![]()
Mobile Addiction: અમદાવાદ મેટ્રોમાં મોબાઈલ મગ્ન મુસાફરો અનેકવાર નિયમિત પોતાનું સ્ટેશન ભૂલી જાય છે. અમદાવાદની એક જાણીતી પ્રાઈવેટ કોલેજના સર્વેમાં 55 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ‘અમે મહિનામાં એકવાર મોબાઈલમાં ખૂબ વ્યસ્ત હોવાના કારણે અમારું સ્ટેશન ભૂલી જઈએ છીએ અને અમારે ફરી મેટ્રો પકડીને પાછા આવવું પડે છે.’
68 ટકા મેટ્રો પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, તેઓ મોબાઈલ વિના પ્રવાસ જ કરી શક્તા નથી. 42 ટકા લોકોએ જણાવ્યું હતું કે જો તેમના મોબાઈલની બેટરી 30 ટકાથી ઓછી થઈ જાય છે તો તેઓ ચિંતામાં સરી જાય છે અને એન્કઝાઈટી અનુભવે છે.
આ પણ વાંચો: અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ
મોબાઈલ આધારિત અનેક સર્વે
અમદાવાદના અને તેની બહારના અનેક ઈન્સ્ટિટ્યૂટ્સમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના મેડિકલ અને સામાજિક પ્રકારના મોબાઈલ આધારિત અનેક સર્વે થઈ રહ્યા છે. મેટ્રોમાં ટિકિટ લીધા પછી પ્લેટફોર્મ પર પણ મોબાઈલમાં ગરકાવ થઈ જનારા યુથને એકાગ્રતામાં કોઈ ગફલત ના થઈ જાય અથવા તો અથડાઈ પડે નહીં તે માટે ‘લૂક અપ’ના બોર્ડ મૂકવામાં આવ્યા છે. એક તરફ મોબાઈલનો ઉપયોગ થાય અને મોબાઈલ ફ્રેન્ડલી વાતાવરણ થકી સંપર્ક વિના જ ટિકિટિંગની પ્રક્રિયા થાય તે માટે મેટ્રો કોર્પોરેશન કટિબદ્ધ છે. પરંતુ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અંદર ડબ્બામાં પણ સ્ટોશનો ભૂલી જવા, અંદર એકબીજા સાથે ભટકાઈ પડવું અથવા દરવાજો ખુલ્યા પહેલાં જ દરવાજા સાથે અથડાવવા જેવી ઘટનાઓ બનતી રહે છે. 56 ટકા મુસાફરોએ ઉપકરણ વાપરતી વખતે પડવાની ઘટનાઓનો અનુભવ કર્યો હતો, તો વળી મોબાઈલના સતત ઉપયોગને કારણે પ્લેટફોર્મ કે મેટ્રોની અંદર આસપાસની પરિસ્થિતિથી અજાણ હોય એવા અનેક યુવાનોના અનુભવ કામ કરતાં કર્મચારીઓ પ્રવાસીઓને થતાં રહે છે.
સર્વેના આધારે 16.49 ટકા લોકો ચાલુ વાહનમાં પણ કોઈને કોઈ રીતે પોતાનું કામ ચલાવવાના બહાને કે પોતાના આંતરીક માનસિક સ્ત્રાવને અનુસરીને મોબાઈલનો ઉપયોગ કરે છે. કુલ મોબાઈલ ધારકોમાંથી 46 ટકા વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ કરે છે, જેમાં તેમનો સ્ક્રીન ટાઈમ 4.35 કલાક પ્રતિદિન છે. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે 67 ટકા કિશોરોમાં સ્માર્ટફોન વ્યસનના લક્ષણો જોવા મળે છે, જેમાં 57 ટકા છોકરીઓ અને 43 ટકા છોકરાઓનો સમાવેશ થાય છે. સૌ જાણીએ છીએ એમ મેટ્રોમાં દરેક સ્ટેશનના આવવા સાથે તેની જાહેરાત થાય છે છતાં પણ મોબાઈલમાં નિયમિત આવતાં જતાં લોકો આ અવાજથી પણ અનુકૂળ થઈ ગયા હોવાથી સમયસર ઉતરવાનું ભૂલી જાય છે.










