gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ આકરી ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે શહેરના 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોવાથી સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે, ત્યાં CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી 24 જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.

શહેરમાં 350 પરબ, બાગ બગીચા 11 વાગ્યા સુધી ખુલા રહેશે

શહેરીજનોની સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાલમાં 350 પાણીની પરબો શરૂ કરાઈ છે, જેની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 1,000 થી વધુ કરવામાં આવશે. આ ઉપરાંત, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. ગરમીથી બચવા માટે શહેરના તમામ બાગ-બગીચાઓ હવે સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી લોકો ઠંડકનો આશરો લઈ શકે.

બાંધકામ સાઇટ બપોરે બંધ

બપોરના સમયે આકરા તડકાથી બચવા માટે બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમિકો માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન આ નિયમનું કડક પાલન કરવાનું રહેશે. આ સાથે જ આંગણવાડી, શાળાઓ અને સફાઈ કામદારોના કામના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ હીટવેવની સીધી અસરમાં ન આવે.

નાગરિકોને પણ અપીલ

AMCના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય માથાનો દુખાવો જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના UHC અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. ગરમીના આ દિવસોમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને મહત્તમ પાણી પીવું હિતાવહ છે.

હીટ એક્શન પ્લાન અંતર્ગત આ કામગીરી કરાશે.

શહેરના તમામ UHC/CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરૂ કરાયા. સામાજિક સંસ્થાઓ/ બિલ્ડર્સ દ્વારા શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ. શારદાબેન, SVP, LG, VS હોસ્પિટલ તેમજ CHCમાં હીટ રિલેટેડ ઈનલેસના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ. તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી 70 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરાયા. તમામ આંગણવાડીઓ પર ORS પેકેટની વ્યવસ્થા કરાઈ. તમામ BRTS સ્ટેન્ડ અને AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ.

બપોરે 12થી 4 આ 70 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે

પ્રભાત ચોક, ઉમિયા હોલ, સિલ્વર સ્ટાર, ભાગવત કોમ્પલેક્સ, સુભાષ ચોક, ગુરુકુળ ત્રણ રસ્તા, એન.એફ.ડી સર્કલ, સૂરધારા સર્કલ, દાદા સાહેબના પગલાં, વિજય ચાર રસ્તા, કોર્મસ છ રસ્તા, સેન્ટ ઝેવિયર્સ, વાઘ બકરી ટી લોન્જ, ગુલબાઈ ટેકરા, દર્પણ છ રસ્તા, ભીમજીપુરા, સ્ટેડિયમ સર્કલ, સ્વસ્તિક ચાર રસ્તા, સરદાર પટેલ બાવલા, સમર્પણ સર્કલ, સીજી રોડ બોડીલાાઈન, અંકુર ચાર રસ્તા, ખોડિયાર મંદિર, ઈન્કમ ટેક્સ સર્કલ, નવરંગપુરા, કાલુપુર સર્કલ, ગેલક્સી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, રખિયાલ ચાર રસ્તા, અજીત મિલ ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા, ખોડિયાર નગર ચાર રસ્તા, કાંગારૂ સર્કલ (ખોખરા), ગોવિંદવાડી ચાર રસ્તા, હીરાભાઈ ટાવર ચાર રસ્તા, અવકાર હોલ, જવાહર ચોક, ભૈરવનાથ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, કાગડાપીઠ ટી, ભૂલાભાઈ ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, જનપથ ટી, અચેર ચાર રસ્તા, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ગોદરેજ ગાર્ડન સિટી, ONGC કટ ચાર રસ્તા, વિસત સર્કલ, દધિચી બ્રિજ સર્કલ, શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, વલ્લભ સદન રિવર ફ્રન્ટ, હરિહર આનંદ સકલ રિવરફ્રન્ટ, નહેરુ બ્રિજ રસ્તા, એક્સાઇઝ ચોકી, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, જાજરમાન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, બજરંગ ચાર રસ્તા, સિલ્વર રેસિડેન્સી ચાર રસ્તા, સાણંદ સર્કલ અને ગિરીશ ચાર રસ્તા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis...

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t...

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર | Massive fire b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

7 months ago
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

3 months ago
સોના- ચાંદીમાં એકદરે ટકેલો ટોન : યુએસમાં વ્યાજ દર ઘટવાની શક્યતા | Gold and silver remain flat: US in…

સોના- ચાંદીમાં એકદરે ટકેલો ટોન : યુએસમાં વ્યાજ દર ઘટવાની શક્યતા | Gold and silver remain flat: US in…

11 months ago
સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો  સ્પ્રિંગ જેવો ઉછાળો

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો સ્પ્રિંગ જેવો ઉછાળો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News