gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક | ahme…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક | ahme…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Refund Scam in Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ મહાવીર નગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ઓનલાઈન ગ્રોસરી એપ્લિકેશન ઝેપ્ટોના રિફંડના બહાને અજાણ્યા ઠગે તેમની પાસેથી ‘CUSTOMER SUPPORT.APK’ નામની ફાઇલ ડાઉનલોડ કરાવીને તેમનો મોબાઈલ હેક કર્યો હતો. આ ટેકનિકલ છેતરપિંડીના માધ્યમથી ફરિયાદીના વિવિધ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂપિયા 86,481ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

શાકભાજીના ઓર્ડર રિટર્ન કરાયા બાદ છેતરપિંડી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ફરિયાદી સરલાબેને ઝેપ્ટો મારફતે શાકભાજીનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય દ્વારા ઓર્ડર મુજબ નાના રીંગણના બદલે મોટા રીંગણની ડિલિવરી આપવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ આ રીંગણ પરત લઈ જવા જણાવ્યું ત્યારે ડિલિવરી બોયે રિટર્ન લેવાનો ઇનકાર કરીને કસ્ટમર કેરમાં વાત કરી લેવા જણાવ્યું હતું. ત્યારબાદ, ફરિયાદીએ ગૂગલમાં ઝેપ્ટોના કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો, જેના પરથી તેમને એક નંબર મળ્યો. આ નંબર પર કોલ કરતાં, સામાવાળાએ બીજો એક નંબર આપી તેના પર કોલ કરવાનું કહ્યું હતું.

ફરિયાદીએ જ્યારે બીજા નંબર પર કોલ કર્યો, ત્યારે તેમને વૉટ્સએપ પર ‘HY’ મેસેજ અને ત્યારબાદ વૉટ્સએપ કોલ આવ્યો. કોલ કરનારે પોતાનું નામ વિકાસ જણાવીને પોતે ઝેપ્ટોમાંથી બોલતો હોવાની ઓળખ આપી. વિકાસે ફરિયાદીને વિશ્વાસમાં લઈને જણાવ્યું કે તે એક એપ્લિકેશન મોકલે છે, જે ઓપન કરીને ચેક કરવાથી રૂપિયા 24નું રિફંડ તેમના ખાતામાં તુરંત જમા થઈ જશે.

મોબાઈલ હેક કરવા APK ફાઈલનો ઉપયોગ

ઠગ વિકાસ દ્વારા ફરિયાદીને વૉટ્સએપ પર ‘CUSTOMER SUPPORT.APK’ નામની એક ફાઇલ મોકલવામાં આવી હતી. જે ફરિયાદીએ તેના કહેવા મુજબ ઓપન કરી હતી. એપ્લિકેશન ઓપન થયા બાદ, વિકાસે ફરિયાદીને તેમના વિવિધ બેંક ખાતાઓમાં યુપીઆઈ પિન નાખીને રિફંડની રકમ ચેક કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ બેંક ઓફ બરોડાના બે ખાતા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં યુપીઆઈ પિન નાખીને ચેક કર્યું, પરંતુ કોઈ રકમ જમા થઈ નહોતી.

જ્યારે ફરિયાદીએ વિકાસને આ અંગે જાણ કરી કે કોઈ રકમ આવી નથી, ત્યારે ઠગ વિકાસે તાત્કાલિક કોલ કટ કરી દીધો હતો. તેના બેથી ત્રણ મિનિટની અંદર જ ફરિયાદીના મોબાઈલ પર તેમના બેંક ખાતામાંથી અને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ડેબિટ થવાના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. APK ફાઇલના માધ્યમથી ઠગોએ ફરિયાદીના મોબાઈલનો એક્સેસ મેળવીને તેમના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા.

કુલ રૂપિયા 86,481ની રકમની છેતરપિંડી

આ ઓનલાઈન છેતરપિંડીમાં ફરિયાદી સરલાબેને જુદા જુદા ખાતાઓમાંથી કુલ રૂપિયા 86,481 ગુમાવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ1 જુલાઇ 2025 ના રોજ સાયબર ફ્રોડ અંગેની વિગત સાયબર હેલ્પલાઇન 1930 ઉપર નોંધાવી હતી. ત્યારબાદ તેમણે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …
GUJARAT

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

May 20, 2026
છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…
GUJARAT

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

May 20, 2026
21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

May 20, 2026
Next Post
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act…

ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act...

સુરતમાં બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે | Conventional Barrage Project…

સુરતમાં બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે | Conventional Barrage Project...

VIDEO : ઇન્ડિગો સંકટને લીધે મુંબઈ ઍરપોર્ટ પર ફસાયેલી આફ્રિકન મહિલાએ હોબાળો મચાવ્યો | VIDEO: African …

VIDEO : ઇન્ડિગો સંકટને લીધે મુંબઈ ઍરપોર્ટ પર ફસાયેલી આફ્રિકન મહિલાએ હોબાળો મચાવ્યો | VIDEO: African ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

5 months ago
અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co…

અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co…

1 year ago
શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ | Shifted trains …

શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ | Shifted trains …

8 months ago
VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N…

VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News