Nifty volatility ends 33 points down at 25169

નિફટી વોલેટીલિટીના અંતે 33પોઈન્ટ ઘટીને 25169 | Nifty volatility ends 33 points down at 25169

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News