gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે રવિવારે (26મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો 3 જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવા માટે 150થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્યૂહાત્મક રીતે કાર્યરત કરાશે.

પૂર્વ અને કોટ વિસ્તારમાં વિશેષ સતર્કતા સાથે SRP, અર્ધલશ્કરી દળો ગોઠવાશે

રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. કુલ 48 વોર્ડમાંથી 192 નગરસેવકો ચૂંટી કાઢવા લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તે માટે અમદાવાદ શહેર પોલીસે તૈયારીઓ આરંભી છે. બંદોબસ્ત સંદર્ભે મીટિંગ બાદ મહત્ત્વના નિર્ણયો લેવાયાં હતાં. શહેરના દરેક સેક્ટર અને ઝોનમાં પોલીસ કર્મચારી જે પોલીસ સ્ટેશનમાં કાર્યરત હોય તેના બદલે બીજા પોલીસ સ્ટેશનમાં જ ચૂંટણી બંદોબસ્ત ફાળવવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. સીસીટીવી ઉપરાંત જરૂર જણાયે ડ્રોનથી નજર રાખશે. શહેર પોલીસની 50 ક્વિક રિસ્પોન્સ ટીમ અને 100 સેક્ટર પેટ્રોલિંગ ટીમ મળીને કુલ 150 જેટલી ટીમો ક્રોસ પેટ્રોલિંગ કરશે. કોઈપણ મતદાન મથકમાં, બહાર કે આસપાસ ટોળાંશાહી કરવામાં આવશે અથવા તો વાતાવરણ ડહોળવાની કોશિષ કરવામાં આવશે તો ત્રણ જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવું આયોજન કરાયું છે.

આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્યો કેદ

અમદાવાદમાં કુલ 4257 મતદાન મથકો ઉપર 38 લાખ મતદારો મતદાન કરશે, ત્યારે ગેરરીતિ ટાળવા અને ક્રોસ પેટ્રોલિંગ ગોઠવવાની સાથે જ સીસીટીવી અને જરૂર જણાય તે વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવાના આયોજનો શહેર પોલીસે આરંભ્યા છે. આજે સોમવારે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ચૂંટણી બંદોબસ્ત સંદર્ભે મીટિંગ યોજાઈ હતી. શહેરમાં કુલ 4257 મતદાન મથક ઉપર મતદાન થવાનું છે તેમાંથી પશ્ચિમ વિસ્તારના ખૂબ ઓછા મતદાન મથકો અને બુથ સંવેદનશીલ મનાય છે. ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારના અંદાજે પોણા બસો મતદાન બુથ અતિ સંવેદનશીલ અને બે હજાર જેટલા સંવેદનશીલ બુથ બહાર શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે.

કોરોના પછી અમદાવાદમાં સૌથી ઓછું 37.8 ટકા મતદાન હતું, આ વખતે વધવાની શક્યતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ અગાઉની ચૂંટણી વર્ષ 2021માં કોરોનાના બીજા ઘાતક તબક્કાના થોડા મહિનાઓ પછી યોજાઈ હતી. એ સમયે રાજ્યની મહાનગરપાલિકાઓમાં સૌથી ઓછું 37.8 ટકા મતદાન અમદાવાદ મહાનગરપાલિકાનું રહ્યું હતું. સુરત અને વડોદરામાં 42.1, રાજકોટ 43.7, ભાવનગરમાં 42.8 અને સૌથી વધુ જામનગર મહાપાલિકામાં 45.4 ટકા મતદાન થયું હતું. 

અમદાવાદમાં વર્ષ 2021ના કંગાળ મતદાનના કારણે પોલીસ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે દિવસ પસાર કરવો કઠિન થયો હતો. વર્ષ 2021ની સરખામણીએ આ વખતે ગરમી છતાં મતદાનનો આંક વધશે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V…

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V...

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં 'અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ' કહીને 92 હજા...

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો | Dhandhuka Ca…

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો | Dhandhuka Ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

1 month ago
ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત | …

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત | …

5 months ago
અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

11 months ago
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News