gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે રૂ. 90 લાખ ગુમાવ્યા, મ…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે રૂ. 90 લાખ ગુમાવ્યા, મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Fraud: અમદાવાદ અલગ અલગ રીતે સાયબર ઠગે લૂંટ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પહેલી ઘટનામાં યૂ-ટ્યૂબ પર ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ બેન્કમાંથી નિવૃત્ત થયેલા અમદાવાદના 73 વર્ષીય વૃદ્ધ સાથે 90.75 લાખ રૂપિયાની, બીજી ઘટનામાં બેન્ક ઓફ ઈન્ડિયાના નામે નકલી APK ફાઈલ મોકલી મહિલાના ખાતામાંથી 7.46 લાખ રૂપિયાની અને દેવભૂમિ દ્વારકાના કડવા પટેલ સમાજ ભવનના નામે ફેક વેબસાઈટ બનાવી ઓડિટ એક્ઝિક્યુટિવ સાથે 19 હાજર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.

યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા

અમદાવાદના ઈસનપુર-ઘોડાસર રોડ પર રહેતા અને SBIમાંથી નિવૃત્ત થયેલા 73 વર્ષીય મહેન્દ્ર પટેલને યુટ્યુબ પર જાહેરાત જઈને ઈન્વેસ્ટમેન્ટ કરવું ભારે પડ્યું હતું. તેની સાથે 90 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ’14મી નવેમ્બર 2025ના દિવસે મે યુટ્યુબ પર જાણીતા ઉદ્યોગપતિઓના નામથી આવતી ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ હતી. આ પછી મે વેન્ટ્રા ટ્રેડ નામની ટ્રેડિંગ એપ્લિકેશનની લિંક પર ક્લિક કરી બાયોડેટા ભરીને એકાઉન્ટ ખોલાવ્યું હતું, જે બાદ વોટ્સએપ પર મારો પોર્ટફોલિયો મેનેજર તરીકે શોએબ ઘૌરી અને પછી શ્વેત અને આહાન શાહ નામના વ્યક્તિઓએ સંપર્ક કરી શેરબજાર અને કોમોડિટીમાં વધુ નફાની લાલચ આપી હતી.’

નિવૃત્ત વૃદ્ધે શરૂઆતમાં અલગ-અલગ UPI આઈડીથી નાની રકમો જમા કરાવી હતી. આ દરમિયાન વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે સાયબર ઠગે તેને 21,999 રૂપિયા પાછા મોકલીને ફસાવ્યા હતા. આમ વૃદ્ધને વધુ નફાની લાલચ આપી ફરીથી 26 નવેમ્બર 2025થી એપ્રિલ 2026 સુધી સાયબર ઠગે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં RTGSથી લાખો રૂપિયા જમા કરાવડાવ્યા હતા. આ પછી વૃદ્ધે ગ્લોબલ માર્કેટની સ્થિતિ જોઈ પોતાની ક્રેડિટ વિડ્રો કરવાની રિક્વેસ્ટ કરી હતી ત્યારે ત્યારે સાયબર ઠગે વૃદ્ધનું એકાઉન્ટ ફ્રીઝ થયાનું કહી કેપિટલ ગેઈન ટેક્સ અને પ્રોસેસિંગ ચાર્જના નામે વધુ 18 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા. 

આમ સાત મહિના દરમિયાન ટ્રેડિંગ એપ્લિકેશનમાં વૃદ્ધને ફેક નફો દેખાડીને 90,75,700 રૂપિયા પડાવી પડાવી લીધા હતા. આ પછી સાયબર ઠગે વોટ્સએપ મેસેજમાં રિપ્લાય આપવાનું અને ફોન ઉપાડવાના બંધ કરી દીધું હતું.  અંતે ગત 26 મેના દિવસે એપ્લિકેશનમાં એકાઉન્ટ ફ્રીઝ હોવાનો મેસેજ આવતા વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ પછી તેમણે સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા

બેન્ક ઓફ ઈન્ડિયાના ફેક KYC લેટર અને APK ફાઈલ ઈન્સ્ટોલ કરતા મહિલાના ખાતું સાફ

નિકોલની એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને ઘરે સિલાઈ કામ કરતાં 37 વર્ષીય નિલમબહેન પટેલે સાથે 7.46 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 19મી મેના રોજ રાત્રે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી બેન્ક ઓફ ઈન્ડિયાનો સિગ્નેચર અને સિક્કાવાળો એક નકલી KYC અપડેટ લેટર અને બેન્ક ઓફ ઈન્ડિયામાં પાન કાર્ડ અપડેટ કરવા માટે એક APK ફાઈલ મોકલવામાં આવી હતી. જેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ અપડેટ ન હોવાથી ખાતું સસ્પેન્ડ થવાની વોર્નિંગ પણ આપવામાં આવી હતી. મહિલાએ આ બાબતે પહેલા ધ્યાન આપ્યું નહોતું, આ પછી બેન્ક સ્ટાફની સામાન્ય પૂછપરછ પછી મહિલાના પતિએ તે ફ્રોડ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી હતી. આમ સાયબર ઠગે મોબાઈલનો એક્સેસ લઈને બેંકિંગ આઈડી-પાસવર્ડ અને ઓટીપીની ચોરી કરી લીધી હતી. 

સાયબર ઠગે બેન્ક ખાતામાં નિલમબહેનના ઈમેઈલ આઈડીને બદલીને પોતાનું નકલી જી-મેઈલ આઈડી રજિસ્ટર કરાવી દીધું હતું. આ પછી મહિલાના ખાતામાંથી માત્ર 5 દિવસમાં જ 7,46,502 રૂપિયા અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાદ 24 મેના મોબાઈલમાં રૂપિયા ડેબિટ થવાના ટેક્સ્ટ મેસેજ જોતા અને નેટબેંકિંગ લોગ-ઈન ન થતા છેતરપિંડીની જાણ થઈ હતી. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકામાં સમાજના ભવનમાં બેન્ક ઓડિટર ઓનલાઈન રૂમ બુકિંગ કરાવવા જતાં છેતરાયા

અમદાવાદના હેબતપુરમાં પરિવાર સાથે રહેતા અને એક બેન્કના ઓડિટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા 35 વર્ષીય કાર્તિક પટેલ 19,800 રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત 11મી એપ્રિલના રોજ તેઓ તેમના પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા જવા હતા. એટલે ત્યાં રહેવા માટે એડવાન્સ બુકિંગ કરાવવાનું હતું. આ માટે તેમણે ગત 25મી માર્ચે ગુગલ પર સર્ચ કરતા kadvasamajpatel.com નામની એક ફેક વેબસાઈટ મળી હતી. તેણે આપેલા મોબાઈલ નંબર પર ચેટ કરીને 2 દિવસના રૂમ બુકિંગ અને રિસિપ્ટ ચાર્જ પેટે 6,600 ભરવા માટે એક QR કોડ મોકલ્યો હતો. 

કાર્તિકે પોતાના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું. આ પછી સાયબર ઠગે અલગ-અલગ સિસ્ટમ એરર અને ખોટી રીતે પેમેન્ટ થયાનું બહાનું કરીને અગાઉના રૂપિયા પાછા લેવા માટેની લાલચ આપી 29મી માર્ચના દિવસે 5 ટ્રાન્જેક્શન કરાવીને વધુ 13,200 લીધા હતા. આમ તેણે 19,800 પાછા માંગતા જ સાયબર ઠગે કોલ ઉપાડવાના બંધ કરી દીધા હતા. એટલું જ નહીં વેબસાઈટ અંગે તપાસ કરતા તે ફેક હોવાનું અને હોટલ બુકિંગના બહાને લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો જાણ થતાં તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…
GUJARAT

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

June 7, 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત | Delhi M…
GUJARAT

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત | Delhi M…

June 7, 2026
સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર | Sabark…
GUJARAT

સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર | Sabark…

June 7, 2026
Next Post
જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપક…

જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપક...

સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર | Sabark…

સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર | Sabark...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત | Delhi M…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત | Delhi M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમા વિસ્તારના 30 વર્ષના ડ્રાઇવરે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી પ્રેગનન્ટ બનાવી | A 30 year old …

સમા વિસ્તારના 30 વર્ષના ડ્રાઇવરે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી પ્રેગનન્ટ બનાવી | A 30 year old …

6 months ago
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવા અંગેના પ્રકરણમાં બે ફરા…

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવા અંગેના પ્રકરણમાં બે ફરા…

8 months ago
જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

6 months ago
હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

હેલ્થકેર, ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળી 74170 | Funds surge in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News