![]()
અમદાવાદ,સોમવાર,29 ડિસેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠ વર્ષમાં
સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.બીજી તરફ કોર્પોરેશન
તરફથી વિવિધ સ્થળે મુકવામા આવતી સિકયુરીટીની બેદરકારી અંગે લોકોએ ૧૧૦૬ ફરિયાદ
તંત્ર સમક્ષ કરી છે.કોર્પોરેશને અલગ અલગ સિકયુરિટી એજન્સીઓપાસેથી બેદરકારી અને
ગેરરીતીના મામલે રુપિયા ૪.૩૮ કરોડથી વધુ રકમની પેનલ્ટી વસૂલ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ,હોસ્પિટલ કે પછી
અન્ય કોઈપણ કચેરીમાં શહેરીજનો પોતાની સમસ્યાના ઉકેલ માટે જતા હોય છે. આમ છતાં
છેલ્લા ઘણાં વર્ષોથી કોર્પોરેશન વહીવટીતંત્ર અને સત્તાપક્ષ દ્વારા સિકયુરીટીના
નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવી રહયો છે.એડવોકેટ અતિક સૈયદે કહયુ,કોર્પોરેશન
દ્વારા ખાનગી એજન્સીઓના સિકયુરીટી ગાર્ડ તૈનાત કરવામા આવે છે. આમ છતાં એસવીપી, એલજી હોસ્પિટલ
ઉપરાંત કોર્પોરેશનની મુખ્ય દાણાપીઠ કચેરી ખાતે દર્દીઓના સ્વજન અથવા અન્ય સાથે
સિકયુરીટી ગાર્ડના ઘર્ષણના બનાવ વધતા જાય છે.આ બાબતને ધ્યાનમાં રાખી કોન્ટ્રાકટ
પ્રથા બંધ કરવી જોઈએ.
સિકયુરીટી એજન્સીને કરવામા આવેલ પેનલ્ટી
એજન્સી પેનલ્ટી(લાખમાં)
શકિત સિકયુરીટી ૪૯.૫૨
ડોકસન સર્વિસ
૪૬.૯૨
યુનિક ડેલ્ટા ૨૩.૧૬
શિવ સિકયુરીટી
૪૪.૭૫
એસ્કોર્ટ સિકયુરીટી ૧૧.૫૩
રાજપૂત સિકયુરીટી ૪૫.૧૬
એમકેય સિકયુરીટી ૩૮.૭૪
યુનિક ડેલ્ટાફોર્સ ૨૩.૧૬
શકિત પ્રોટેકશન ૩૮.૩૩
પેન્થર સિકયુરીટી ૩૬.૬૦
બાલાજી સિકયુરીટી ૮.૯૬
જીઆઈએસએફએસ ૫.૨૯
અસીમા લિમિટેડ ૩.૬










