gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 1236 પોઈન્ટ ગબડીને 82498 | Sensex plunges 1236 points to 82498

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 1236 પોઈન્ટ ગબડીને 82498 | Sensex plunges 1236 points to 82498
2
VIEWS
Share on FacebookShare on Twitter

ઈરાન-અમેરિકા યુદ્વના ભણકારાએ ફરી સાર્વત્રિક કડાકો 

મુંબઈ : ઈરાન પર ગમે તે ઘડીએ અમેરિકા દ્વારા યુદ્વ થોપવામાં આવે એવી શકયતાના અહેવાલોએ વિશ્વ ફરી નવા જીઓપોલિટીકલ ટેન્શનમાં આવી જતાં વૈશ્વિક બજારોમાં ફફડાટે આજે  ફરી શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. અમેરિકા યેનકેન પ્રકારે ઈરાનને ઘૂંટણિયે આવવા મજબૂર કરવાના મૂડમાં હોઈ ન્યુક્લિયર સંધિ કરાવીને ઈરાનને અણુબોમ્બ બનાવતા અટકાવવાના છેલ્લી ઘડીના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા હોઈ હવે અમેરિકા કોઈપણ ઘડીએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરે એવી શકયતાએ આજે વિશ્વમભરમાં ઉચ્ચાટ વચ્ચે વૈશ્વિક શેર બજારોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ભારતીય શેર બજારોમાં એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે ખતરો હોવાના નિષ્ણાંતોના અભિપ્રાય આવી રહ્યા છે, ત્યારે  બીજી તરફ એઆઈને પડકાર વચ્ચે સોનેરી તક તરીકે જોવાઈ રહ્યું હોઈ રિલાયન્સ-જિયો દ્વારા એઆઈ ઈકોસિસ્ટમ ક્ષેત્રે રૂ.૧૦ લાખ કરોડનું રોકાણ કરવાનું જાહેર કરાતાં અને અદાણી ગુ્રપની પણ મેગા યોજનાને લઈ આજે આઈટી શેરોમાં ફરી ઘટાડાને બ્રેક લાગી હતી. જો કે સિમેન્ટ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ, મેટલ-માઈનીંગ શેરોમાં ગાબડાં પડયા હતા. સેન્સેક્સ ૧૨૩૬.૧૧ પોઈન્ટ તૂટીને ૮૨૪૯૮.૧૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૬૫ પોઈન્ટ ગબડીને ૨૫૪૫૪.૩૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૧૩૧૨ તૂટયો : હીરો રૂ.૧૮૦, મહિન્દ્રા રૂ.૯૯, બજાજ ઓટો રૂ.૨૫૬, મારૂતી રૂ.૨૬૩ તૂટયા

ઈરાન-અમેરિકા યુદ્વના ભણકારાં વચ્ચે ફરી ક્રુડ ઓઈલના ભાવો ઝડપી વધવાના જોખમે ઓટોમોબાઈલ ઉદ્યોગનું સંકટ વધવાના અંદાજોએ આજે ફંડોએ ઓટો શેરોમાં મોટાપાયે વેચવાલી કરી હતી. હીરો મોટોકોર્પ રૂ.૧૮૦.૩૫ તૂટીને રૂ.૫૪૧૨.૪૫, મધરસન રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૨૯.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૯.૩૦ તૂટીને રૂ.૩૪૩૧.૨૦, અપોલો ટાયર રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૪૬૨.૨૫, બજાજ ઓટો રૂ.૨૫૫.૭૦ ઘટીને રૂ.૯૭૨૨.૫૫, અશોક લેલેન્ડ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૨૦૩.૧૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૪૬.૭૫ ઘટીને રૂ.૨૧૭૯.૬૦, મારૂતી સુઝુકી રૂ.૨૬૩.૧૦ ઘટીને રૂ.૧૪૯૦૪, આઈશર મોટર્સ રૂ.૧૧૫.૫૦ ઘટીને રૂ.૭૮૯૭.૭૫, ટાટા મોટર્સ પેસેન્જર રૂ.૭ ઘટીને રૂ.૩૭૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૧૨.૧૮ પોઈન્ટ તૂટીને ૬૧૪૩૯.૮૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં હેમરિંૈંગે જીઈ વર્નોવા રૂ.૧૮૧, કેઈન્સ રૂ.૧૮૩, પાવર ઈન્ડિયા રૂ.૭૬૫ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે વેચવાલી કરીને ભાવો તોડયા હતા. જીઈ  વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૮૦.૯૦ તૂટીને રૂ.૩૫૪૫.૯૫, કેઈન્સ રૂ.૧૮૩.૨૦ તૂટીને રૂ.૩૮૭૬, પીટીસીઆઈએલ રૂ.૫૯૫.૨૫ તૂટીને રૂ.૧૭,૬૪૩.૧૦, પાવર ઈન્ડિયા રૂ.૭૬૪.૭૫ ઘટીને રૂ.૨૨,૮૩૭.૪૦, થર્મેક્સ રૂ.૯૩.૯૦ ઘટીને રૂ.૩૦૦૧.૧૫, વારી એનજીૅ રૂ.૮૮.૪૦ ઘટીને રૂ.૨૮૭૫.૭૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૬૫.૭૦ ઘટીને રૂ.૫૭૧૫.૬૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૯.૬૦ ઘટીને રૂ.૪૧૩૨.૩૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૪૩૫.૫૫, ભેલ રૂ.૭ ઘટીને રૂ.૨૫૪.૦૫, સિમેન્સ રૂ.૭૮.૧૦ ઘટીને રૂ.૩૧૧૦.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૨૬.૨૭ પોઈન્ટ તૂટીને ૬૮૨૭૪.૮૫ બંધ રહ્યો હતો.

રિલાયન્સ, અદાણી એઆઈ ક્ષેત્રે જંગી રોકાણ કરશે : આઈટી શેરોમાં ઘસારો ધીમો પડયો : ઝેગલ તૂટયો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ક્ષેત્રે રિલાયન્સ, અદાણીના જંગી રોકાણની યોજનાઓ જાહેર થતાં આઈટી શેરોમાં ઘસારો ધીમો પડયો હતો. ઝેગલ રૂ.૧૪.૨૦ તૂટીને રૂ.૨૪૨.૨૫, એનપીએસટી રૂ.૬૬.૬૫ ઘટીને રૂ.૧૧૭૨.૭૦, હેક્ઝાવેર રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૫૪૧.૦૫, પર્સિસન્ટ રૂ.૨૪૭.૩૫ ઘટીને રૂ.૫૨૭૧.૧૦, મેપમાય ઈન્ડિયા રૂ.૪૫.૬૫ ઘટીને રૂ.૧૧૧૬.૧૫, ઈમુદ્રા રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૪૬૬.૧૫, રામકો સિસ્ટમ રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૫૧૫.૨૦, જેનેસીસ રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૩૧૧.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૬૫.૧૩ પોઈન્ટ ઘટીને ૩૧૩૫૯.૬૮ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સમાં ૧૦૫૦ પોઈન્ટનો કડાકો : પીજી ઈલેક્ટ્રો, કલ્યાણી જવેલર્સ, ડિક્સન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોને પણ વૈશ્વિક અગ્રણી બ્રોકિંગ હાઉસોએ ડાઉનગ્રેડ કરતાં શેરોમાં આજે કડાકો બોલાઈ ગયો હતો. પીજી ઈલેક્ટ્રો રૂ.૨૧ તૂટીને રૂ.૬૦૬.૫૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૪૦૫.૦૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૭.૯૫ ઘટીને રૂ.૧૩૯૬.૩૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૯૨.૭૫ ઘટીને રૂ.૧૧,૨૩૬.૮૫, ક્રોમ્પ્ટન રૂ.૬.૭૫ ઘટીને રૂ.૨૬૫.૬૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૯૧.૨૫ ઘટીને રૂ.૭૭૦૫.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૫૦.૭૭ પોઈન્ટ તૂટીને ૫૮૮૬૨.૪૭ બંધ રહ્યો હતો.

ફરી મંદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ધબડકો : માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૩૦૧૧ શેરો નેગેટીવ બંધ

એકાએક ઈરાન-અમેરિકા યુદ્વ ફેકટરે સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવા સાથે ફંડો, ખેલંદાઓ, ઈન્વેસ્ટરો સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલ બની જતાં ધબડકો બોલાયો હતો. જેથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૭૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૦૯  અને ઘટનારની સંખ્યા ૩૦૧૧ રહી હતી.

બેંકિંગ શેરો ફરી તૂટયા : ફંડોની ઓવરબોટ પોઝિશન ખંખેરાઈ : કોટક, આઈડીએફસી, યુનિયન બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતાં વ્યાપક નરમાઈ જોવાઈ હતી. કોટક મહિન્દ્રા બેંક શેર વિભાજન બાદ આજે રૂ.૯.૭૫ ઘટીને રૂ.૪૧૬.૫૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૭૨ ઘટીને રૂ.૮૨.૯૬, યુનિયન  બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૮૯.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૯૨૭.૩૦, કેનેરા બેંક રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૪૯.૪૦, પીએનબી રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૨૬.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૧૨૦૭ રહ્યા હતા. જ્યારે મુથુટ રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૧૮૩.૬૦, ઉગ્રો કેપિટલ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૧૨૩.૫૦, પેટીએમ રૂ.૫૪ તૂટીને રૂ.૧૧૪૪.૬૦, એડલવેઈઝ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૧૨૨.૨૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૯૬.૭૦ તૂટીને રૂ.૨૫૬૦.૯૦, ફાઈવપૈસા રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૩૧૪.૧૦  રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૭૮.૯૧ પોઈન્ટ તૂટીને ૬૮૨૭૪.૮૫ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં વૈશ્વિક બજાર પાછળ સતત ધોવાણ : લોઈડ્સ મેટલ, અદાણી, એપીએલ અપોલો ઘટયા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવોમાં સતત જોવાઈ રહેલી ઉથલપાથલ અને નોન-મેટલ ફેરસ મેટલના ભાવોમાં પણ નરમાઈ વચ્ચે ફંડો વેચવાલ રહ્યા હતા. લોઈડ્સ મેટલ રૂ.૮૫.૫૦ ઘટીને રૂ.૧૧૨૬.૩૫, અદાણી  એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૫.૧૫ ઘટીને રૂ.૨૧૫૫.૬૫, સેઈલ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૫૫.૮૦, એપીએલ અપોલો રૂ.૪૨.૨૦ ઘટીને રૂ.૨૧૯૯.૩૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૨૦૫.૪૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૭૪૬.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૬૯.૯૩ પોઈન્ટ ઘટીને ૩૯૦૫૮.૨૨ બંધ રહ્યો હતો.

રિલાયન્સ સહિત  ઓઈલ શેરોમાં ફંડોની  વેચવાલી : રિલાયન્સ રૂ.૩૦, એચપીસીએલ રૂ.૨૩ તૂટયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને જિયો દ્વારા એઆઈ ક્ષેત્રે આગામી સાત વર્ષોમાં રૂ.૧૦ લાખ કરોડ જેટલું રોકાણ કરવાની યોજના છતાં વૈશ્વિક મોરચે ઈરાન-અમેરિકા યુદ્વના  ભણકાંરાએ ફંડોની શેરોમાં વેચવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦.૪૫ તૂટીને રૂ.૧૪૧૦.૮૦, એચપીસીએલ રૂ.૨૨.૬૫ તૂટીને રૂ.૪૩૪.૭૦, બીપીસીએલ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૩૬૭.૭૦, આઈઓસી રૂ.૪.૫૦ ઘટીને રૂ.૧૭૪.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૪.૨૩ પોઈન્ટ ઘટીને ૨૮૮૪૬.૪૮ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૮૮૦ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૯૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૮૦.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૮૬૧૪.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૪૯૫.૩૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૯૬.૨૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  રહી હતી. કુલ રૂ.૧૧,૪૮૩.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૦૮૦.૧૪ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૭૯ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૬૫.૨૨ લાખ કરોડ

ફંડો, ખેલંદાઓએ આજે ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાવ્યા સાથે અનેક શેરોમાં વેચવાલી કરતાં ભાવો તૂટતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૬.૭૯  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૫.૨૨ લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r…

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r...

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working ...

મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipa…

મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…

ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…

1 year ago
પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર | The accused fled after throwing two boxes fu…

પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર | The accused fled after throwing two boxes fu…

6 months ago
જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

11 months ago
VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News