gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Social Media Harassment Case In Ahmedabad: અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને મહિલાઓને ટાર્ગેટ કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક અજાણ્યા શખસે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને એક 26 વર્ષીય પરિણીતાના અંગત અને અશ્લીલ ફોટા તેના જ પતિ તથા મિત્રોને મોકલી આપ્યા હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાના સુખી સંસારમાં આગ લગાડવાના અને લગ્નજીવન તોડવાના બદઇરાદા સાથે કરાયેલા આ કૃત્ય અંગે પીડિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને સાયબર ક્રાઈમની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

પીડિત યુવતી રાણીપ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને વ્યવસાયે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. આ યુવતી ભૂતકાળમાં પણ આવી જ ઓનલાઈન હેરાનગતિનો ભોગ બની ચૂકી છે. યુવતીના અગાઉ વર્ષ 2019માં લગ્ન થયા હતા. તે સમયે પણ કોઈ અજ્ઞાત આઇડી પરથી તેના પતિને ખોટા અને વાંધાજનક મેસેજો મોકલવામાં આવ્યા હતા, જેના કારણે ઘરમાં કલેશ વધતાં આખરે તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

ત્યારબાદ વર્ષ 2024માં યુવતીએ અન્ય એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલ તે પોતાના પતિ તથા માતા-પિતા સાથે શાંતિથી જીવી રહી હતી. પરંતુ, યુવતીનું આ સુખ કોઈ શખસને ખૂંચ્યું હોય તેમ તેનું લગ્નજીવન ફરીથી બગાડવાના ઈરાદા સાથે સોશિયલ મીડિયા પર હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો ફોટો વાઈરલ કરી દઈશ’

31મી માર્ચથી ફેક આઇડી બનાવીને ફોટા મોકલવાનું શરૂ કરાયું

પોલીસ ફરિયાદ અનુસાર, ગત 31મી માર્ચથી કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપીએ યુવતીના પતિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુવતીના અંગત અને અશ્લીલ ફોટા મેસેજ (DM) મારફતે મોકલ્યા હતા. આટલેથી ન અટકતા, આ શખસે યુવતીના મિત્રો અને અન્ય ઓળખીતા લોકોને પણ આવા જ અશ્લીલ ફોટા તથા ચારિત્ર્યહનન કરતા ખરાબ મેસેજો મોકલીને પીડિતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પતિના સપોર્ટથી સાયબર ક્રાઈમ અને પોલીસમાં ગુનો દાખલ

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પારિવારિક વિવાદ વધતો હોય છે, પરંતુ આ કેસમાં પતિએ સમજદારી દાખવીને પોતાની પત્નીને પૂરો સપોર્ટ આપ્યો હતો. લગ્નજીવનમાં વિવાદ ઊભો કરનારા આ શખસને પાઠ ભણાવવા માટે દંપતીએ સૌપ્રથમ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ, રાણીપ પોલીસ મથકે પહોંચીને ફેક આઇડી બનાવનાર અને હેરાન કરનાર અજ્ઞાત શખસ વિરુદ્ધ આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. રાણીપ પોલીસ હાલ આ મેસેજો અને પ્રોફાઇલના સ્ક્રીનશોટના આધારે નકલી એકાઉન્ટ ઓપરેટ કરનાર શખસનું આઇપી એડ્રેસ ટ્રેસ કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે અમદાવાદનો વર્ષ 2026માં રેકોર્ડ : માલસામાન ભાડાની આવક ₹ 517.34 કરોડને પાર | Ahmedabad Ra…
GUJARAT

પશ્ચિમ રેલવે અમદાવાદનો વર્ષ 2026માં રેકોર્ડ : માલસામાન ભાડાની આવક ₹ 517.34 કરોડને પાર | Ahmedabad Ra…

June 1, 2026
Actress Model Hetui Parmar Birthday Today
GUJARAT

Actress Model Hetui Parmar Birthday Today

June 1, 2026
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..
GUJARAT

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

June 1, 2026
Next Post
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal...

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને જીવન બદલ્યું, પહેલા પ્રયાસમાં UPSC ક્રેક કરી IAS બન્યા ગોવિંદ | IAS Go…

પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને જીવન બદલ્યું, પહેલા પ્રયાસમાં UPSC ક્રેક કરી IAS બન્યા ગોવિંદ | IAS Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujarat RTE Admissi…

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujarat RTE Admissi…

2 days ago
થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

5 months ago
ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

4 months ago
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News