gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elderly man loses 8.27 lakh in KYC scam: અમદાવાદમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, જેમાં તાજેતરમાં પ્રગતિનગર વિસ્તારના 64 વર્ષીય કોન્ટ્રાક્ટર અર્ચિશકુમાર ભટ્ટ છેતરપિંડીનો ભોગ બન્યા છે. બેંક કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક અજાણ્યા કોલરે તેમને KYC અપડેટ કરાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા અને તેમની અંગત બેંક વિગતો મેળવી લીધી હતી. આ વિગતોનો દુરુપયોગ કરીને ગઠિયાઓએ અર્ચિશકુમાર ભટ્ટના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 8,27,500 ની માતબર રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર દ્વારા હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કેવી રીતે બની ઘટના?

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આ છેતરપિંડીની ઘટના ગત 23 જૂન 2025 ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે બની હતી, જ્યારે 64 વર્ષીય અર્ચિશકુમાર ભટ્ટના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. કોલ કરનારે પોતાનું નામ દિપક શર્મા આપીને પોતે ICICI બેંકમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ખાસ કરીને, કોલર આઈ.ડી. પર ICICI બેંકનો ફોટો દેખાતો હોવાથી વૃદ્ધ ફરિયાદીને સરળતાથી વિશ્વાસ બેસી ગયો હતો. આ ઠગે અર્ચિશકુમારને ધમકાવતા જણાવ્યું કે તેમના ખાતાનું KYC (નો યોર કસ્ટમર) અપડેટ બાકી છે અને જો તુરંત ઓનલાઈન પ્રોસેસ નહીં કરવામાં આવે, તો તેમના ખાતામાંથી રૂપિયા 5,000નો ચાર્જ કપાશે અને ખાતું ફ્રીજ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા

જોકે, ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે પોતાનું મુખ્ય ખાતું યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં હોવાનું જણાવતા ઠગે તુરંત જ તે ખાતાનું ઓનલાઈન KYC કરી આપવાની તૈયારી દર્શાવી. ત્યારબાદ આ ગઠિયાએ વોટ્સએપ પર એક ખાસ લિંક મોકલી, જેમાં ખૂલેલા ફોર્મમાં ફરિયાદી પાસેથી બેંકનું નામ, ખાતા નંબર, પોતાનું નામ, તેમજ સૌથી સંવેદનશીલ વિગતો જેવી કે ડેબિટ કાર્ડનો સંપૂર્ણ નંબર, CVV નંબર અને વેલિડિટી તારીખ પણ ભરાવીને સબમિટ કરાવી લીધી હતી. આ રીતે, ઠગે ફરિયાદી પાસેથી તેમની તમામ અગત્યની બેંકિંગ વિગતો ચાલાકીપૂર્વક મેળવી લીધી.

મોબાઈલ હેક કરીને રૂપિયા સેરવી લીધા

ફોર્મ સબમિટ થતાં જ ઠગે મોકલેલી લિંકનો ઉપયોગ કરીને ફરિયાદીના ફોનનો એક્સેસ મેળવીને તેને હેક કરી દીધો હતો. વિગતો આપી દીધાના થોડા કલાકો બાદ જ અર્ચિશકુમાર ભટ્ટને સતત અલગ અલગ OTP આવવાના શરૂ થતાં તેમને શંકા ગઈ હતી. જોકે, વૃદ્ધ કંઈ સમજે તે પહેલા જ, બીજા દિવસે, તા. 24 જૂન 2025 ના રોજ તેમની જાણ બહાર તેમના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 8,27,500/- ની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, જેનાથી તેમને મોટું નાણાકીય નુકસાન થયું.

આ પણ વાંચો: અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા રૂપિયા

પોતાના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયાના મેસેજ મળતાં જ ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે તાત્કાલિક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેરમાં સંપર્ક કરીને પોતાનું બેંક ખાતું હોલ્ટ કરાવી દીધું અને એટીએમ કાર્ડ પણ બંધ કરાવી દીધું હતું. આ સાયબર ફ્રોડનો અહેસાસ થતાં તેમણે સમય બગાડ્યા વિના સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.

આ સાયબર ફ્રોડ અંગે વૃદ્ધ ફરિયાદી અર્ચિશકુમાર ભટ્ટે નારણપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, જે હવે વિગતવાર તપાસ માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જોકે, ફરિયાદમાં એક મોટો અવરોધ આવ્યો છે. ફ્રોડ થયા બાદ તેમનો ફોન ખૂબ ગરમ થવા લાગ્યો હતો અને કોલ-મેસેજ પણ થતા નહોતા, જે તેમના ફોન હેક થઈ ગયા હોવાનો સ્પષ્ટ સંકેત હતો. પરંતુ, તેમણે પોતાના ભાણેજની સલાહ મુજબ ફોન રીસેટ (ફોર્મેટ) કરી દીધો હોવાથી, ઠગ સાથે થયેલી વોટ્સએપ ચેટ કે મોકલેલી લિંકના કોઈ ડિજિટલ પુરાવા હાલમાં તેમની પાસે ઉપલબ્ધ નથી. પુરાવાના અભાવ છતાં પોલીસે હવે આ છેતરપિંડી કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber ...

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |...

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

9 months ago
મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

7 months ago
બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે | Bandra Terminus Ajmer…

બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે | Bandra Terminus Ajmer…

7 months ago
PM મોદી નિવૃત્તિની વાત કરવા સંઘ કાર્યાલય ગયા હતા, રાઉતના દાવાથી રાજકીય ગરમાવો | Sanjay Raut said PM …

PM મોદી નિવૃત્તિની વાત કરવા સંઘ કાર્યાલય ગયા હતા, રાઉતના દાવાથી રાજકીય ગરમાવો | Sanjay Raut said PM …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News