gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in Business
0 0
0
અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાંને પગલે વૈશ્વિક કિંમતી ધાતુમાં નવેસરથી ઉછાળો આવતા ઘરઆંગણે પણ સોનાચાંદીના ભાવ ઊંચકાયા હતા. વૈશ્વિક સોનુ વધી ફરી ૫૦૦૦ ડોલરને પાર કરી ગયું હતું જ્યારે ચાંદી પણ ૭૮ ડોલરની ઉપર કવોટ થતી હતી. અમેરિકા ઈરાન પર ગમે ત્યારે હુમલો કરશે તેવા અહેવાલોએ ક્રુડ તેલના ભાવ પણ મજબૂત બોલાવા લાગ્યા  હતા. વૈશ્વિક કરન્સી સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.

 વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં અમદાવાદ સોનામાં રૂપિયા ૩૫૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૯૦૦૦ વધારો થયો હતો જ્યારે મુંબઈ સોનુ રૂપિયા ૨૬૦૦ અને ચાંદી રૂપિયા ૭૭૦૦ વધી હતી. બીજી બાજુ એમસીએકસ તથા એનએસઈએ સોનાચાંદીના વાયદા પર લાગુ કરેલ વધારાનું માર્જિન પાછુ ખેંચી લીધું હતું.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનુ જીએસટી વગર  રૂપિયા ૨૬૦૭ વધી રૂપિયા ૧,૫૪,૫૭૦ રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧,૫૩,૯૫૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૭૭૩૩ વધી રૂપિયા ૨,૪૪,૭૭૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૩૫૦૦ વધી રૂપિયા ૧,૫૯,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૫૯,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલો રૂપિયા ૯૦૦૦ ઉછળી રૂપિયા ૨,૪૬,૦૦૦ કવોટ થતી હતી. 

ઈરાન સાથેની વાટાઘાટ નિષ્ફળ રહેશે તો તેના પર આક્રમણ કરવા અમેરિકાએ પૂરતી તૈયારી કરી લીધી હોવાના અહેવાલ ઉપરાંત ઈરાને પોતાની એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરી દેતા ગમે તે ઘડીએ યુદ્ધ થવાની શકયતા વધી ગઈ છે જેને પગલે સેફ હેવન તરીકે સોનાચાંદીમાં ફન્ડોની લેવાલી રહી હતી. 

ફન્ડોની લેવાલીથી વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૫૦૨૧.૯૩ ડોલર અને નીચામાં ૪૯૬૦.૮૩ ડોલર થઈ મોડી સાંજે ૪૯૮૫ ડોલર કવોટ થતું હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૭૯.૪૭ ડોલર અને નીચામાં ૭૬.૪૯ ડોલર થઈ મોડી સાંજે ૭૭.૬૦ ડોલર મુકાતી હતી. 

દરમિયાન, સોનાચાંદીના ભાવમાં ભારે વોલેટિલિટીને પગલે એમસીએકસ તથા એનએસઈ દ્વારા વર્તમાન મહિનાના પ્રારંભમાં ગોલ્ડ ફયુચર્સ કોન્ટ્રેકટસ તથા સિલ્વર ફ્યુચર્સ કોન્ટ્રેકટ  પર લાગુ કરેલ વધારાના માર્જિન પાછા ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી.

એમસીએકસ તથા એનએસઈ દ્વારા ગોલ્ડ વાયદા પર ૩ ટકા વધારાનું માર્જિન અને ચાંદી ફ્યુચર્સ કોન્ટ્રેકટસ પર સાત ટકા વધારાનું માર્જિન લાગુ કરાયું હતું જે ૧૯ ફેબુ્રઆરીથી અમલી બને તે રીતે પાછું ખેંચી લેવાયું છે. 

ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિમાં ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની શકયતાએ  આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૭૧.૩૬ ડોલર સાથે સાડાછ મહિનાની ટોચે કવોટ થતું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પણ બેરલ દીઠ ૬૬.૩૦ ડોલર મુકાતુ હતું. 

વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. ડોલર ૦૨ પૈસા ઘટી ૯૦.૬૭ રૂપિયા, પાઉન્ડ ૯૫ પૈસા ઘટી રૂપિયા ૧૨૨.૨૯ જ્યારે યુરો ૦૭ પૈસા ઘટી રૂપિયા ૧૦૭.૩૫ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
Business

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

April 11, 2026
ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …
Business

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

April 11, 2026
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…
Business

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

April 11, 2026
Next Post
સેન્સેક્સ 1236 પોઈન્ટ ગબડીને 82498 | Sensex plunges 1236 points to 82498

સેન્સેક્સ 1236 પોઈન્ટ ગબડીને 82498 | Sensex plunges 1236 points to 82498

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r…

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r...

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેમ્પ ડયૂટીની મોટાપાયે થતી ચોરી બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો | Documen…

સ્ટેમ્પ ડયૂટીની મોટાપાયે થતી ચોરી બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો | Documen…

9 months ago
પહલગામ હુમલા બાદ ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય | supreme court took a big step aft…

પહલગામ હુમલા બાદ ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય | supreme court took a big step aft…

12 months ago
BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

7 months ago
સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News