![]()
અમદાવાદ,ગુરુવાર,20
નવેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના સુઅરેજ ઈન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય
કામગીરી માટે વિશ્વબેન્કની લોન મળી છે. વિશ્વબેન્ક તરફથી પર્ફોમ બેઈઝ કન્ડીશન મુજબ
વધુ ૧૨૫ કરોડ લોન મેળવવા કોમર્શીયલ પ્રોપર્ટીમાં યુઝર બેઈઝ વોટર ટેકસ લેવાનો થાય
છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની ૨૦ જેટલી થ્રી સ્ટાર અને
ફોર સ્ટાર હોટલો પાસેથી પ્રોપર્ટીટેકસ બિલના આધારે નહીં પરંતુ હોટલ દ્વારા જનરેટ
થતા વેસ્ટ વોટર મુજબ યુઝર ચાર્જ વસુલાશે.એક અંદાજ મુજબ પ્રતિ હોટલ વેસ્ટ વોટર યુઝર
ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો ઝીંકાશે.વર્ષ-૨૦૨૬-૨૭થી તમામ પ્રકારની કોમર્શીયલ મિલકતને માટે વેસ્ટ
વોટર યુઝર ચાર્જની નવી પધ્ધતિ મુજબ આવરી લઈઆ ચાર્જને વાર્ષિક બિલીંગમાં સમાવાશે.
ગુજરાત રેસીલીયન્સ સીટી પ્રોગ્રામ હેઠળ વિશ્વબેન્ક ફંડીંગ
ના અમલીકરણ માટે પ્રોજેકટ ઈમ્પલીમેન્ટેશન મેન્યુઅલ બનાવાયુ છે.જે મુજબ કોમર્શીયલ
મિલકત માટે વેસ્ટ વોટર યુઝર ચાર્જની નવી પધ્ધતિ અમલમાં મુકવા તાકીદની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં
મંજુરી અપાઈ છે.નવી વેસ્ટ વોટર યુઝર ચાર્જ પધ્ધતિનો અમલ શહેરની ૨૦ જેટલી લકઝુરીયસ
હોટલથી શરુ કરવા નિર્ણય કરાયો છે.આ હોટલો દરરોજ ૧૦ કિલોલીટરથી વધુ વેસ્ટ વોટર
જનરેટ કરે છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના
બોર્ડની મંજુરી મળ્યા પછી આ હોટલો પાસેથી પ્રોપર્ટી ટેકસબીલના આધારે નહીં પરંતુ
કેટલો વેસ્ટ વોટર જનરેટ હોટલ દીઠ કરવામા આવે છે તેના આધારે વેસ્ટ વોટર યુઝર ચાર્જ
વસુલાશે.વેસ્ટ વોટર યુઝર ચાર્જ પ્રતિ કિલોલીટર ૨૮ મુજબ વસુલ કરવા હાલ મંજુરી અપાઈ
છે.જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકની મંજુરી પછી આ વેસ્ટ યુઝર ચાર્જની
વસુલાત કરાશે.










